Sensexમાં 1627.45 પોઈન્ટની વોલેટિલિટી, નિફ્ટી રેકોર્ડ ટોચેથી ગગડ્યો, રોકાણકારોએ 2.28 લાખ કરોડ ગુમાવ્યા
Stock Market Closing: શેરબજારમાં હેવી પ્રોફિટ બુકિંગના પગલે આજે સેન્સેક્સ એક તબક્કે 1627.45 પોઈન્ટ તૂટ્યા બાદ અંતે 732.96 પોઈન્ટ ઘટાડે 73878.15 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 50 22794.70 પોઈન્ટની રેકોર્ડ ટોચે પહોંચ્યા બાદ 172.35 પોઈન્ટ ઘટી 22475.85 પર બંધ રહ્યો હતો. માર્કેટની અફરાતફરીમાં રોકાણકારોએ કુલ રૂ. 2.28 લાખ કરોડની મૂડી ગુમાવી છે.
અંતિમ સેશનમાં કુલ 300 સ્ક્રિપ્સ અપર સર્કિટ સાથે, જ્યારે 237 સ્ક્રિપ્સ લોઅર સર્કિટ સાથે બંધ રહી હતી. કુલ 256 શેરો વર્ષની ટોચે પહોંચવાની સાથે સ્ટોક સ્પેસિફિક સુધારો જોવા મળ્યો છે. 18 શેરો વર્ષના તળિયે નોંધાયા હતા. બીએસઈ સાથે ટ્રેડેડ કુલ 3958માંથી 1538 શેરો સુધારા અને 2296 શેરો ઘટાડા સાથે બંધ રહ્યા હતા. જે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ દર્શાવે છે.
બીએસઈ સેન્સેક્સ ખાતે માત્ર આ શેરો સુધર્યા
સેન્સેક્સ પેકમાં સામેલ બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, M&M, SBI, ICICI બેન્ક અને ઈન્ફોસિસમાં 0.11થી 0.75 ટકા સુધીનો સુધારો નોંધાયો હતો. અન્ય તમામ 24 સ્ટોકમાં 2.74 ટકા સુધી તૂટ્યા હતા.
મેટલ અને હેલ્થકેર શેરોમાં જ સુધારો
સેક્ટોરલ ઈન્ડાસિસમાં આજે માત્ર મેટલ અને હેલ્થકેર શેરોમાં સુધારા તરફી વલણ રહ્યુ હતું. મેટલ 0.81 ટકા અને હેલ્થકેર 0.15 ટકા સુધર્યા હતા. આ સિવાય ટેલિકોમ્યુનિકેશન્સ (1.42 ટકા), કેપિટલ ગુડ્સ (1.18 ટકા), રિયાલ્ટી (1.09 ટકા), સર્વિસિઝ (1.01 ટકા) તૂટ્યા હતા.
માર્કેટ નિષ્ણાતના નજરે બજાર
માર્કેટ નિષ્ણાતના મતે રોકાણકારો હાલ મોટાપાયે પ્રોફિટ બુક કરી રહ્યા છે. તેમજ યુએસના બિન કૃષિ રોજગારીના આંકડાઓ પર નજર રાખતાં નવી ખરીદી માટે સાવચેતીનું વલણ દર્શાવી રહ્યા છે. જો કે, સ્થાનીય સ્તરે મજબૂત ત્રિમાસિક પરિણામો, ક્રૂડના ભાવમાં ઘટાડો માર્કેટ માટે પોઝિટીવ સંકેતો આપે છે. એફઆઈઆઈની વેચવાલીના કારણે વ્યાપક પ્રમાણમાં કરેક્શન જોવા મળ્યું છે. પરંતુ એકંદરે માર્કેટ પોઝિટીવ રહેવાના અંદાજ સાથે નીચા મથાળે ખરીદી કરવા સલાહ આપી રહ્યા છે.