સેન્સેક્સ 1000 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 426 પોઈન્ટ તૂટ્યો, 2573 શેર્સ ઘટાડે બંધ

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
sensex All time High


Stock Market Closing: શેરબજારમાં આજે પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધતાં સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડે બંધ રહ્યા હતા. 23 જુલાઈએ રજૂ થનારા કેન્દ્રીય બજેટ 2024-25 અને ત્રિમાસિક પરિણામો પહેલાં આ ઘટાડો માર્કેટમાં હેલ્ધી કરેક્શનનો સંકેત આપી રહ્યો છે. માર્કેટમાં વેચવાલીના પ્રેશર વચ્ચે રોકાણકારોની મૂડી આજે 1.21 લાખ કરોડ વધી હતી.

સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ટોચે ખૂલ્યાં બાદ સેન્સેક્સ 1045.66 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 426.87 પોઈન્ટ ઘટાડે, જ્યારે નિફ્ટી 108.75 પોઈન્ટ ઘટી 24324.45 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકનો છેલ્લા બે દિવસનો ટોપ પર્ફોર્મર શેર મારૂતિ સુઝુકીમાં પણ આજે અંતિમ સેશનમાં પ્રોફિટ બુકિંગ જોવા મળતાં 0.36 ટકા ઘટાડે બંધ રહ્યો હતો.

સોનુ સ્થાનીય બજારમાં આજે ફરી સસ્તુ થયું, ચાંદીના ભાવમાં વધારો, જાણો લેટેસ્ટ અપડેટ્સ

માર્કેટ બ્રેડ્થ નેગેટિવ

બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 4021 સ્ક્રિપ્સમાંથી 1365 શેર્સ સુધારા તરફી, જ્યારે 2574 શેર્સ ઘટાડે બંધ રહ્યા હતા. સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી 10માં જ સુધારો જોવા મળ્યો હતો. જે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ દર્શાવે છે. ઈન્ટ્રા ડે 257 શેર્સમાં અપર સર્કિટ, અને 290 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. જ્યારે 273 શેર્સ વર્ષની ટોચે અને 25 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા.

માર્કેટ નિષ્ણાતોએ આ ઘટાડાને પોઝિટીવ ગણાવ્યો છે, ટેક્નિકલી માર્કેટના સતત ઉછાળાએ વિરામ લેવાની જરૂર દર્શાવી છે. જેથી કેન્દ્રીય બજેટની જાહેરાતો અને જૂન ત્રિમાસિક પરિણામોની અસર શેરબજાર પર જોવા મળી શકે. વૈશ્વિક સ્તરે પણ ચીન, અમેરિકાના જીડીપી અને ફુગાવાના આંકડા પર સૌ કોઈની નજર છે. જેરોમ પોવેલએ ડોવિશ વલણનો સંકેત આપ્યો છે. જેનો વૈશ્વિક બજારોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.

   સેન્સેક્સ 1000 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 426 પોઈન્ટ તૂટ્યો, 2573 શેર્સ ઘટાડે બંધ 2 - image


Google NewsGoogle News