બજાર બાઉન્સબેક : સેન્સેક્સ 485 પોઈન્ટનો ઘટાડો પચાવી 694 પોઈન્ટ વધીને 79477
- નિફટી ૧૫૩ પોઈન્ટનો ઘટાડો પચાવી અંતે ૨૧૮ પોઈન્ટ વધીને ૨૪૨૧૩
- અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનું પલડું ભારે હોવાની હવા : FPIs/FIIની કેશમાં રૂ.૨૫૬૯ કરોડની ચોખ્ખી વેચવાલી
મુંબઈ : અમેરિકામાં રાષ્ટ્ર પ્રમુખની યોજાઈ રહેલી ચૂંટણીમાં કમલા હેરિસ સામે ડોનાલ્ડ ટ્રમ્પનું પલડું ભારે હોવાના અહેવાલો વહેતાં થતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં આજે યુ-ટર્ન આવ્યો હતો. શેરોમાં આરંભમાં ફોરેન ફંડોની સતત વેચવાલીના દબાણે એફએમસીજી, આઈટી, કેપિટલ ગુડઝ ફ્રન્ટલાઈન શેરોમાં ઘટાડા પાછળ સેન્સેક્સ આરંભમાં ૪૮૫.૫૪ પોઈન્ટ ગબડીને નીચામાં ૭૮૨૯૬.૭૦ સુધી આવી ગયો હતો. જે ઘટયામથાળેથી ફંડોએ મેટલમાં સ્ટીલ પર એન્ટિ-ડમ્પિંગ ડયુટીના અહેવાલે અને સ્ટીલના ભાવોમાં વધારો થયાના સમાચારે મેટલ-માઈનીંગ શેરો અને એમએસસીઆઈ ઈન્ડેક્સમાં ૭, નવેમ્બરના થનારા ફેરફાર-સમીક્ષા થકી એચડીએફસી બેંકમાં ૧.૯ અબજ ડોલરનો પ્રવાહ ઠલવાશે એવા અંદાજે બેંકિંગ શેરોમાં એક્સિસ બેંક, એચડીએફસી બેંક સહિતમાં આકર્ષણે ઘટાડો પચાવી સેન્સેક્સ ઉપરમાં ૭૯૫૨૩.૧૩ સુધી પહોંચી અંતે ૬૯૪.૩૯ પોઈન્ટ વધીને ૭૯૪૭૬.૬૩ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ આરંભમાં ૧૫૨.૬૦ પોઈન્ટ ઘટીને નીચામાં ૨૩૮૪૨.૭૫ સુધી આવ્યા બાદ ઘટાડો પચાવી ઉપરમાં ૨૪૨૨૯.૦૫ સુધી જઈ અંતે ૨૧૭.૯૫ પોઈન્ટ વધીને ૨૪૨૧૩.૩૦ બંધ રહ્યો હતો.
MSCI ઈન્ડેક્સમાં ફેરફાર : એચડીએફસી બેંક ૧.૯ અબજ ડોલરના પ્રવાહના અંદાજે રૂ.૪૪ ઉછળ્યો
બેંકિંગ શેરોમાં આજે ફંડોની મોટી ખરીદી થઈ હતી. એમએસસીઆઈ ઈન્ડેક્સમાં ૭, નવેમ્બરના થનારા ફેરફાર થકી એચડીએફસી બેંકમાં ૧.૯ અબજ ડોલર જેટલો રોકાણ પ્રવાહ ઠલવાશે એવા અંદાજે શેરમાં મોટી ખરીદી થતાં રૂ.૪૩.૯૦ ઉછળી રૂ.૧૭૫૭.૯૫ બંધ રહ્યો હતો. એક્સિસ બેંક રૂ.૩૧.૧૦ વધીને રૂ.૧૧૭૧.૧૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૬.૪૫ વધીને રૂ.૧૦૯૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૯.૩૫ વધીને રૂ.૮૪૯.૨૦, બેંક ઓફ બરોડા રૂ.૫.૦૫ વધીને રૂ.૨૫૭.૮૦, કેનેરા બેંક રૂ.૧.૬૫ વધીને રૂ.૧૦૩.૬૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૭.૫૦ વધીને રૂ.૧૭૫૬, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૯.૫૦ વધીને રૂ.૧૨૯૫.૯૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૨૧૮.૫૮ પોઈન્ટ ઉછળીને ૫૯૫૨૧.૪૩ બંધ રહ્યો હતો.
સ્ટીલ કંપનીઓના ભાવ વધારાના અહેવાલે મેટલ શેરોમાં તેજી : જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ વધ્યા
સ્ટીલ કંપનીઓ દ્વારા ભાવમાં વધારો કરવામાં આવ્યાના અને એન્ટિ-ડમ્પિંગ ડયુટીના અહેવાલ સાથે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણીમાં વિજયની શકયતાના અહેવાલે મેટલ-માઈનીંગ શેરોમાં ખરીદી રહી હતી. જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૪૫.૧૦ વધીને રૂ.૯૯૯.૯૫, સેઈલ રૂ.૪.૬૫ વધીને રૂ.૧૧૮.૫૫, ટાટા સ્ટીલ રૂ.૫.૩૫ વધીને રૂ.૧૫૨.૩૦, એનએમડીસી રૂ.૮.૧૫ વધીને રૂ.૨૩૪.૭૦, હિન્દાલ્કો રૂ.૨૨.૭૫ વધીને રૂ.૬૯૭.૫૫, જિન્દાલ સ્ટીલ રૂ.૨૫.૯૦ વધીને રૂ.૯૩૫.૨૦, વેદાન્તા રૂ.૧૧.૦૫ વધીને રૂ.૪૬૯.૭૫, કોલ ઈન્ડિયા રૂ.૭.૬૫ વધીને રૂ.૪૩૫.૩૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૭૩૭.૫૦ પોઈન્ટ ઉછળીને ૩૧૭૦૩.૩૮ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં કંટ્રોલ પ્રિન્ટ, ઓનવર્ડ, ઝેગલ પ્રિપેઈડ, સોનાટા ઘટયા : રામકો સિસ્ટમ્સ, બ્લેક બોક્સમાં તેજી
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે એકંદર પ્રોફિટ બુકિંગ થયું હતું. કંટ્રોલ પ્રિન્ટ રૂ.૨૧.૨૫ ઘટીને રૂ.૭૦૭.૨૫, ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૬.૮૦ ઘટીને રૂ.૩૩૮.૩૫, ઝેગલ પ્રિપેઈડ રૂ.૭.૮૫ ઘટીને રૂ.૪૧૪.૭૦, સોનાટા સોફ્ટવેર રૂ.૧૧.૨૦ ઘટીને રૂ.૬૦૦.૧૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૦.૩૦ ઘટીને રૂ.૭૦૧.૫૦, કેપિઆઈટી ટેકનો રૂ.૧૫.૭૦ ઘટીને રૂ.૧૩૮૮.૫૦ રહ્યા હતા. જ્યારે રામકો સિસ્ટમ રૂ.૪૧.૩૫ ઉછળી રૂ.૪૩૦.૧૫, ઈન્ફોબિન્સ ટેકનો રૂ.૨૬.૧૫ વધીને રૂ.૪૪૩.૧૫, બ્લેક બોક્સ રૂ.૨૪.૩૦ વધીને રૂ.૫૨૬.૪૦, જેનેસિસ ઈન્ટરનેશનલ રૂ.૩૨.૫૫ વધીને રૂ.૭૯૯.૭૦, નેલ્કો રૂ.૨૩.૯૦ વધીને રૂ.૯૨૦, સાસ્કેન ટેકનોલોજી રૂ.૫૨.૬૦ વધીને રૂ.૧૭૯૦.૧૫, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૧૩.૮૦ વધીને રૂ.૫૬૬.૭૫ રહ્યા હતા.
ઓઈલ ઈન્ડિયા રિઝલ્ટ પૂર્વે રૂ.૨૩ ઉછળી રૂ.૪૯૫ : ઈન્દ્રપ્રસ્થ ગેસ, એચપીસીએલ, અદાણી ગેસમાં મજબૂતી
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સતત મજબૂત રહી બ્રેન્ટ ક્રુડના ૭૫.૪૧ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૭૧.૭૯ ડોલર નજીક રહ્યા સાથે ઓઈલ કંપનીઓના પરિણામોના આકર્ષણે ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. ઓઈલ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામ જાહેર થતાં પૂર્વે શેર રૂ.૨૩ વધીને રૂ.૪૯૫.૪૫ રહ્યો હતો. ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૭.૬૦ વધીને રૂ.૪૨૦.૩૫, એચપીસીએલ રૂ.૬.૫૦ વધીને રૂ.૩૭૫, અદાણી ટોટલ ગેસ રૂ.૧૦.૧૦ વધીને રૂ.૭૨૧.૫૦, બીપીસીએલ રૂ.૪.૨૦ વધીને રૂ.૩૦૭.૭૦ રહ્યા હતા.
ઓટો શેરોમાં રિકવરી : બજાજ ઓટો રૂ.૨૯૫ વધીને રૂ.૯૮૨૧ : ટીવીએસ મોટર, આઈશર, મારૂતી વધ્યા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોની આજે ઘટાડે ખરીદી થતાં રિકવરી આવી હતી. બજાજ ઓટો રૂ.૨૯૫.૮૫ વધીને રૂ.૯૮૨૧, ટીવીએસ મોટર રૂ.૪૮.૦૫ વધીને રૂ.૨૪૬૦.૧૦, આઈશર મોટર્સ રૂ.૭૭.૭૫ વધીને રૂ.૪૯૦૯.૯૫, મારૂતી સુઝુકી રૂ.૧૬૩.૯૫ વધીને રૂ.૧૧,૨૧૭.૯૫, અશોક લેલેન્ડ રૂ.૩ વધીને રૂ.૨૧૧.૭૦, ટાટા મોટર્સ રૂ.૧૧.૩૫ વધીને રૂ.૮૩૫.૪૫, બોશ રૂ.૨૮૨.૯૦ વધીને રૂ.૩૫,૫૭૯.૯૫, હીરો મોટોકોર્પ રૂ.૧૨.૧૫ વધીને રૂ.૪૮૧૮.૪૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૭.૩૫ વધીને રૂ.૨૮૯૦.૬૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૩૨.૩૫ પોઈન્ટ વધીને ૫૪૦૬૬.૪૭ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં વેચવાલીએ એલટી ફૂડ્સ, ડોડલા ડેરી, કાવેરી સીડ, એલટી ફૂડ્સ, જયોતી લેબ્સ ઘટયા
એફએમસીજી કંપનીઓના શેરોમાં આજે સતત ફંડોએ તેજીનો વેપાર હળવો કર્યો હતો. એલટી ફૂડ્સ રૂ.૧૭.૮૦ ઘટીને રૂ.૩૮૧.૫૦, જયોતી લેબ્સ રૂ.૧૭.૧૦ ઘટીને રૂ.૪૯૧.૧૫, વીએસટી રૂ.૭.૬૦ ઘટીને રૂ.૩૩૫, ડોડલા ડેરી રૂ.૧૭.૯૦ ઘટીને રૂ.૧૧૭૦.૧૫, કાવેરી સીડ્સ રૂ.૧૩.૦૫ ઘટીને રૂ.૯૨૫.૪૦, આઈટીસી રૂ.૪.૬૫ ઘટીને રૂ.૪૮૦.૦૫ રહ્યા હતા. જ્યારે તિલકનગર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૭.૩૦ ઉછળી રૂ.૩૩૮.૬૫, ચમનલાલ શેટિયા રૂ.૪૭.૨૦ વધીને રૂ.૩૫૬.૮૫, હેટસન એગ્રો રૂ.૮૭.૩૦ વધીને રૂ.૧૧૫૦, સોમ ડિસ્ટીલરીઝ રૂ.૪.૩૫ વધીને રૂ.૧૦૫.૬૦, ત્રિવેણી એન્જિનિયરીંગ રૂ.૧૪.૨૦ વધીને રૂ.૪૧૭.૭૦, અદાણી વિલમર રૂ.૧૦.૯૫ વધીને રૂ.૩૪૨.૨૫ રહ્યા હતા.
ઘટાડે સ્મોલ, મિડ કેપ શેરોમાં ખેલંદાઓ, ફંડોની પસંદગીની તેજી : ૨૪૬૮ શેરો પોઝિટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ આજે બજારે યુ-ટર્ન લીધા સાથે સ્મોલ કેપ શેરોમાં આજે ખેલંદાઓ, ફંડોએ ઘટાડે પસંદગીનું વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૪૬૮ અને ઘટનારની સંખ્યા ૧૪૭૮ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૨૫૬૯ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૩૦૩૧ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે મંગળવારે કેશમાં શેરોમાં વધુ રૂ.૨૫૬૯.૪૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૧,૮૫૧.૪૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૪૨૦.૮૮ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૩૦૩૦.૯૬ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૨,૬૧૬.૭૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૫૮૫.૭૬ કરોડની વેચવાલી થઈ હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૨.૭૭ લાખ કરોડ વધીને રૂ.૪૪૪.૮૮ લાખ કરોડ પહોંચી
શેરોમાં આજે રિકવરી સાથે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે એક દિવસમાં રૂ.૨.૭૭ લાખ કરોડ વધીને રૂ.૪૪૪.૮૮ લાખ કરોડ પહોંચ્યું હતું.