Get The App

સેન્સેક્સ 450 પોઈન્ટ ઉછળ્યો, મૂડી ત્રણ લાખ કરોડ વધી, ફાઈનાન્સ, ટેલિકોમ, મેટલ શેરોમાં ખરીદી

Updated: Feb 13th, 2025


Google NewsGoogle News
સેન્સેક્સ 450 પોઈન્ટ ઉછળ્યો, મૂડી ત્રણ લાખ કરોડ વધી, ફાઈનાન્સ, ટેલિકોમ, મેટલ શેરોમાં ખરીદી 1 - image

સેન્સેક્સ 450 પોઈન્ટ ઉછળ્યો, મૂડી ત્રણ લાખ કરોડ વધી, ફાઈનાન્સ, ટેલિકોમ, મેટલ શેરોમાં ખરીદી 2 - imageસેન્સેક્સ 450 પોઈન્ટ ઉછળ્યો, મૂડી ત્રણ લાખ કરોડ વધી, ફાઈનાન્સ, ટેલિકોમ, મેટલ શેરોમાં ખરીદી 3 - imageસેન્સેક્સ 450 પોઈન્ટ ઉછળ્યો, મૂડી ત્રણ લાખ કરોડ વધી, ફાઈનાન્સ, ટેલિકોમ, મેટલ શેરોમાં ખરીદી 4 - imageસેન્સેક્સ 450 પોઈન્ટ ઉછળ્યો, મૂડી ત્રણ લાખ કરોડ વધી, ફાઈનાન્સ, ટેલિકોમ, મેટલ શેરોમાં ખરીદી 5 - imageસેન્સેક્સ 450 પોઈન્ટ ઉછળ્યો, મૂડી ત્રણ લાખ કરોડ વધી, ફાઈનાન્સ, ટેલિકોમ, મેટલ શેરોમાં ખરીદી 6 - imageસેન્સેક્સ 450 પોઈન્ટ ઉછળ્યો, મૂડી ત્રણ લાખ કરોડ વધી, ફાઈનાન્સ, ટેલિકોમ, મેટલ શેરોમાં ખરીદી 7 - imageસેન્સેક્સ 450 પોઈન્ટ ઉછળ્યો, મૂડી ત્રણ લાખ કરોડ વધી, ફાઈનાન્સ, ટેલિકોમ, મેટલ શેરોમાં ખરીદી 8 - imageસેન્સેક્સ 450 પોઈન્ટ ઉછળ્યો, મૂડી ત્રણ લાખ કરોડ વધી, ફાઈનાન્સ, ટેલિકોમ, મેટલ શેરોમાં ખરીદી 9 - imageસેન્સેક્સ 450 પોઈન્ટ ઉછળ્યો, મૂડી ત્રણ લાખ કરોડ વધી, ફાઈનાન્સ, ટેલિકોમ, મેટલ શેરોમાં ખરીદી 10 - imageસેન્સેક્સ 450 પોઈન્ટ ઉછળ્યો, મૂડી ત્રણ લાખ કરોડ વધી, ફાઈનાન્સ, ટેલિકોમ, મેટલ શેરોમાં ખરીદી 11 - imageસેન્સેક્સ 450 પોઈન્ટ ઉછળ્યો, મૂડી ત્રણ લાખ કરોડ વધી, ફાઈનાન્સ, ટેલિકોમ, મેટલ શેરોમાં ખરીદી 12 - imageસેન્સેક્સ 450 પોઈન્ટ ઉછળ્યો, મૂડી ત્રણ લાખ કરોડ વધી, ફાઈનાન્સ, ટેલિકોમ, મેટલ શેરોમાં ખરીદી 13 - imageસેન્સેક્સ 450 પોઈન્ટ ઉછળ્યો, મૂડી ત્રણ લાખ કરોડ વધી, ફાઈનાન્સ, ટેલિકોમ, મેટલ શેરોમાં ખરીદી 14 - imageસેન્સેક્સ 450 પોઈન્ટ ઉછળ્યો, મૂડી ત્રણ લાખ કરોડ વધી, ફાઈનાન્સ, ટેલિકોમ, મેટલ શેરોમાં ખરીદી 15 - imageસેન્સેક્સ 450 પોઈન્ટ ઉછળ્યો, મૂડી ત્રણ લાખ કરોડ વધી, ફાઈનાન્સ, ટેલિકોમ, મેટલ શેરોમાં ખરીદી 16 - imageસેન્સેક્સ 450 પોઈન્ટ ઉછળ્યો, મૂડી ત્રણ લાખ કરોડ વધી, ફાઈનાન્સ, ટેલિકોમ, મેટલ શેરોમાં ખરીદી 17 - image

Stock Market Today: શેરબજાર આજે સુધારા તરફી ખૂલ્યા બાદ પોઝિટિવ ટ્રેન્ડમાં ટ્રેડ થઈ રહ્યા છે. જો કે, વોલેટિલિટીનો માહોલ પણ જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 10.21 વાગ્યા સુધીમાં 650 પોઈન્ટની ઉથલ-પાથલ બાદ 10.22 વાગ્યે 344.05 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં સામેલ 30 પૈકી માત્ર ચાર શેર ઘટાડા તરફી જ્યારે અન્ય 26 શેર સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા.

નિફ્ટી 50 120.20 પોઈન્ટના ઉછાળે 23165.45 પર ટ્રેડ થઈ  રહ્યો હતો.  સ્થાનિક સ્તરે ફુગાવાના ડેટાના કારણે વ્યાજના દરો વધુ ઘટવાની શક્યતા સાથે રોકાણકારો હવે ધીમા ધોરણે ખરીદી વધારી રહ્યા છે.  એનએસઈ ખાતે કુલ ટ્રેડેડ 2640 શેર પૈકી 1887 સુધારા તરફી અને 690 શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ દર્શાવે છે.  સેન્સેક્સ પેકમાં ઈન્ફોસિસ (-0.50 ટકા), એચડીએફસી બેન્ક (0.37 ટકા), ટીસીએસ (0.26 ટકા), અને એસબીઆઈ (0.24 ટકા) ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા.

અમેરિકામાં ફુગાવાની ચિંતા, ત્રીજા ક્વાર્ટરના નિરાશાજનક પરિણામો, યુએસ ટેરિફ તણાવમાં વધારો અને સતત FII આઉટફ્લો વચ્ચે બેન્ચમાર્ક સતત છ સેશનથી ઘટાડા તરફી રહ્યા હતા. જોકે, આજે નિફ્ટીમાં ફાઈનાન્સ, ઓટો અને હેલ્થકેર શેરોમાં ઉછાળો નોંધાયો છે.

ટેલિકોમ, રિયાલ્ટી, મેટલ, પાવર શેરોમાં આજે ખરીદી વધી છે. પરિણામે ઈન્ડેક્સ 1 ટકાથી વધુ ઉછળ્યા છે. રોકાણકારોની મૂડીમાં રૂ. 3 લાખ કરોડનો વધારો થયો છે. ગઈકાલે શેરબજારમાં મોટાપાયે વોલેટિલિટી જોવા મળી હતી. વિદેશી રોકાણકારોએ પણ રૂ. 4969 કરોડની નેટ વેચવાલી નોંધાવી હતી. 

સેન્સેક્સ 450 પોઈન્ટ ઉછળ્યો, મૂડી ત્રણ લાખ કરોડ વધી, ફાઈનાન્સ, ટેલિકોમ, મેટલ શેરોમાં ખરીદી 18 - image


Google NewsGoogle News