સેન્સેક્સ 1500 પોઈન્ટ ઉછળી રેકોર્ડ ટોચે બંધ, નિફ્ટી 25800 ક્રોસ, 6.6 લાખ કરોડની કમાણી
Stock Market Closing Bell: શેરબજારમાં મેટલ, ઓટો, રિયાલ્ટી,બેન્કિંગ શેર્સમાં આકર્ષક ખરીદી સાથે સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક ટોચે બંધ આપવામાં સફળ રહ્યા છે. સેન્સેક્સે આજે ઈન્ટ્રા ડે 1509.66 પોઈન્ટ ઉછળી 84694.46નું ઓલટાઈમ હાઈ લેવલ નોંધાવ્યા બાદ અંતે 1359.51 પોઈન્ટ ઉછાળે 84544.31 પર બંધ આપ્યું હતું. નિફ્ટી પણ 375.15 પોઈન્ટ ઉછળી 25790.95ની સર્વોચ્ચ ટોચે બંધ રહ્યો હતો. ઈન્ટ્રા ડે 25849.25ની રેકોર્ડ ટોચ નોંધાવી હતી.
શેરબજારમાં ટોચના 13 સેક્ટરોલ ઈન્ડાઈસિસમાંથી 12 ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. જેમાં નિફ્ટી એફએમસીજી, ઓટો, રિયાલ્ટી, મેટલ ઈન્ડેક્સ 1-2 ટકા વધ્યા છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ સતત સાતમા ટ્રેડિંગ સેશનમાં તેજી સાથે બંધ રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, અને કોટક મહિન્દ્રા બેન્કનો શેર ઉછળ્યો છે.
આ પણ વાંચોઃ આયાત ડ્યુટીમાં વધારાના નામે ખાદ્ય તેલના વેપારીઓની ઉઘાડી લૂંટ, કેન્દ્ર સરકારે કરી લાલ આંખ
રોકાણકારોને કમાણી
શેરબજારમાં સાર્વત્રિક તેજી વચ્ચે બીએસઈ માર્કેટ કેપ આજે રૂ. 471.84 લાખ કરોડની રેકોર્ડ ટોચે નોંધાયું છે. રોકાણકારોની મૂડી આજે 6.16 લાખ કરોડ વધી છે. ઈન્વેસ્ટેબલ માર્કેટ ઈન્ડેક્સમાં ભારતીય શેરબજાર ચીનને ક્રોસ કરી છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે. જેની અસર પણ શેરબજાર પર જોવા મળી છે. બીજી તરફ ફેડ દ્વારા વ્યાજના દરો ઘટતાં વિદેશી રોકાણ વધવાની શક્યતાઓ વધી છે. લોટસડ્યુ વેલ્થ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સના ફાઉન્ડર અને સીઈઓ અભિષેક બેનરજીએ જણાવ્યું હતું કે, નિફ્ટી ઈન્વેસ્ટેબલ માર્કેટ ઈન્ડેક્સ MSCI EM માં ચીનને ક્રોસ કરી આગળ નીકળતાં છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે. જે ભારતને યુદ્ધના માહોલ વચ્ચે પણ રોકાણ અર્થે સુરક્ષિત દેશ તરીકે દર્શાવે છે.
મેટલ શેર્સમાં તેજી
મેટલ ઈન્ડેક્સમાં છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં પ્રોફિટ બુકિંગ નોંધાયા બાદ આજે ખરીદી વધી છે. જેએસડબ્લ્યૂ સ્ટીલ, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો સહિતના શેર્સમાં આકર્ષક ઉછાળા સાથે ઈન્ડેક્સ 1.7 ટકા વધ્યો છે. મેટલ શેર્સમાં તેજી પાછળનું કારણ રેટિંગ એજન્સી મોર્ગન સ્ટેન્લી અને મેક્વેરી દ્વારા રેટિંગમાં વધારો છે. બીજી તરફ ડિફેન્સ સ્ટોક્સ પણ આજે 10 ટકા સુધી વધ્યા છે.