Get The App

ઈન્ટ્રા-ડે 722 પોઈન્ટના કડાકા બાદ અંતે સેન્સેક્સ 203 પોઈન્ટ ઘટીને 82352

- નિફટી ૧૯૬ પોઈન્ટના કડાકા બાદ રિકવર થઈ અંતે ૮૧ પોઈન્ટ ઘટીને ૨૫૧૯૮

- ડાઉ જોન્સ, નાસ્દાકના કડાકા પાછળ વૈશ્વિક બજારોમાં ધોવાણ : સ્મોલ, મિડ કેપ, આઈટી, બેંકિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
ઈન્ટ્રા-ડે 722 પોઈન્ટના કડાકા બાદ અંતે સેન્સેક્સ 203 પોઈન્ટ ઘટીને 82352 1 - image


મુંબઈ : અમેરિકીમાં રોજગારીમાં વૃદ્વિ મંદ પડી રહ્યાના અહેવાલો વચ્ચે શેર બજારોમાં ગઈકાલે ડાઉ જોન્સ અને નાસ્દાકમાં ટેકનોલોજી શેરોમાં કડાકો બોલાઈ જતાં વૈશ્વિક બજારોમાં ધોવાણ સાથે ભારતીય શેર બજારોમાં આજે આઈટી શેરો પાછળ આરંભમાં મોટા આંચકા આવ્યા હતા. ફંડોએ આઈટી, બેંકિંગ શેરોમાં મોટી વેચવાલી સેન્સેક્સ, નિફટીમાં આરંભિક કડાકા બાદ અંતે શોર્ટ કવરિંગે મોટો ઘટાડો બજારે પચાવ્યો હતો. સ્ટેટ બેંક, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઈનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેમ જ આઈટી શેરોમાં ઈન્ફોસીસ, ટીસીએસ સહિતમાં ઓફલોડિંગે સેન્સેક્સ આરંભમાં ૭૨૧.૭૫ પોઈન્ટના કડાકે  નીચામાં ૮૧૮૩૩.૬૯ સુધી ખાબકી ગયા બાદ શોર્ટ કવરિંગ સાથે રિલાયન્સ, હિન્દુસ્તાન યુનિલિવર, એશીયન પેઈન્ટસ, સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ સહિતમાં આકર્ષણે મોટા કવરિંગે અંતે ૨૦૨.૮૦ પોઈન્ટ ઘટીને ૮૨૩૫૨.૬૪ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ પણ આરંભમાં ૧૯૬.૦૫ પોઈન્ટના કડાકે નીચામાં ૨૫૦૮૩.૮૦ સુધી આવી અંતે કવરિંગે ૮૧.૧૫ પોઈન્ટ ઘટીને ૨૫૧૯૮.૭૦ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં ફંડો તેજીનો વેપાર હળવો કરવા લાગ્યા : ફેડરલ બેંક, સ્ટેટ બેંક, એક્સિસ બેંક, બીઓબી ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડો તેજીનો વેપાર હળવો કરવા લાગતાં આજે વ્યાપક નરમાઈ જોવાઈ હતી. ફેડરલ બેંક રૂ.૬.૭૫ ઘટીને રૂ.૧૮૭.૮૫, બેંક ઓફ બરોડા રૂ.૭.૨૫ ઘટીને રૂ.૨૪૩.૪૫, કેનેરા બેંક રૂ.૨.૭૫ ઘટીને રૂ.૧૦૮.૬૦, એક્સિસ બેંક રૂ.૧૪.૩૦ ઘટીને રૂ.૧૧૭૭.૫૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૮.૨૫ ઘટીને રૂ.૮૧૬.૫૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૨.૦૫ ઘટીને રૂ.૧૨૩૫.૭૫ રહ્યા હતા. આ સાથે જીઆઈસી રી રૂ.૨૩.૨૫ ઘટીને રૂ.૩૯૮, આરબીએલ બેંક રૂ.૯.૧૦ ઘટીને રૂ.૨૧૬.૯૦, વીએલએસ ફાઈનાન્સ રૂ.૧૫.૫૦ ઘટીને રૂ.૩૯૦, હુડકો રૂ.૬.૯૫ ઘટીને રૂ.૨૬૬.૫૫, કર્ણાટક બેંક રૂ.૫.૨૫ ઘટીને રૂ.૨૨૦.૫૫ રહ્યા હતા.

નાસ્દાક પાછળ આઈટી શેરોમાં કડાકો : વિપ્રો રૂ.૧૭ તૂટી રૂ.૫૧૯ : બ્લેક બોક્સ, નેટવેબ, ઓરેકલ ઘટયા

અમેરિકી શેર બજારોમાં ગઈકાલે નાસ્દાકમાં મોટું ગાબડું પડતાં આઈટી શેરોમાં આજે મોટી વેચવાલી નીકળી હતી. વિપ્રો રૂ.૧૭ તૂટી રૂ.૫૧૯.૧૫, બ્લેક બોક્સ રૂ.૧૪.૭૦ ઘટીને રૂ.૫૩૧.૧૦, નેટવેબ રૂ.૬૮.૭૦ તૂટીને રૂ.૨૬૮૧.૪૫, એક્સિસકેડ્સ રૂ.૧૪.૫૫ ઘટીને રૂ.૫૭૨.૧૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૨૨૯.૩૦ ઘટીને રૂ.૧૧,૨૧૩.૨૫, ટાટા એલેક્સી રૂ.૧૨૧.૮૫ ઘટીને રૂ.૭૭૪૮.૮૫, એમ્ફેસીસ રૂ.૩૭.૫૦ ઘટીને રૂ.૩૦૮૯.૮૫, કોફોર્જ રૂ.૭૬.૬૦ ઘટીને રૂ.૬૩૩૦.૯૫, માસ્ટેક રૂ.૩૪.૪૫ ઘટીને રૂ.૨૮૭૧, ઈન્ફોસીસ રૂ.૧૮.૧૫ ઘટીને રૂ.૧૯૨૨.૦૫, ટીસીએસ રૂ.૩૦.૯૦ ઘટીને રૂ.૪૪૮૧.૩૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૯૬.૧૭ પોઈન્ટ ઘટીને ૪૩૧૧૬.૦૯ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં તેજી : પિરામલ ફાર્મા રૂ.૨૦ ઉછળી રૂ.૨૧૩ : મોરપેન, સુપ્રિયા લાઈફ, માર્કસન્સ ઉછળ્યા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે વ્યાપક આકર્ષણ જોવાયું હતું. ચોમાસાના કારણે રોગચાળો ફેલાવાનું જોખમ વધવા સાથે દવાની માંગમાં વધારો થઈ રહ્યાના અહેવાલે ફંડોનું ફાર્મા શેરોમાં આકર્ષણ રહ્યું હતું. પિરામલ ફાર્મા રૂ.૨૦ ઉછળી રૂ.૨૧૨.૯૫, મોરપેન લેબ રૂ.૮.૪૪ ઉછળી રૂ.૯૦.૬૪, સુપ્રિયા લાઈફ રૂ.૪૮.૬૫ ઉછળી રૂ.૫૮૭.૭૦, માર્કસન્સ ફાર્મા રૂ.૧૮.૬૦ વધીને રૂ.૨૬૧.૩૦, શિલ્પા મેડી રૂ.૪૮.૮૦ વધીને રૂ.૮૧૩.૩૦, બ્લિસ જીવીએસ રૂ.૬.૦૫ વધીને રૂ.૧૨૭.૮૫, બાયોકોન રૂ.૧૭.૭૫ વધીને રૂ.૩૭૯.૩૦, એફડીસી રૂ.૨૬.૨૫ વધીને રૂ.૫૭૧.૭૦, ઈન્ડોકો રેમેડીઝ રૂ.૧૬.૮૦ વધીને રૂ.૩૭૬.૬૫, એલેમ્બિક ફાર્મા રૂ.૪૬.૨૫ વધીને રૂ.૧૧૧૩ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૪૦૫.૪૯ પોઈન્ટ ઉછળી ૪૩૪૪૧.૦૯ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં પ્રોફિટ બુકિંગ : મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એક્સાઈડ, બજાજ ઓટો, ટાટા મોટર્સ, મારૂતી ઘટયા

ઓટોમોબાઈલ શેરોમાં પણ આજે ફંડોનું સાધારણ પ્રોફિટ બુકિંગ થયું હતું. એક્સાઈડ રૂ.૫.૧૫ ઘટીને રૂ.૪૮૩.૬૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૭.૯૦ ઘટીને રૂ.૨૭૫૬.૫૫, બજાજ ઓટો રૂ.૫૫.૬૦ ઘટીને રૂ.૧૦,૯૮૮, ટાટા મોટર્સ રૂ.૩.૫૫ ઘટીને રૂ.૧૦૮૨, મારૂતી સુઝુકી રૂ.૩૦.૨૫ ઘટીને રૂ.૧૨,૩૭૭.૩૫, આઈશર મોટર્સ રૂ.૧૧.૭૦ ઘટીને રૂ.૪૮૫૫.૯૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૧૪.૮૭ પોઈન્ટ ઘટીને ૫૮૬૩૭.૧૩ બંધ રહ્યો હતો.

કોલ ઈન્ડિયા રૂ.૧૪ ઘટીને રૂ.૫૦૫ : એનએમડીસી, નાલ્કો, હિન્દાલ્કો, સેઈલ, વેદાન્તા, ટાટા સ્ટીલ ઘટયા

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોનું પ્રોફિટ બુકિંગ થયું હતું. કોલ ઈન્ડિયા રૂ.૧૪.૩૫ ઘટીને રૂ.૫૦૫, નાલ્કો રૂ.૪ ઘટીને રૂ.૧૭૪.૬૦, એનએમડીસી રૂ.૩.૭૫ ઘટીને રૂ.૨૧૧.૩૦, હિન્દાલ્કો રૂ.૧૦.૯૫ ઘટીને રૂ.૬૬૭.૯૫, સેઈલ રૂ.૧.૭૦ ઘટીને રૂ.૧૩૦.૧૦, વેદાન્તા રૂ.૪.૬૦ ઘટીને રૂ.૪૫૯.૮૫ રહ્યા હતા.

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પ્રોફિટ બુકિંગ : ટાટા પાવર રૂ.૧૩ ઘટી રૂ.૪૨૦ : ભેલ, એબીબી, લાર્સન ઘટયા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોની આજે નફારૂપી વેચવાલી રહી હતી. ટાટા પાવર રૂ.૧૩.૧૫ ઘટીને રૂ.૪૨૦.૬૫, ભેલ રૂ.૭.૫૫ ઘટીને રૂ.૨૭૮.૭૫, એબીબી ઈન્ડિયા રૂ.૧૧૨.૭૫ ઘટીને રૂ.૭૬૫૬.૨૫, અદાણી પાવર રૂ.૭.૮૫ ઘટીને રૂ.૬૫૦.૭૦, આરવીએનએલ રૂ.૭.૭૦ ઘટીને રૂ.૫૯૨.૬૦, ટીટાગ્રહ રૂ.૧૮.૬૦ ઘટીને રૂ.૧૪૩૧.૯૦, એનબીસીસી રૂ.૧.૮૫ ઘટીને રૂ.૧૮૪.૮૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૩૧.૮૦ ઘટીને રૂ.૩૬૫૮ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગે માર્કેટબ્રેડથ સાધારણ નેગેટીવ : ૨૦૧૯ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ઉછાળે પ્રોફિટ બુકિંગ રહેતાં માર્કેટબ્રેડથ સાધારણ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૩૨ અને ઘટનારની સંખ્યા ૨૦૧૯ રહી હતી.

FPIs/FIIની રૂ.૯૭૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૯૭ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે બુધવારે કેશમાં શેરોમાં રૂ.૯૭૫.૪૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૬,૫૮૫.૧૩  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૬૦૯.૬૭ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૯૭.૩૫ કરોડની ચોખ્ખી ખરીદી  થઈ હતી. કુલ રૂ.૧૩,૫૮૩.૯૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૪૮૬.૫૭ કરોડની વેચવાલી થઈ હતી.

નિક્કી ૧૬૩૯ પોઈન્ટ, ડેક્ષ ૧૬૧ પોઈન્ટ ગબડયા

વૈશ્વિક બજારોમાં ગઈકાલે ડાઉ જોન્સમાં ૬૨૬ પોઈન્ટ અને નાસ્દાકમાં ૫૭૭ પોઈન્ટનું ગાબડું પડયા બાદ આજે એશીયા-પેસેફિક દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૧૬૩૯ પોઈન્ટ તૂટી જવા સાથે યુરોપના બજારોમાં પણ મોટું ધોવાણ થયું હતું. સાંજે લંડન શેર બજારનો ફુત્સી ૪૨ પોઈન્ટનો ઘટાડો, જર્મનીનો ડેક્ષ ૧૬૧ પોઈન્ટનો ઘટાડો અને ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૭૭ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા.

Sensex

Google NewsGoogle News