Get The App

બજેટ પૂર્વે ફરી શેરોમાં તેજીની ધડબડાટી : સેન્સેક્સ 632 પોઈન્ટ ઉછળીને 76533

- નિફટી સ્પોટ ૨૦૬ પોઈન્ટની છલાંગે ૨૩૧૬૩ : FIIની રૂ.૨૫૮૬ કરોડની વેચવાલી

- બજેટ બાદ ફરી મોટી તેજીનો દોર શરૂ થવાની શકયતા : કેપિટલ ગુડઝ, આઈટી, સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ખરીદી

Updated: Jan 30th, 2025


Google News
Google News
બજેટ પૂર્વે ફરી શેરોમાં તેજીની ધડબડાટી : સેન્સેક્સ 632 પોઈન્ટ ઉછળીને 76533 1 - image


મુંબઈ : કેન્દ્રિય બજેટ પૂર્વે શેરોમાં ફરી તેજીની બઘડાટી બોલાવા લાગી છે. સતત બીજા દિવસે આજે શેરોમાં આક્રમક ખરીદી થઈ હતી.  અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ફરી ભારત, ચાઈના સહિતના દેશો પર આકરાં ટેરિફ લાદવાની ધમકી ઉચાર્યા સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ક્ષેત્રે ચાઈનીઝ સ્ટાર્ટઅપ ડીપસીકના અત્યંત સસ્તા એન્જિન લોન્ચિંગે હડકંપ મચાવતાં ટેકનોલોજી શેરો પાછળ ધબડકો બોલાયા બાદ ગઈકાલથી ભારતીય શેર બજારોમાં તેજીના મહારથીઓ, ફંડો રિટેલ રોકાણકારોને ફફડાટમાં લાવીને નીચામાં સારા શેરોમાં લેવાલ બની જઈ આજે વધુ વ્યાપક તેજી કરી હતી. ખાસ સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટું ધોવાણ થયા બાદ બે દિવસમાં શેરોમાં મોટી ખરીદી કરી હતી.

નિફટી ૨૩૦૦૦ની સપાટી અને સેન્સેક્સે ૭૬૦૦૦ની સપાટી કુદાવી : આઈટી, કેપિટલ ગુડઝ શેરોમાં તેજી

સેન્સેક્સ, નિફટી બેઝડ પણ ફંડોએ આજે તેજીનો દોર આગળ વધાર્યો હતો. શનિવારે ૧લી ફેબુ્રઆરીના રજૂ થનારા કેન્દ્રિય બજેટમાં પ્રોત્સાહક જોગવાઈઓ રજૂ કરીને આશ્ચર્ય સર્જવાના સંજોગોમાં ભારતીય શેર બજારોમાં ફરી મોટી તેજીનો તખ્તો  ગોઠવાતો જોવાય એવી જાણકારોમાં ચર્ચા થવા લાગી હતી. ફંડો, મહારથીઓએ આજે કેપિટલ ગુડઝ-પાવર શેરો સાથે ઈન્ફોર્મેશન ટેકનોલોજી-આઈટી, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ, હેલ્થકેર શેરોમાં મોટી ખરીદી કરતાં સેન્સેક્સ ઉપરમાં ૭૬૫૯૯.૭૩ સુધી પહોંચી અંતે ૬૩૧.૫૫ પોઈન્ટ ઉછળીને ૭૬૫૩૨.૯૬ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ ઈન્ડેક્સ ઉપરમાં ૨૩૧૮૩.૩૫ સુધી જઈ અંતે ૨૦૫.૮૫ પોઈન્ટ ઉછળીને ૨૩૧૬૩.૧૦ બંધ રહ્યો હતો.

સ્મોલ કેપ ઈન્ડેક્સની ૧૫૫૮ પોઈન્ટની છલાંગ : મિડ કેપ ઈન્ડેક્સ ૧૦૪૭ ઉછળ્યો : ૨૯૭૮ શેરોમાં તેજી

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે થયેલી ફરી આક્રમક ખરીદીના પરિણામે બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૧૫૫૮.૦૯ પોઈન્ટ ઉછળીને ૪૯૦૫૦.૫૭ અને બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ ૧૦૪૭.૪૭ પોઈન્ટ ઉછળી ૪૨૩૬૬.૧૩ બંધ રહ્યો હતો. બીએસઈમાં આજે કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૨ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૯૭૮ અને ઘટનારની સંખ્યા ૧૦૧૧ રહી હતી.

આઈનોક્સ વિન્ડ રૂ.૨૭ ઉછળી રૂ.૧૬૨ : સીજી પાવર, ભેલ, એનબીસીસી, પાવર ઈન્ડિયામાં તેજી

કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડો ફરી તેજીમાં આવી જતાં વ્યાપક ખરીદી થઈ હતી.  સીજી પાવર રૂ.૫૦.૬૫ ઉછળી રૂ.૬૨૫.૫૦, ભેલ રૂ.૧૨.૩૦ વધીને રૂ.૧૯૯.૯૦, કેઈન્સ રૂ.૨૮૭.૫૦ વધીને રૂ.૪૯૫૩.૮૦, એનબીસીસી રૂ.૪.૮૭ વધીને રૂ.૯૧.૯૧, પાવર ઈન્ડિયા રૂ.૫૧૬.૮૦ વધીને રૂ.૧૦,૧૩૧.૬૫, સુઝલોન૨ રૂ.૨.૫૧ વધીને રૂ.૫૨.૭૬,  ટીટાગ્રહ રૂ.૩૧.૪૫ વધીને રૂ.૯૪૭.૪૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૬૨૩.૦૮ પોઈન્ટ ઉછળીને ૬૧૭૫૯.૩૫ બંધ રહ્યો હતો.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૭.૭૫ લાખ કરોડ વધીને રૂ.૪૧૬.૭૫ લાખ કરોડ

શેરોમાં ફરી તેજીના મંડાણ સાથે સેન્સેક્સ, નિફટી બેઝડ રિકવરી સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ખરીદી થતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૭.૭૫ લાખ કરોડ વધીને રૂ.૪૧૬.૭૫ લાખ કરોડ પહોંચી ગયું હતું.

આઈટી ઈન્ડેક્સ ૧૦૮૫ પોઈન્ટ ઉછળ્યો : નેટવેબ રૂ.૧૪૬, ન્યુજેન રૂ.૯૬, કેપીઆઈટી રૂ.૧૦૮ ઉછળ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ચાઈનીઝ સ્ટાર્ટઅપ ડીપસીકના તરખાટે વૈશ્વિક ટેકનોલોજી શેરોની સાથે ભારતીય આઈટી શેરોમાં બે દિવસ ગાબડાં પડયા બાદ આજે ફરી તેજી આવી હતી. ઝેનસાર ટેકનોલોજી રૂ.૬૫.૭૦ વધીને રૂ.૮૫૧.૧૦,૬૩ મૂન્સ રૂ.૩૫.૪૦ વધીને રૂ.૭૪૪, નેલ્કો રૂ.૪૧.૩૫ વધીને રૂ.૧૦૦૯.૯૫, એલટીટીએસ રૂ.૨૧૭.૬૦ વધીને રૂ.૫૩૪૦, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૧૮.૭૫ વધીને રૂ.૪૭૫.૫૫, વિપ્રો રૂ.૮.૭૫ વધીને રૂ.૩૧૨.૩૦, ઈન્ફોસીસ રૂ.૫૧.૭૦ વધીને રૂ.૧૮૮૦.૮૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૨૪૨.૩૫ વધીને રૂ.૯૫૩૭.૨૫ રહ્યા હતા.

ટીવીએસ રૂ.૧૨૭ ઉછળી રૂ.૨૪૬૨ : ટાટા મોટર્સ રૂ.૨૪ વધી રૂ.૭૫૨ : બજાજ ઓટો રૂ.૨૫૫ વધ્યો

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ નવેસરથી આક્રમક ખરીદી થતાં બીએસી ઓટો ઈન્ડેક્સ ૭૪૭.૦૬ પોઈન્ટ ઉછળી ૫૦૭૯૬.૯૬ બંધ રહ્યો હતો. ટીવીએસ મોટર રૂ.૧૨૭.૨૫ ઉછળી રૂ.૨૪૬૨.૨૦, ટાટા મોટર્સ રૂ.૨૪ વધીને રૂ.૭૫૨.૪૫, બજાજ ઓટો રૂ.૨૫૫.૪૫ વધીને રૂ.૮૬૪૮, એક્સાઈડ રૂ.૯.૭૦ વધીને રૂ.૩૫૩.૧૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫૮.૧૫ વધીને રૂ.૨૯૨૬.૨૦, સુંદરમ ફાર્સ્ટનર્સ રૂ.૧૭.૨૫ વધીને રૂ.૯૯૪.૨૦, હીરો મોટોકોર્પ રૂ.૫૬.૯૦ વધીને રૂ.૪૦૭૯.૯૫ રહ્યા હતા.

પિરામલ ફાર્મા રૂ.૨૧ ઉછળી રૂ.૨૪૦ : અમી ઓર્ગેનિક, બ્લુજેટ, સુપ્રિયા, ફોર્ટિસ હેલ્થકેર ઉછળ્યા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડો, મહારથીઓ ફરી મોટી તેજીમાં આવ્યા હોય એમ આક્રમક ખરીદી થઈ હતી. પિરામલ ફાર્મા રૂ.૨૦.૭૫ વધીને રૂ.૨૩૯.૭૦, અમી ઓર્ગેનિક્સ રૂ.૩૭૬.૪૫ ઉછળી રૂ.૨૨૫૮.૮૦, બ્લુજેટ રૂ.૫૭.૪૫ વધીને રૂ.૬૩૨.૩૫, સુપ્રિયા લાઈફ રૂ.૬૦.૪૫ વધીને રૂ.૬૮૫, આરપીજી લાઈફ રૂ.૧૮૧.૨૦ વધીને રૂ.૨૪૧૯.૫૦, ફોર્ટિસ હેલ્થકેર રૂ.૪૬.૬૫ ઉછળી રૂ.૬૨૭.૬૫, લૌરસ લેબ રૂ.૩૫.૦૫ વધીને રૂ.૫૪૫.૬૦, વિમતા લેબ્સ રૂ.૫૨.૫૦ વધીને રૂ.૮૫૧.૦૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૮૮૫.૩૨ પોઈન્ટ ઉછળીને ૪૧૧૪૯.૫૪ બંધ રહ્યો હતો.

વર્ધમાન સ્ટીલ રૂ.૧૩ ઉછળી રૂ.૨૨૬  : જિન્દાલ સ્ટેનલેસ, એનએમડીસી, જેએસડબલ્યુ, કોલમાં તેજી

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની આજે પસંદગીની આક્રમક ખરીદી રહી હતી. વર્ધમાન સ્પેશ્યલ સ્ટીલ રૂ.૧૨.૬૦ ઉછળી રૂ.૨૨૬.૧૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૨.૨૫ ઉછળી રૂ.૬૩૭.૪૦, એનએમડીસી રૂ.૧.૮૩ વધીને રૂ.૬૫.૭૬, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૧.૫૫ વધીને રૂ.૯૩૭.૭૫, કોલ ઈન્ડિયા રૂ.૮.૫૦ વધીને રૂ.૩૭૯.૪૫, એપીએલ અપોલો રૂ.૩૩.૨૦ વધીને રૂ.૧૫૨૧.૦૫, નાલ્કો રૂ.૪.૧૦ વધીને રૂ.૧૯૩.૬૫, હિન્દાલ્કો રૂ.૧૧.૩૦ વધીને રૂ.૫૮૫.૫૦, ટાટા સ્ટીલ રૂ.૨.૧૦ વધીને રૂ.૧૩૦.૮૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૩૫.૬૬ પોઈન્ટ ઉછળી ૨૮૦૬૯.૪૬ બંધ રહ્યો હતો.

રિયાલ્ટી શેરોમાં ફરી તેજી : અનંતરાજ રૂ.૫૩ ઉછળી રૂ.૫૮૮ : બ્રિગેડ, સિગ્નેચર, પ્રેસ્ટિજ, ગોદરેજમાં તેજી

રિયાલ્ટી કંપનીઓના શેરોમાં ફંડોએ આજે ફરી તેજી કરી હતી. અનંતરાજ રૂ.૫૩.૪૦ વધીને રૂ.૫૮૭.૮૫, બ્રિગેડ એન્ટરપ્રાઈસીઝ રૂ.૭૮.૯૦ વધીને રૂ.૧૦૯૪.૧૦, સિગ્નેચર રૂ.૫૮.૫૫ વધીને રૂ.૧૧૭૯, પ્રેસ્ટિજ રૂ.૫૧.૬૫ વધીને રૂ.૧૩૨૧.૮૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૭૬.૪૫ વધીને રૂ.૨૨૩૯, ડીએલએફ રૂ.૧૮.૬૫ વધીને રૂ.૭૪૫.૩૫, ઓબેરોય રિયાલ્ટી રૂ.૪૦.૮૫ વધીને રૂ.૧૭૧૩.૪૫, ફિનિક્સ રૂ.૩૫.૯૦ વધીને રૂ.૧૫૪૯.૫૫ રહ્યા હતા.

FPIs/FIIની કેશમાં રૂ.૨૫૮૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૭૯૩ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે  બુધવારે કેશમાં રૂ.૨૫૮૬.૪૩  કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૭૬૪૪.૪૦કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૨૩૦.૮૩ કરોડની વેચવાલી થઈ હતી.  જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૭૯૨.૭૧ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૨,૮૭૧.૩૮  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૦૭૮.૬૭ કરોડની વેચવાલી થઈ હતી.


Tags :
Sensex

Google News
Google News