Get The App

શેરબજાર રિકવરી મોડ પર, સેન્સેક્સ 770 પોઈન્ટથી વધુ ઉછળ્યો, 269 શેરમાં અપર સર્કિટ

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
Stock market Today


Stock Market Today: શેરબજારમાં ગઈકાલે એફએન્ડઓ સેટલમેન્ટ, એફઆઈઆઈ વેચવાલીના લીધે નોંધાયેલા કડાકા બાદ આજે માર્કેટ સુધર્યા છે. સેન્સેક્સ 727 પોઈન્ટ અને નિફ્ટી 121.55 પોઈન્ટ ઉછળ્યો છે. રોકાણકારોની મૂડીમાં આજે 3 લાખ કરોડ વધી છે.10.48 વાગ્યે સેન્સેક્સ 682.75 પોઈન્ટ અને નિફ્ટી 204.65 પોઈન્ટ ઉછળી 24118.80 પર કારોબાર થઈ રહ્યો હતો. બીએસઈ ખાતે ટ્રેડેડ 269 શેર્સમાં અપર સર્કિટ, 161 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. 149 શેર્સ 52 વીક હાઈ થયા છે.

રિયાલ્ટી સિવાય તમામ ઈન્ડેક્સ સુધર્યા

શેરબજારમાં સાર્વત્રિક સુધારો જોવા મળ્યો છે. જેમાં રિયાલ્ટી સિવાય તમામ ટોચના સેક્ટરોલ ઈન્ડેક્સમાં 1 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. હેલ્થકેર અને ફાર્મા શેર્સમાં સુધારાના કારણે ઈન્ડેક્સ 1.30 ટકા ઉછળ્યો છે. સમાચાર લખાયા ત્યાં સુધીમાં આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં પણ નીચા મથાળે ખરીદી વધી છે. ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.68 ટકા, ઓટો 0.56 ટકા, આઈટી ઈન્ડેક્સ 0.67 ટકા, ટેક્નોલોજી ઈન્ડેક્સ 0.91 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. એનર્જી ઈન્ડેક્સ 0.69 ટકા સુધર્યો છે.

આ પણ વાંચોઃ અમેરિકાની SEC દ્વારા ચોવીસ કલાક ચાલુ રહે તેવા શેરબજારની માટે લીલીઝંડી

નિષ્ણાતોના મતે બજાર

નિષ્ણાતોના મતે, શેરબજાર રેટ કટનું નબળુ વલણ, અમેરાકના ઈકોનોમિક ગ્રોથ અને ફુગાવાની ચિંતાઓના વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યું છે. વિદેશી રોકાણકારો પણ સતત વેચવાલ રહ્યા છે. જેથી માર્કેટમાં ટૂંકાગાળાની વોલેટિલિટી જોવા મળી શકે છે.એફઆઈઆઈએ ગઈકાલે 11756 કરોડની વેચવાલી નોંધાવી હતી. નવેમ્બરમાં અત્યારસુધી કુલ 42000 કરોડનું રોકાણ પાછું ખેંચી લીધુ છે.

શેરબજાર રિકવરી મોડ પર, સેન્સેક્સ 770 પોઈન્ટથી વધુ ઉછળ્યો, 269 શેરમાં અપર સર્કિટ 2 - image


Google NewsGoogle News