સેન્સેક્સ અને નિફ્ટી આજે ફરી ઘટાડે બંધ, જાણો ઘટાડા પાછળના કારણો
Stock Market Closing: સેન્સેક્સ અને નિફ્ટી 50 સળંગ ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યા છે. સેન્સેક્સ 456.10 પોઈન્ટ અને નિફ્ટી 124.60 પોઈન્ટ ઘટાડે બંધ રહ્યા હતા. વૈશ્વિક પડકારોના પગલે ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, એચસીએલ ટેક અને ટીસીએસ સહિત આઈટી શેરોમાં મોટાપાયે વેચવાલી નોંધાઈ હતી.
માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ
બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 3933માંથી 2251 સ્ક્રિપ્સ સુધારા સાથે અને 1567 સ્ક્રિપ્સ ઘટાડા સાથે બંધ રહી હતી. કુલ 170 શેરો 52 વીક હાઈ અને 17 શેરો વર્ષના તળિયે નોંધાયા હતાં. સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી 7 ગ્રીન ઝોનમાં અને 23 રેડ ઝોનમાં બંધ રહી હતી. જે એકંદરે માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ સાથે સાવચેતીનું વલણ દર્શાવે છે.
શેરબજારમાં ઘટાડા માટે મુખ્ય કારણો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: "મધ્ય પૂર્વમાં તણાવ એ ભારતીય ઈક્વિટી માર્કેટમાં વેચવાલીનું મુખ્ય કારણ છે, તેનાથી જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ ઉભી થઈ છે. વૈશ્વિક બજારોમાં પણ ઘટાડો નોંધાયો છે.
યુએસ ડોલર છ માસની ટોચે: “યુએસ ડોલર સતત વધી રહ્યો છે અને યુએસ ડોલર ઇન્ડેક્સ 106 સ્તરની નજીક છ માસની ટોચે પહોંચ્યો છે. યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારો થયો છે. જેના લીધે વિદેશી રોકાણકારોની વેચવાલી વધી છે. વિદેશી રોકાણકારો મોટાપાયે ફંડ પાછું ખેંચી પ્રોફિટ બુક કરી રહ્યા છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો: "ઘરેલું અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલની કિંમતો છ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. માર્ચ 2024માં ઈંધણના ભાવ વધીને 6 ટકા થઈ ગયા છે, જ્યારે એપ્રિલ 2024માં કરતાં વધુ ઉછાળો આવ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો એ વૈશ્વિક અર્થતંત્ર માટે સારા સંકેત નથી કારણ કે તેનાથી સ્થાનિક ચલણ અને ફુગાવા પર દબાણ આવવાની અપેક્ષા છે.
યુએસ રિટેલ વેચાણના નિરાશાજનક આંકડા: યુએસ રિટેલ વેચાણના આંકડાઓ અપેક્ષા કરતાં ઘટ્યા છે. અમેરિકી વપરાશ ખર્ચ મજબૂત હોવાથી ફુગાવો વધવાની વકી છે. જે યુએસ ફેડ રેટ કટની શક્યતાઓ ઘટાડે છે. પરિણામે ઇક્વિટી રોકાણકારો ઇક્વિટીમાંથી આ એસેટ્સમાં પોઝિશન બદલી રહ્યા છે.