Get The App

FMCG, બેંકિંગ શેરોમાં વેચવાલીએ સેન્સેક્સ 198 પોઈન્ટ ઘટીને 77860 : સ્મોલ કેપ શેરોમાં ઓફલોડિંગ

Updated: Feb 8th, 2025


Google News
Google News
FMCG, બેંકિંગ  શેરોમાં વેચવાલીએ સેન્સેક્સ 198 પોઈન્ટ ઘટીને 77860 : સ્મોલ કેપ શેરોમાં ઓફલોડિંગ 1 - image


- રિઝર્વ બેંકે અપેક્ષિત 0.25 ટકા રેપો રેટ ઘટાડયા છતાં

- નિફટી સ્પોટ 43 પોઈન્ટ ઘટીને 23560 : કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ, ઓટો શેરોમાં ફંડોની તેજી : FPIs/FIIની કેશમાં રૂ.470 કરોડની ચોખ્ખી વેચવાલી

મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની ધિરાણ નીતિ સમીક્ષામાં અપેક્ષા મુજબ રેપો રેટમાં ૦.૨૫ ટકા ઘટાડો કરવાનો નિર્ણય લેવાયાને બજારે ડિસ્કાઉન્ટ કરીને કોર્પોરેટ પરિણામોની નેગેટીવ અસર અને ફુગાવો-મોંઘવારીના હજુ જોખમી પરિબળે ફંડોએ એફએમસીજી, બેંકિંગ શેરોમાં ઓફલોડિંગ કરતાં સેન્સેક્સ, નિફટી બેઝડ બજારે નરમાઈ  બતાવી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત પૂર્વે નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ ભારતમાં મેન્યુફેકચરીંગ ક્ષેત્રે સારી રિકવરી જોવાઈ રહી હોઈ ભારત આયાતો પરની વધારાની ડયુટી તબક્કાવાર ઘટાડવાનું અને ટેરિફ નીચા લાવવાનું ચાલુ રાખશે એવા કરેલા નિવેદનની નેગેટીવ અસર જોવાઈ હતી. 

સેન્સેક્સ આરંભમાં ૫૮૨ પોઈન્ટ અને નિફટી ૧૬૦ પોઈન્ટના ગાબડાં બાદ અડધોઅડધ ઘટાડો પચાવ્યો

સપ્તાહનો અંતિમ દિવસ રહેતાં નવા કમિટમેન્ટ, મોટી ખરીદીથી દૂર રહી ફંડોએ આજે ઈન્ડેક્સ બેઝડ સાવચેતી બતાવી હતી. અલબત ફંડોની કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ શેરો તેમ જ ઓટોમોબાઈલ શેરોમાં ખરીદીએ બજાર આરંભિક મોટા ઘટાડા બાદ રિકવર થતું જોવાયું હતું. સેન્સેક્સ આરંભમાં ૫૮૨.૪૨ પોઈન્ટના કડાકે નીચામાં ૭૭૪૭૫.૭૪ સુધી આવી પાછો ફરી અંતે ૧૯૭.૯૭ પોઈન્ટ ઘટીને ૭૭૮૬૦.૧૯ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ આરંભમાં ૧૬૦.૧૫ પોઈન્ટના ઘટાડે નીચામાં ૨૩૪૪૩.૨૦ સુધી આવી અંતે ૪૩.૪૦ પોઈન્ટ ઘટીને ૨૩૫૫૯.૯૫ બંધ રહ્યો હતો.

અમેરિકાના ચાઈના પર ટેરિફે એડવાન્ટેજ ઈન્ડિયા : ડિક્સન રૂ.૫૨૧, વોલ્ટાસ રૂ.૬૧ ઉછળ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદીએ બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૭૧૮.૪૮ પોઈન્ટ ઉછળીને ૫૯૦૫૪.૦૪ બંધ રહ્યો હતો. ચાઈના પર અમેરિકાની ટેરિફના પરિણામે અને ભારતમાંથી અમેરિકાનું આઉટસોર્સિંગ વધવાની અપેક્ષાએ ડિક્સન ટેકનોલોજી રૂ.૫૨૧.૦૫ વધીને રૂ.૧૫,૧૬૩.૧૫, બ્લુ સ્ટાર રૂ.૬૦.૬૫ વધીને રૂ.૨૦૩૯.૭૦, વોલ્ટાસ રૂ.૩૦.૭૦ વધીને રૂ.૧૩૮૨, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૦.૦૫ વધીને રૂ.૪૦૧૬, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૦.૪૦ વધીને રૂ.૧૬૧૨.૮૦, ટાઈટન કંપની રૂ.૧૩.૪૦ વધીને રૂ.૩૪૨૪.૧૫ રહ્યા હતા.

મેટલ-માઈનીંગ શેરોમાં વેલ્યુબાઈંગ : ટાટા સ્ટીલ, જિન્દાલ સ્ટીલ, જેએસડબલ્યુ, વેદાન્તામાં આકર્ષણ

અમેરિકાએ ચાઈના પર ટેરિફ લાદતાં અને ચાઈનાએ પણ વળતાં અમેરિકા પર ટેરિફ લાદતાં એડવાન્ટેજ ઈન્ડિયાને લઈ મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની લેવાલી રહી હતી. ટાટા સ્ટીલ રૂ.૫.૭૫ વધીને રૂ.૧૩૮.૩૦, જિન્દાલ સ્ટીલ રૂ.૩૩.૧૫ વધીને રૂ.૮૪૨.૭૫, જેએસડબ લ્યુ સ્ટીલ રૂ.૩૩.૨૫ વધીને રૂ.૯૮૧.૧૫, વેદાન્તા રૂ.૧૧.૭૫ વધીને રૂ.૪૫૫.૫૫, એનએમડીસી રૂ.૧.૫૦ વધીને રૂ.૬૬.૬૬, સેઈલ રૂ.૨.૨૦ વધીને રૂ.૧૧૦.૨૫, હિન્દાલ્કો રૂ.૧૨.૧૫ વધીને રૂ.૬૦૭.૪૫, નાલ્કો રૂ.૪ વધીને રૂ.૨૦૦.૬૫ રહ્યા હતા.

ઓટો શેરોમાં ફંડોની સિલેક્ટિવ ખરીદી : અપોલો ટાયર્સ, મહિન્દ્રા, બજાજ ઓટો, ઉનો મિન્ડા ઉંચકાયા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં જાન્યુઆરી મહિનાના વાહનાનો વેચાણના જાહેર થયેલા આંકડા અને આવકવેરામાં રાહતથી વાહનોની ખરીદી આગામી દિવસોમાં વધવાની અપેક્ષાએ પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫૮.૩૫ વધીને રૂ.૩૧૯૭.૭૫, બજાજ ઓટો રૂ.૧૪૪.૪૦ વધીને રૂ.૮૯૯૬.૧૦, અપોલો ટાયર રૂ.૧૦.૫૦ વધીને રૂ.૪૨૬.૮૦, ઉનો મિન્ડા રૂ.૧૪.૮૫ વધીને રૂ.૧૦૪૫, હીરો મોટોકોર્પ રૂ.૪૭.૫૫ વધીને રૂ.૪૨૭૮.૧૦, આઈશર મોટર્સ રૂ.૨૯.૯૦ વધીને રૂ.૫૩૭૨.૮૦, ટીવીએસ મોટર રૂ.૧૧.૪૫ વધીને રૂ.૨૬૦૪.૩૫ રહ્યા હતા.

એફએમસીજી શેરોમાં બિકાજી રૂ.૭૩ તૂટી રૂ.૬૫૯ : બલરામપુર ચીની, ડોડલા, વેન્કીઝ, પરાગ મિલ્ક તૂટયા

એફએમસીજી શેરોમાં આજે ફંડોએ મોટું ઓફલોડિંગ કર્યું હતું. રેપો રેટમાં ઘટાડા છતાં મોંઘવારીનું પરિબળ જોખમી બની રહેવાની શકયતાએ ફંડો શેરોમાં વેચવાલ રહ્યા હતા. બિકાજી રૂ.૭૨.૮૦ તૂટીને રૂ.૬૫૯.૫૫, વેન્કીઝ રૂ.૧૩૪.૮૫ તૂટીને રૂ.૧૭૭૦, ટીઆઈ રૂ.૧૮.૭૫ ઘટીને રૂ.૩૬૮.૮૫, બલરામપુર ચીની રૂ.૨૦.૬૫ તૂટીને રૂ.૪૫૪.૩૫, ડોડલા ડેરી રૂ.૪૮.૧૦ ઘટીને રૂ.૧૧૧૪.૬૫, પરાગ મિલ્ક રૂ.૫.૯૫ ઘટીને રૂ.૧૭૩.૫૫, જયોતી લેબ રૂ.૧૨.૯૦ ઘટીને રૂ.૩૮૬.૯૫, બન્નારી અમાન રૂ.૯૬.૩૦ ઘટીને રૂ.૩૫૬૯.૬૫, આઈટીસી રૂ.૧૦.૫૦ ઘટીને રૂ.૪૩૦.૯૦, બ્રિટાનીયા રૂ.૮૪.૧૦ ઘટીને રૂ.૪૮૭૪.૮૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૫૪.૬૪ પોઈન્ટ ઘટીને ૨૦૦૫૦.૮૩ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૪૫૦ પોઈન્ટ ઘટયો : કમિન્સ રૂ.૯૫, સિમેન્સ રૂ.૧૩૮, શેફલર રૂ.૭૭ તૂટયા

કેપિટલ ગુડઝ શેરોમાં સતત વેચવાલીએ બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૪૫૦.૧૫ પોઈન્ટ ઘટીને ૬૧૦૭૪.૯૦ બંધ રહ્યો હતો. કમિન્સ ઈન્ડિયા રૂ.૯૪.૮૫ તૂટીને રૂ.૨૮૬૯.૫૫, સિમેન્સ રૂ.૧૩૮.૧૫ ઘટીને રૂ.૫૫૦૫.૪૫, સુઝલોન રૂ.૧.૨૭ ઘટીને રૂ.૫૩.૬૫, શેફલર રૂ.૭૭.૫૦ ઘટીને રૂ.૩૨૯૮.૮૫, ટીમકેન રૂ.૫૭.૬૫ ઘટીને રૂ.૨૬૬૮.૫૦, એનબીસીસી રૂ.૧.૯૪ ઘટીને રૂ.૯૨.૪૫, ટીટાગ્રહ રૂ.૧૭.૧૦ ઘટીને રૂ.૮૮૩.૪૦, રેલ વિકાસ નિગમ રૂ.૭.૬૦ ઘટીને રૂ.૩૯૫.૩૫, કલ્પતરૂ પાવર રૂ.૧૬.૯૦ ઘટીને રૂ.૧૦૩૬ રહ્યા હતા.

ફેડરલ બેંક, કોટક મહિન્દ્રા બેંક, જેએમ ફાઈનાન્શિયલ, રાણે હોલ્ડિંગ, રેલીગેર, પેટીએમ, કેફિનટેકમાં આકર્ષણ

 ફેડરલ બેંક રૂ.૪.૫૫ વધીને રૂ.૧૮૮.૩૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૨.૧૫ વધીને રૂ.૧૦૭૭.૫૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૦.૬૦ વધીને રૂ.૧૯૩૬.૧૫ રહ્યા હતા. જેએમ ફાઈનાન્શિયલ રૂ.૭.૨૦ વધીને રૂ.૧૧૭.૫૦, રાણે હોલ્ડિંગ રૂ.૬૪.૩૫ વધીને રૂ.૧૪૩૬.૯૦, રેલીગેર રૂ.૧૧.૩૦ વધીને રૂ.૨૫૨.૯૦, કેફિનટેક રૂ.૫૪.૩૫ વધીને રૂ.૧૨૨૪.૧૫, પેટીએમ રૂ.૧૩.૯૫ વધીને રૂ.૮૧૧.૬૦, ક્રિસિલ રૂ.૯૪.૧૦ વધીને રૂ.૫૨૫૧.૦૫ રહ્યા હતા.

સ્ટેટ બેંકનું વ્યાજ માર્જિન ઘટતાં શેર રૂ.૧૫ ઘટીને રૂ.૭૩૭ : બીઓબી, આઈસીઆઈસીઆઈ ઘટયા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં ૦.૨૫ ટકાનો અપેક્ષિત ઘટાડો કર્યા સામે બેંકોના પરિણામોની નેગેટીવ અસર બેંકિંગ શેરોમાં જોવાઈ હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું ચોખ્ખું વ્યાજ માર્જિન ઘટીને ૩૦ મહિનાની નીચી સપાટીએ આવતાં શેર રૂ.૧૫.૩૦ ઘટીને રૂ.૭૩૭.૦૫ રહ્યો હતો. બેંક ઓફ બરોડા રૂ.૩.૨૫ ઘટીને રૂ.૨૧૬.૩૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૫.૧૦ ઘટીને રૂ.૧૨૫૭.૫૫, એચડીએફસી બેંક રૂ.૧૨.૬૦ ઘટીને રૂ.૧૭૩૨.૧૦ રહ્યા હતા. ફાઈનાન્શ શેરોમાં મોનાર્ક રૂ.૩૦.૮૫ તૂટી રૂ.૪૧૦.૪૦, એડલવેઈઝ રૂ.૫.૮૫ ઘટીને રૂ.૧૧૧.૯૫, પૈસાલો રૂ.૧.૯૮ ઘટીને રૂ.૪૨.૧૧, નુવામા રૂ.૨૫૧.૭૦ તૂટી રૂ.૫૬૫૧.૦૫, કેર રેટિંગ્સ રૂ.૪૯.૦૫ ઘટીને રૂ.૧૨૪૭, પ્રુડેન્ટ રૂ.૬૧.૫૦ ઘટીને રૂ.૨૪૨૦ રહ્યા હતા.

ઓઈલ-ગેસ શેરોમાં પ્રોફિટ બુકિંગ : ઓએનજીસી રૂ.૭ ઘટી રૂ.૨૪૯ : રિલાયન્સ રૂ.૧૫ ઘટી રૂ.૧૨૬૬

ઓઈલ-ગેસ શેરોમાં ફંડોનું આજે પ્રોફિટ બુકિંગ થયું હતું. ઓએનજીસી રૂ.૭.૨૦ ઘટીને રૂ.૨૪૯, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૩.૫૦ ઘટીને રૂ.૧૯૮.૮૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૪.૭૦ ઘટીને રૂ.૧૨૬૬.૮૫, અદાણી ટોટલ ગેસ રૂ.૫ ઘટીને રૂ.૬૨૯.૨૦ રહ્યા હતા.

સ્મોલ કેપ શેરોમાં સતત ઓફલોડિંગ કરતાં ખેલંદાઓ : મિડ કેપ શેરોમાં આકર્ષણ : ૨૪૦૨ શેરો નેગેટીવ બંધ

બજારનું સેન્ટીમેન્ટ ફરી ડહોળાઈ રહ્યું હોઈ સાવચેતીમાં ફંડો, ઓપરેટરો, ખેલંદાઓ સ્મોલ કેપ શેરોમાં સતત ઓફલોડિંગ કરતાં માર્કેટબ્રેડ્થ નેગેટીવ રહી  હતી. અલબત મિડ કેપ શેરોમાં સિલેક્ટિવ ખરીદી રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૦૬૪  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૫૨૦  અને ઘટનારની સંખ્યા ૨૪૦૨ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૦૪ લાખ કરોડ ઘટીને રૂ.૪૨૩.૯૩ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટી બેઝડ સતત નરમાઈ સાથે આજે એ ગુ્રપના શેરો અને  સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત વેચવાલી રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૦૪  લાખ કરોડ ઘટીને રૂ.૪૨૩.૯૩ લાખ કરોડ રહ્યું હતું.

FPIs/FIIની કેશમાં રૂ.૪૭૦ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૪૫૪ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે  શુક્રવારે કેશમાં રૂ.૪૭૦.૩૯  કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૨,૪૮૨.૨૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૯૫૨.૬૦ કરોડની વેચવાલી થઈ હતી.  જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૪૫૪.૨૦ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૨,૧૮૫.૬૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૭૩૧.૪૨ કરોડની વેચવાલી થઈ હતી.

Tags :
SensexBusiness-News

Google News
Google News