Get The App

બજેટ પૂર્વે સેન્સેક્સ બે દિવસમાં 1166 પોઈન્ટ ઉછળ્યો, સ્મોલ-મીડ કેપમાં આકર્ષક ખરીદી

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News
Stock Market Today


Stock Market Today: શેરબજાર સળંગ બીજા દિવસે ઉછાળા સાથે બંધ રહ્યા છે. સોમવારે સેન્સેક્સ 824 પોઈન્ટ તૂટ્યા બાદ છેલ્લા બે દિવસમાં 1166.73 પોઈન્ટ ઉછળ્યો છે. રોકાણકારોની મૂડી પણ 6.45 લાખ કરોડ વધી છે. ફેડ રિઝર્વ દ્વારા આજે મોડી રાત્રે થનારી જાહેરાતો પ્રત્યે સકારાત્મક વલણ સાથે બેન્કિંગ અને આઈટી શેરોમાં ખરીદી વધતાં શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે.

સેન્સેક્સ આજે 631.55 પોઈન્ટ ઉછળી 76532.96 પર અને નિફ્ટી 205.85 પોઈન્ટ ઉછળી 23163.10 પર બંધ રહ્યો હતો. સ્મોલકેપ અને મીડકેપ શેર્સમાં પણ બે દિવસની મંદી બાદ આજે ઉછાળો જોવા મળ્યો હતો. સ્મોલકેપ ઈન્ડેક્સ 1558 પોઈન્ટ અને મીડકેપ ઈન્ડેક્સ 1000થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો.

આ પણ વાંચોઃ 2014થી 2024ના સમયગાળા દરમિયાન બેંકોએ રૂ.16.6 લાખ કરોડના માંડીવાળેલા દેવામાંથી લગભગ 16 ટકા રકમ જ વસૂલ કરી

આઈટી-પીએસયુ શેરોમાં આકર્ષક ખરીદી

આઈટી અને પીએસયુ શેરોમાં આજે આકર્ષક ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. રિયાલ્ટી ઈન્ડેક્સ પણ 3 ટકાથી વધુ ઉછળ્યો હતો. અન્ય સેક્ટરોલ ઈન્ડેક્સમાં પાવર, મેટલ, ઓટો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ 1 ટકાથી વધુ ઉછળ્યો હતો.

જિયોજિત ફાઈનાન્સિયલ સર્વિસિઝના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, ભારતીય શેરબજાર અપકમિંગ બજેટમાં રાહતો જાહેર થવાના આશાવાદ સાથે સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. બજેટમાં વપરાશ અને રોજગાર સર્જન પર ફોકસ થાય તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. જેના લીધે આજે સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી. અન્ય મુખ્ય ઈન્ડેક્સ પણ પાંચ વર્ષની સરેરાશ પર ટ્રેડ થઈ રહ્યા છે. જે લાંબા ગાળે સ્થાનિક આઉટલૂક પોઝિટિવ રહેવાની શક્યતા દર્શાવે છે. રોકાણકારો હવે અમેરિકાની ફેડ રિઝર્વની બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જેથી હાલ માર્કેટમાં સાવચેતી જોવા મળી શકે છે.

બજેટ પૂર્વે સેન્સેક્સ બે દિવસમાં 1166 પોઈન્ટ ઉછળ્યો, સ્મોલ-મીડ કેપમાં આકર્ષક ખરીદી 2 - image


Google NewsGoogle News