Stock Market High: શેર બજાર શિખર પર, નિફ્ટી 24,200 ની ઉપર, સેન્સેક્સ 79,840 પર ખૂલ્યો
Sensex first time Near 80000 mark: ભારતીય શેર બજાર માટે મંગળવારનો દિવસ મંગળમય સાબિત થતો દેખાઇ રહ્યો છે. શેર બજારની નવા ઐતિહાસિક શિખર પર શરૂઆત થઇ છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને નવા રેકોર્ડ હાઇ બનાવ્યો છે. બીએસઇનો સેન્સેક્સ 364.18 પોઇન્ટ એટલે કે 0.46 ટકાની ઉંચાઇ સાથે 79,840.37 પર ખુલ્યો છે. એનએસઇનો નિફ્ટી 86.80 પોઇન્ટ 0.36 ટકાના વધારા સાથે 24,228.75 ના લેવલ પર છે.
શેર માર્કેટમાં મંગળવારે કારોબાર શરૂ થતાં જ બીએસઇનો સેન્સેક્સ 211.30 પોઇન્ટ એટલે કે 0.27 ટકા વધીને 79,687.49 પર ઓપન થયો હતો, તો બીજી તરફ નિફ્ટી ઓપનિંગ સાથે જ 60.20 પોઇન્ટ એટલે 0.25 ટકા વધીને 24,202.20 નવા ઓલ ટાઇમ હાઇ લેવલ પર પહોંચી ગયો હતો.
બજાર ખૂલતાંની સાથે જ 1935 શેરોમાં તેજી જોવા મળી છે, 536 શેરોમાં ઘટાડો નોંધાયો છે અને 97 શેરોમાં કોઇ ફેરફાર થયો નથી. શરૂઆતી કારોબાર દરમિયાન આયશર મોટર્સ, વિપ્રો, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજી અને હીરો મોટોકોર્પ નિફ્ટી પર સૌથી વધારા સાથે કારોબાર કરી રહ્યા હતા. તો બીજી તરફ બજાજ ઓટો, સન ફાર્મા, બજાજ ફાઇનાન્સ, ટાટા મોટર્સ અને અદાણી એન્ટરપ્રાઇઝસમાં ઘટાડો જોવા મળ્યો હતો.