Get The App

સેન્સેક્સ 584 પોઈન્ટનો ઘટાડો પચાવી અંતે 364 પોઈન્ટ ઉછળીને 80360

- નિફટી સ્પોટ ૧૨૮ પોઈન્ટ વધીને ૨૪૪૬૭ : ઓટો, હેલ્થકેર, આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ

- શુક્રવારે ૧લી નવેમ્બરના મૂહુર્ત ટ્રેડીંગ સત્ર યોજાશે : FPIs/FIIની રૂ.૫૪૮ કરોડની ચોખ્ખી વેચવાલી

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
સેન્સેક્સ  584 પોઈન્ટનો ઘટાડો પચાવી  અંતે 364 પોઈન્ટ ઉછળીને 80360 1 - image


મુંબઈ : ધનતેરસના આજે ફરી ભારતીય શેર બજારોમાં ધનવર્ષા થઈ હતી. ફોરેન પોર્ટ ફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની શેરોમાં સતત એકધારી વેચવાલી ચાલુ રહેતાં અને સંવત ૨૦૮૦ પૂરૂ થઈ રહ્યું હોઈ શેરોમાં આવેલા મોટા કરેકશનમાં રિટેલ ઈન્વેસ્ટરો પણ સાવચેત થઈને આ ઘટાડાના દોરમાં ૨૫થી ૩૦ ટકા પોર્ટફોલિયો વેલ્યુ ઘટી ગઈ હોઈ વેચવાલ બનતાં આજે ટ્રેડીંગની શરૂઆત નરમાઈએ થઈ હતી. જે ઘટયામથાળે ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં મોટી ખરીદી કરતાં અને કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ શેરોમાં પસંદગીની ખરીદીએ બજારે આજે યુ-ટર્ન લીધો હતો. શેરોમાં આરંભમાં ઓટોમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સ, મારૂતી સુઝુકી, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો સહિતમાં મોટી વેચવાલી થતાં અને હેલ્થકેર, આઈટી શેરોમાં નરમાઈના પરિણામે સેન્સેક્સ ૫૮૩.૬૯ પોઈન્ટના ઘટાડે નીચામાં ૭૯૪૨૧.૩૫ સુધી આવ્યા બાદ બેંકિંગ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આગેવાની લઈ આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેંક સાથે કેપિટલ ગુડઝ, પાવર શેરો એનટીપીસી, લાર્સન એન્ડ ટુબ્રો, પાવર ગ્રીડ કોર્પોરેશન સહિતમાં તેજીએ સેન્સેક્સે ઘટાડો પચાવી ઉપરમાં ૮૦૪૫૦.૪૮ સુધી પહોંચી અંતે ૩૬૩.૯૯ પોઈન્ટ વધીને ૮૦૩૬૯.૦૩ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ આરંભમાં ૧૯૩.૩૦ પોઈન્ટના ઘટાડે નીચામમાં ૨૪૧૪૦.૮૫ સુધી આવી ગયા બાદ ઘટયામથાળેથી રિકવર થઈ ઉપરમાં ૨૪૪૮૪.૫૦ સુધી પહોંચી અંતે ૧૨૭.૭૦ પોઈન્ટ વધીને ૨૪૪૬૬.૮૫ બંધ રહ્યો હતો. ક્રુડ ઓઈલના વૈશ્વિક ભાવમાં ૬ ટકાના ઘટાડા બાદ ફરી રિકવરી સાથે વૈશ્વિક બજારોમાં એકંદર મજબૂતી રહી હતી.

બેંકિંગ શેરોમાં આક્રમક તેજી : સ્ટેટ બેંક રૂ.૪૦ ઉછળી રૂ.૮૩૩ : ફેડરલ બેંક, આઈસીઆઈસીઆઈ ઉછળ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ આક્રમક તેજી કરી હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪૦.૬૦ ઉછળી રૂ.૮૩૨.૬૫, ફેડરલ બેંક રૂ.૧૬ ઉછળી રૂ.૨૦૦.૭૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૩૯.૭૫ વધીને રૂ.૧૩૩૨.૪૦, કેનેરા બેંક રૂ.૩.૦૫ વધીને રૂ.૧૦૩.૭૦, બેંક ઓફ બરોડા રૂ.૪.૭૦ વધીને રૂ.૨૫૪.૬૦, એક્સિસ બેંક રૂ.૧૫.૩૫ વધીને રૂ.૧૧૮૬, એચડીએફસી બેંક રૂ.૧૬.૭૦ વધીને રૂ.૧૭૫૧ રહ્યા હતા.

ફાઈનાન્સ શેરોમાં પૂનાવાલા ફિનકોર્પ, હુડકો, હોમ ફર્સ્ટ, બજાજ ટ્વિન્સ, મન્નપુરમ, એમસીએક્સમાં તેજી

ફાઈનાન્શિયલ સર્વિસિઝ શેરોમાં ફંડોની આજે આક્રમક ખરીદી રહી હતી. પૂનાવાલા ફિનકોર્પ રૂ.૧૯.૫૦ વધીને રૂ.૩૩૯.૪૦, હોમ ફર્સ્ટ રૂ.૯૦.૯૦ વધીને રૂ.૧૧૯૩.૮૦, હુડકો રૂ.૧૨.૪૦ વધીને રૂ.૨૧૬.૫૦, મન્નપુરમ ફાઈનાન્સ રૂ.૭.૬૦ વધીને રૂ.૧૫૫.૯૫, મોનાર્ક રૂ.૧૮.૧૦ વધીને રૂ.૪૧૭.૦૫, બજાજ ફિનસર્વ રૂ.૩૭.૭૦ વધીને રૂ.૧૭૬૭.૮૫, બજાજ ફાઈનાન્સ રૂ.૧૧૧.૩૦ વધીને રૂ.૭૦૧૮.૭૦, સેન્ટ્રમ રૂ.૧.૩૭ વધીને રૂ.૩૩.૩૫, એમસીએક્સ રૂ.૨૭૨.૨૫ વધીને રૂ.૬૮૩૪.૨૫, એબીએસએલ એએમસી રૂ..૨૮.૭૦  વધીને રૂ.૭૮૭.૦૫, એચડીએફસી લાઈફ રૂ.૨૫.૪૫ વધીને રૂ.૭૪૩.૧૫, પોલીસી બઝાર રૂ.૫૧.૩૫ વધીનને રૂ.૧૭૧૧, મોતીલાલ ઓસ્વાલ રૂ.૨૮.૧૫ વધીને રૂ.૯૪૭..૯૫ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ શેરોમાં કલ્પતરૂ પાવર રૂ.૮૦ વધીને રૂ.૧૨૬૧ : બીઈએલ, એલએમડબલ્યુ, સિમેન્સ તેજી

કેપિટલ ગુડઝ, પાવર શેરોમાં પણ ફંડોની આજે સિલેક્ટિવ ખરીદી રહી હતી. કલ્પતરૂ પાવર રૂ.૮૦.૧૦ વધીને રૂ.૧૨૬૧.૩૫, બીઈએલ રૂ૧૩.૬૫ વધીને રૂ.૨૮૩.૬૦, એલએમડબલ્યુ રૂ.૬૫૮.૪૫ વધીને રૂ.૧૬,૪૯૬, ભેલ રૂ.૫.૧૫ વધીને રૂ.૨૩૪.૯૫, સિમેન્સ રૂ.૧૫૦.૯૦ વધીને રૂ.૬૯૦૦, એબીબી ઈન્ડિયા રૂ.૧૫૫.૬૦ વધીને રૂ.૭૪૯૩.૦૫, ગ્રાઈન્ડવેલ રૂ.૩૮.૫૫ વધીને રૂ.૨૧૩૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૨૫.૭૫ વધીને રૂ.૪૨૭૬.૭૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૪૦.૮૦ વધીને રૂ.૩૩૮૦.૯૦, ભારત ફોર્જ રૂ.૧૫.૭૦ વધીને રૂ.૧૩૭૮.૮૦ રહ્યા હતા. 

ઓટો શેરોમાં ફંડોનું ઓફલોડિંગ : મારૂતી સુઝુકી રૂ.૪૭૨, ટાટા મોટર્સ રૂ.૩૬, હીરો રૂ.૧૪૦ તૂટયા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે  ફંડોએ મોટું ઓફલોડિંગ કર્યું હતું. મારૂતી સુઝુકી રૂ.૪૭૨.૨૦ તૂટીને રૂ.૧૧,૦૧૦, ટાટા મોટર્સ રૂ.૩૫.૬૫ તૂટીને રૂ.૮૪૩.૦૫,  હીરો મોટોકોર્પ રૂ.૧૩૯.૯૦ તૂટીને રૂ.૪૭૮૫.૬૫, ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૯૧.૩૦ ઘટીને રૂ.૪૫૬૪.૮૦, બજાજ ઓટો રૂ.૧૫૭.૯૫ તૂટીને રૂ.૯૮૪૯.૯૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૭.૮૫ ઘટીને રૂ.૨૭૪૩.૩૫,બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૮.૨૦ ઘટીને રૂ.૨૯૦૯ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૮૨૮.૬૪ પોઈન્ટ ઘટીને ૫૩૭૨૮.૪૯ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર શેરોમાં ડિક્સન ટેકનોલોજી રૂ.૬૮૯ ઉછળીને રૂ.૧૪૯૩૨ : બ્લુ સ્ટાર, અંબરમાં આકર્ષણ

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. ડિક્સન ટેકનોલોજી રૂ.૬૮૯.૩૫ વધીને રૂ.૧૪,૯૩૧.૬૦, બ્લુ સ્ટાર રૂ.૨૩.૯૦ વધીને રૂ.૧૮૪૭, રાજેશ એક્ષપોર્ટસ રૂ.૨.૮૫ વધીને રૂ.૨૪૫.૫૦, અંબર રૂ.૪૪.૩૫ વધીને રૂ.૬૨૭૭, વોલ્ટાસ રૂ.૮.૩૦ વધીને રૂ.૧૭૭૦.૫૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૭.૧૦ વધીને રૂ.૧૬૭૫.૯૦ રહ્યા હતા.

મેપમાય ઈન્ડિયા રૂ.૬૪, કંટ્રોલ પ્રિન્ટ રૂ.૫૦, સિગ્નિટી, ઈમુદ્રા, ઈન્ફોસીસ, કેપીઆઈટી ઘટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ થયું હતું. કંટ્રોલ પ્રિન્ટ રૂ.૫૦ તૂટીને રૂ.૭૨૯.૯૫, મેપાય ઈન્ડિયા રૂ.૬૩.૮૦ ઘટીને રૂ.૧૮૬૨.૬૦, ઈમુદ્રા રૂ.૧૬.૯૦ ઘટીને રૂ.૮૬૫.૫૫, ન્યુજેન રૂ.૨૧.૧૫ ઘટીને રૂ.૧૨૧૧, ઈન્ફોસીસ રૂ.૨૭.૫૦ ઘટીને રૂ.૧૮૩૮.૭૫, કેપીઆઈટી રૂ.૧૬ ઘટીને રૂ.૧૩૬૭.૮૦, હેપ્પિએસ્ટ માઈન્ડ રૂ.૪.૮૫ ઘટીને રૂ.૭૬૨.૩૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની ફરી પસંદગીની ખરીદી : માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૧૮૯ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં ઓપરેટરો, ખેલંદાઓ, ફંડોએ આજે ફરી પસંદગીની ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૯૧  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૮૯ રહી હતી. જ્યારે ઘટનારની સંખ્યા ૧૬૭૯ રહી હતી. 

સંવત ૨૦૮૧ : એનએસઈ, બીએસઈમાં મૂહુર્ત ટ્રેડીંગ સત્ર શુક્રવાર ૧લી નવેમ્બરના સાંજે ૬ વાગ્યે યોજાશે

નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ), બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) પર શુક્રવારે ૧લી નવેમ્બર ૨૦૨૪ના સાંજે દિવાળીના નવા સંવત ૨૦૮૧ માટે મૂહુર્ત ટ્રેડીંગ સત્ર યોજાશે. સાંજે ૬ વાગ્યાથી ૭ વાગ્યા સુધી આ એક કલાક આ ટ્રડીંગ સત્ર યોજાશે. પ્રિ-ઓપનીંગ સત્ર સાંજે ૫.૪૫થી ૬.૦૦ સુધી યોજાશે.

FPIs/FIIની કેશમાં રૂ.૫૪૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૭૩૦ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશમાં રૂ.૫૪૮.૬૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૫,૫૦૮.૫૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૦૫૭.૧૯ કરોડની વેચવાલી  કરી હતી.  જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ આજે રૂ.૭૩૦.૧૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૨,૮૨૩.૭૭  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૦૯૩.૬૪ કરોડની વેચવાલી કરી હતી.


Sensex

Google NewsGoogle News