માર્ચમાં નિફ્ટી 24,000 અને સેન્સેક્સ 76,000 પહોંચે તેવી વકી
- અગાઉના ચૂંટણી વર્ષ દરમિયાન માર્ચ મહિનામાં સેન્સેક્સે સરેરાશ ૭.૭ ટકાનું પોઝીટીવ વળતર આપ્યું છે
અમદાવાદ : ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી તાજેતરના ટ્રેડિંગ સેશનમાં વિક્રમી ઊંચાઈને સ્પર્શી રહ્યાં છે. તેના મુખ્ય કારણોમાં સકારાત્મક વૈશ્વિક સંકેતો, અમેરિકામાં વ્યાજ દરમાં કાપની અપેક્ષા અને ઉત્તમ આર્થિક વૃદ્ધિના આંકડા છે. આ ઉપરાંત, વિશ્લેષકો પણ આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં કેન્દ્રમાં સ્થિર સરકાર સત્તા પર પાછા આવવાની અપેક્ષાઓને કારણે બજારમાં ઉત્સાહના વાતાવરણને આભારી છે.
છેલ્લા ત્રણ ચૂંટણી વર્ષોમાં બજારના ડેટા પર નજીકથી નજર કરીએ તો માર્ચ ૨૦૨૪માં બેન્ચમાર્ક સૂચકાંકો માટે ખૂબ જ આશાસ્પદ ચિત્ર જોવા મળે છે. જો ઈતિહાસનું પુનરાવર્તન થશે તો એનએસઈ નિફ્ટી ૨૪,૦૦૦ સુધી પહોંચી શકે છે તો બીજીતરફ બીએસઈ સેન્સેક્સ આ માર્ચમાં જ ૭૬,૦૦૦નો આંકડો પાર કરી શકે છે.
છેલ્લા ત્રણ ચૂંટણી વર્ષોમાં, સેન્સેક્સે માર્ચ મહિનામાં જંગી વધારો નોંધાવ્યો છે. આ તે મહિનો છે જ્યારે ચૂંટણીની તારીખો જાહેર થાય છે.
સ્થાનિક શેરબજારના આંકડાઓ પર નજર કરીએ તો, માર્ચ ૨૦૦૯માં સેન્સેક્સમાં ૯.૨ ટકાનો વધારો થયો હતો, ત્યારબાદ માર્ચ ૨૦૧૪માં ૬ ટકા અને માર્ચ ૨૦૧૯માં ૭.૮ ટકાનો વધારો થયો હતો. આમ, સેન્સેક્સે ચૂંટણી વર્ષ દરમિયાન માર્ચ મહિનામાં સરેરાશ ૭.૭ ટકાનું હકારાત્મક વળતર આપ્યું છે.
આમ, જો બજાર સરેરાશ માસિક ચોખ્ખા વળતર અને ઇન્ટ્રા-મન્થ હાઇ પર આધારિત ઐતિહાસિક વેપારનું પુનરાવર્તન કરે છે, તો જીઃઁ મ્જીઈ સેન્સેક્સ મહિનાના અંતે ૭૬,૦૦૦ અને નિફ્ટી ૨૩,૬૭૫ની આસપાસ રહેવાની શક્યતા છે.