Get The App

શેરબજારમાં સળંગ ચોથા દિવસે તેજી, સેન્સેક્સ 1500 પોઇન્ટ ઉછળી 78500 ક્રોસ, બૅન્કેક્સ ઓલટાઇમ હાઇ

Updated: Apr 17th, 2025

GS TEAM


Google News
Google News
શેરબજારમાં સળંગ ચોથા દિવસે તેજી, સેન્સેક્સ 1500 પોઇન્ટ ઉછળી 78500 ક્રોસ, બૅન્કેક્સ ઓલટાઇમ હાઇ 1 - image

Stock Market Today: વૈશ્વિક સ્તરે પડકારોની અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય શેરબજાર મજબૂત ગતિ સાથે આગેકૂચ કરી રહ્યા છે. આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં નબળી શરુઆત બાદ બપોરના સેશનમાં આકર્ષક તેજી જોવા મળી છે. સેન્સેક્સ 1500 પોઇન્ટ ઉછળી 78563નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ 23700ની મજબૂત સાયકોલૉજિકલ સપાટી પર પરત ફર્યો છે.

સેન્સેક્સ-નિફ્ટી આજે

સેન્સેક્સ આજે નજીવા ઘટાડા સાથે ખૂલ્યા બાદ મોર્નિંગ સેશનમાં 1300 પોઇન્ટની વોલેટિલિટી જોવા મળી હતી. બાદમાં 11 વાગ્યાથી માર્કેટમાં સતત સુધારાનો માહોલ જોવા મળ્યો હતો. બપોરના સેશનમાં 1015 પોઇન્ટના ઉછળી 78060ની ટોચે પહોંચ્યો હતો. 12.48 વાગ્યે 1027.93 પોઇન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સાથે રોકાણકારોની મૂડી રૂ. 3 લાખ કરોડ વધી હતી. 12.59 વાગ્યા આસપાસ 1128.79 પોઇન્ટ કૂદી 78173.08ના હાઇ લેવલે ટ્રેડ થઈ રહ્યો હતો.

નિફ્ટીએ પણ આજની શરુઆત નરમ વલણ સાથે કરી હતી. જે બાદમાં 250થી વધુ પોઇન્ટ ઉછળી 23700ની અત્યંત મહત્ત્વની સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો. 12.49 વાગ્યે 294.30 પોઇન્ટના ઉછાળે 23731.50 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી50માં ટ્રેડેડ 42 શેર ગ્રીન ઝોનમાં જ્યારે 8 શેર રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

બૅન્કેક્સ ઓલટાઇમ હાઇ

સ્થાનિક સ્તરે પોઝિટિવ ઈકોનોમી આઉટલૂક, આરબીઆઇ દ્વારા વ્યાજના દરોમાં વધુ 0.50 ટકા ઘટાડાના અહેવાલો અને મજબૂત નાણાકીય સ્થિતિને ધ્યાનમાં લેતાં બૅન્કિંગ અને ફાયનાન્સિયલ શેર્સમાં તેજી વધી છે. બીએસઈ બૅન્કેક્સ 1283.62 પોઇન્ટ (2.07 ટકા) ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક, એસબીઆઇ, એચડીએફસીબૅન્ક, ઍક્સિસ બૅન્કના શેરોમાં વોલ્યુમ વધતાં બૅન્કેક્સ આજે 62076.85ની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો છે. ટેલિકોમ શેર્સમાં પણ ખરીદી વધી છે. બીએસઈ ખાતે ટેલિકોમ ઇન્ડેક્સ 2.35 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પના 'ટેરિફ વૉર' થી ખુદ અમેરિકાની સેન્ટ્રલ બૅન્કના પ્રમુખ ચિંતિત, કહ્યું - 'સમજાતું નથી કેવી રીતે...'

શેરબજારમાં ઉછાળાનું કારણ

-અમેરિકામાં આર્થિક મંદી, મોંઘવારીની ભીતિ, ડૉલર નબળો પડતાં વિદેશી રોકાણકારોનું કમબેક, FIIની સળંગ બે દિવસથી ખરીદી

- ટેરિફવૉરના કારણે ડૉલર સતત નબળો પડ્યો છે. રૂપિયો આજે વધુ 10 પૈસા મજબૂત બની 85.54 પર ટ્રેડ થઈ રહ્યો હતો. 

- ટેરિફવૉરમાં 90 દિવસની રાહતથી ભારત અને અમેરિકા વચ્ચે વેપાર મુદ્દે સમાધાન થાય તેવી શક્યતાઓ વધી

- એશિયન શેરબજારમાં સુધારાની અસર, નિક્કેઈ 1.35 ટકા, હેંગસેગ 1.32 ટકા ઉછળ્યો

શેરબજારમાં સળંગ ચોથા દિવસે તેજી, સેન્સેક્સ 1500 પોઇન્ટ ઉછળી 78500 ક્રોસ, બૅન્કેક્સ ઓલટાઇમ હાઇ 2 - image

Tags :