F&O સેટલમેન્ટ અને પ્રોફિટ બુકિંગના પગલે રોકાણકારોએ આજે 4.48 લાખ કરોડ ગુમાવ્યા

Updated: May 30th, 2024


Google NewsGoogle News
F&O સેટલમેન્ટ અને પ્રોફિટ બુકિંગના પગલે રોકાણકારોએ આજે 4.48 લાખ કરોડ ગુમાવ્યા 1 - image


Stock Market Closing: આજે મંથલી એફએન્ડઓ સેટલમેન્ટ તેમજ લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધતાં શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 617 પોઈન્ટ અને નિફ્ટી 216 પોઈન્ટ તૂટ્યો છે. આ સાથે રોકાણકારોની મૂડીમાં રૂ. 4.48 લાખ કરોડનો ઘટાડો થયો છે.

આજે સેન્સેક્સ 824.82 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 617.30 પોઈન્ટ તૂટી 73885.60 પર બંધ રહ્યો હતો. બીજી બાજુ નિફ્ટી પણ 22500ની અતિ મહત્ત્વની ટેકાની સપાટી તોડી 22488.65 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી માત્ર 7 સુધર્યા હતા. જ્યારે 23માં ઘટાડો નોંધાયો હતો.

આઈટી-મેટલ શેરોમાં વેચવાલીનું પ્રેશર

શેરબજારના ટોચના 13 સેક્ટોરલ ઈન્ડેક્સમાંથી આજે 9 રેડઝોનમાં બંધ રહ્યા હતા. જેમાં નિફ્ટી મેટલ અને નિફ્ટી આઈટી અનુક્રમે 3 ટકા અને 2 ટકા ઘટ્યા હતા, બેન્ક નિફ્ટી 0.7 ટકા વધ્યો હતો. ભારતીય શેરબજાર સળંગ પાંચ દિવસથી ઘટાડે બંધ આપી રહ્યા છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 1532.44 પોઈન્ટ તૂટ્યો છે. સાથે રોકાણકારોની  મૂડી 9.65 લાખ કરોડ ઘટી છે.

ટાટા ગ્રૂપના શેરોમાં કડાકો

શેરબજારમાં ઘટાડામાં સૌથી વધુ ફાળો ટાટા ગ્રૂપનો રહ્યો હતો. ટાટા સ્ટીલ (5,.74 ટકા), ટાઈટન (3.17 ટકા), ટાટા મોટર્સ (2.07 ટકા) તૂટ્યો હતો. ઇન્ફોસિસ અને TCSમાં વોલ્યૂમ પણ ઘટાડો નોંધાયો હતો. તેનાથી વિપરિત, ICICI બેન્ક, એક્સિસ બેન્ક અને HDFC બેન્કે નિફ્ટી 50 શેરોમાં સૌથી વધુ 0.4-1-1 ટકાનો વધારો નોંધાવ્યો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1 ટકાથી વધુ ઘટ્યા હતા.

વૈશ્વિક બજારોના સથવારે સેન્સેક્સ-નિફ્ટીમાં ગાબડું

બેન્ચમાર્ક ઇન્ડેક્સ યુએસ માર્કેટમાંના આધારે ટ્રેડ થઈ રહ્યા છે. વૈશ્વિક ફુગાવામાં વૃદ્ધિ જળવાઈ રહેવાના અંદાજ પગલે ટ્રેઝરી યીલ્ડમાં સતત વધારો થઈ રહ્યો છે, સેન્ટ્રલ બેન્કની વ્યાજદરમાં ઘટાડો કરવાની નીતિમાં વિલંબ થવાની શક્યતા વધી છે. પરિણામે વૈશ્વિક બજારો ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ સપ્તાહના અંતમાં જાહેર થશે, જેના પર રોકાણકારો નજર રાખી રહ્યા છે.

 


Google NewsGoogle News