ફોરેન ફંડોની FMCG શેરોમાં વેચવાલીએ સેન્સેક્સ 111 પોઈન્ટ ઘટીને 77580
- નિફટી ૨૬ પોઈન્ટ ઘટીને ૨૩૫૩૩ : આજે ગુરૂનાનક જયંતી નિમિતે શેર બજારો બંધ રહેશે
- ઓટો, સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં સિલેક્ટિવ ખરીદી : FPIs/FIIની રૂ.૧૮૫૦ કરોડની વેચવાલી
મુંબઈ : નવેમ્બર મહિનો શેરોમાં સતત ખાનાખરાબીનો પૂરવાર થઈ રહ્યો છે. વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ બદલાયેલા સમીકરણોને લઈ ટેરિફ વોર શરૂ થવાના સંકેતોએ વૈશ્વિક બજારોમાં મોટી ઉથલપાથલ શરૂ થઈ જવાની સાથે ભારતીય શેર બજારોમાંથી પણ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં સતત ધૂમ વેચવાલી ચાલુ રહી છે. ગઈકાલે બુધવારે શેરોમાં સાર્વત્રિક મોટા કડાકા બોલાઈ જવા સાથે રિટેલ ઈન્વેસ્ટરોમાં ફફડાટ વ્યાપક થતાં મળ્યા ભાવે શેરો વેચવાની હોડમાં ઓછા વોલ્યુમે અનેક શેરોના ભાવો તૂટતાં જોવાયા હતા. આ ધબડકા બાદ આજે પણ શેરોમાં વેચવાલી ધીમી પડયા છતાં ધોવાણ ચાલુ રહ્યું હતું. સિલેક્ટિવ ઓટોમોબાઈલ, સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની ખરીદી સિવાય એફએમસીજી શેરોમાં વેચવાલીના પરિણામે ઈન્ડેક્સ બેઝડ બજાર નેગેટીવ ઝોનમાં રહ્યું હતું. સેન્સેક્સ ૧૧૦.૬૪ પોઈન્ટ ઘટીને ૭૭૫૮૦.૩૧ અને નિફટી ૫૦ સ્પોટ ૨૬.૩૫ પોઈન્ટ ઘટીને ૨૩૫૩૨.૭૦ બંધ રહ્યા હતા. શુક્રવારે ૧૫, નવેમ્બર ૨૦૨૪ના ગુરૂનાનક જયંતી નિમિતે શેર બજારો બંધ રહેશે.
એફએમસીજી ઈન્ડેક્સ ૨૮૦ પોઈન્ટ ઘટયો : એગ્રો ટેક, ગ્લોબસ સ્પિરીટ, હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઘટયા
મોંઘવારી-ફુગાવાનો આંક વધીને ૧૪ મહિનાની ઊંચી સપાટીએ આવતાં જીવન જરૂરી ચીજોની ખરીદીમાં ઘટાડાની ધારણાએ એફએમસીજી શેરોમાં ફંડો વેચવાલ બન્યા હતા. એગ્રો ટેક ફૂડ્સ રૂ.૬૫.૧૦ તૂટીને રૂ.૯૬૯.૦૫, ગ્લોબલ સ્પિરીટસ રૂ.૪૭.૮૫ તૂટીને રૂ.૮૩૯.૩૫, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૩૧.૩૫ તૂટીને રૂ.૩૫૧૪.૯૫, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૭૫.૭૦ ઘટીને રૂ.૨૩૮૯.૦૫, બિકાજી ફૂડ્સ રૂ.૨૭.૭૦ ઘટીને રૂ.૭૯૫, ગોડફ્રે ફિલિપ રૂ.૧૯૧.૫૦ ઘટીને રૂ.૬૧૧૪, ટાટા કન્ઝયુમર પ્રોડક્ટસ રૂ.૨૮.૪૦ ઘટીને રૂ.૯૨૫.૪૦, બ્રિટાનીયા રૂ.૧૩૨.૫૦ ઘટીને રૂ.૪૯૧૫.૨૦, નેસ્લે ઈન્ડિયા રૂ.૫૨.૦૫ ઘટીને રૂ.૨૧૮૩.૬૦, જીલેટ ઈન્ડિયા રૂ.૧૭૫.૮૫ ઘટીને રૂ.૯૪૧૦ રહ્યા હતા.
ઓટો શેરોમાં સિલેક્ટિવ ખરીદી : આઈશર રૂ.૨૯૬, અપોલો રૂ.૧૯, બોશ રૂ.૬૨૫, હીરો રૂ.૮૩ વધ્યા
ઓટોમોબાઈલ શેરોમાં ગઈકાલે ગાબડાં પડયા બાદ આજે ફંડોએ ઘટાડે પસંદગીનું વેલ્યુબાઈંગ કર્યું હતું. આઈશર મોટર્સ રૂ.૨૯૬.૪૫ વધીને રૂ.૪૮૮૫.૫૫, અપોલો ટાયર્સ રૂ.૧૯.૦૫ વધીને રૂ.૪૭૫.૪૦, મધરસન સુમી રૂ.૫.૪૫ વધીને રૂ.૧૬૫.૪૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭૫.૫૦ વધીને રૂ.૨૭૩૮.૦૫, બોશ રૂ.૬૨૫.૫૦ વધીને રૂ.૩૩,૮૪૨.૧૦, હીરો મોટોકોર્પ રૂ.૮૩.૨૦ વધીને રૂ.૪૬૦૪.૩૦, ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૨૬.૬૫ વધીને રૂ.૩૪૭૪.૫૦, બજાજ ઓટો રૂ.૫૩.૭૫ વધીને રૂ.૯૫૧૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૦.૫૫ વધીને રૂ.૨૮૧૮.૬૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૦૮.૦૯ પોઈન્ટ વધીને ૫૧૭૫૧.૩૮ બંધ રહ્યો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૫ વધીને રૂ.૧૨૬૭ : કોટક બેંક, એચડીએફસી બેંક, એશીયન પેઈન્ટસ વધ્યા
સેન્સેક્સના પ્રમુખ શેરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફંડોની આજે ખરીદીએ રૂ.૧૫.૪૫ વધીને રૂ.૧૨૬૭.૭૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૯.૮૫ વધીને રૂ.૧૭૦૮.૧૦, ટેક મહિન્દ્રા રૂ.૧૩.૧૫ વધીને રૂ.૧૬૮૯.૧૦, એચડીએફસી બેંક રૂ.૧૧.૮૫ વધીને રૂ.૧૬૯૩.૧૦, એશીયન પેઈન્ટસ રૂ.૧૧.૨૫ વધીને રૂ.૨૪૮૩.૧૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨.૭૫ વધીને રૂ.૯૩૮.૮૫, ભારતી એરટેલ રૂ.૪.૩૦ વધીને રૂ.૧૫૫૪.૭૦ રહ્યા હતા.
સુઝલોનમાં ઘટાડે ખરીદી : કાર્બોરેન્ડમ યુનિવર્સલ, એલજી ઈક્વિપ, પ્રાજ, થર્મેક્સ, સિમેન્સ સાધારણ વધ્યા
કેપિટલ ગુડઝ શેરોમાં પણ મોટા ધોવાણ બાદ આજે પસંદગીની સાધારણ ખરીદી થઈ હતી. સુઝલોન એનજીૅ રૂ.૨.૭૦ વધીને રૂ.૫૬.૭૮, કાર્બોરેન્ડમ રૂ.૪૦.૪૦ વધીને રૂ.૧૪૬૨.૧૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૬ વધીને રૂ.૫૮૬.૭૫, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૪.૭૦ વધીને રૂ.૬૯૦.૩૫, થર્મેક્સ રૂ.૯૫.૧૫ વધીને રૂ.૪૯૯૮.૨૫, સીજી પાવર રૂ.૫.૫૫ વધીને રૂ.૬૯૪.૩૦, સિમેન્સ રૂ.૪૯.૭૦ વધીને રૂ.૬૭૫૬.૫૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૨૧.૮૫ વધીને રૂ.૪૦૮૭.૪૦ રહ્યા હતા.
દિશમેન કાર્બોજેન, જેએસડબલ્યુ હોલ્ડિંગ, ડીસીએમ શ્રીરામ, જિયો ફાઈનાન્શિયલ, ન્યુલેન્ડ લેબ.માં તેજી
એ ગુ્રપના શેરોમાં આજે પસંદગીની ખરીદી થઈ હતી.દિશમેન કાર્બોજેન રૂ.૩૩.૭૫ વધીને રૂ.૨૧૨.૬૦, જેએસડબલ્યુ હોલ્ડિંગ રૂ.૧૭૫૬.૪૦ વધીને રૂ.૧૯,૩૨૦.૭૦, ડીસીએમ શ્રીરામ રૂ.૧૧૬ વધીને રૂ.૧૩૦૨.૮૫, નેટવર્ક ૧૮ રૂ.૬.૬૩ વધીને રૂ.૮૪.૭૮, જિયો ફાઈનાન્શિયલ રૂ.૧૯.૦૫ વધીને રૂ.૩૧૮.૪૫, ન્યુલેન્ડ લેબ રૂ.૮૮૬.૨૦ વધીને રૂ.૧૫,૫૪૭.૪૫, ટાઈમ ટેકનો રૂ.૨૦.૯૦ વધીને રૂ.૩૮૭.૮૦, કિર્લોસ્કર બ્રધર્સ રૂ.૧૦૭.૭૫ વધીને રૂ.૨૦૩૯.૧૫, ટિપ્સ મયુઝિક રૂ.૪૮.૪૫ વધીને રૂ.૯૨૫.૧૦, યુરેકા ફોર્બસ રૂ.૩૧.૧૫ વધીને રૂ.૫૯૪.૮૫, પોલીસી બઝાર રૂ.૮૯.૦૫ વધીને રૂ.૧૭૨૫.૧૫, ડીબી રિયાલ્ટી રૂ.૭.૭૫ વધીને રૂ.૧૬૦.૪૫ રહ્યા હતા.
વીનસ પાઈપ્સ રૂ.૧૭૮ તૂટી રૂ.૧૬૭૬ : એસકેએફ, સૂર્યારોશની, ટેગા, રેડ ટેપ, ટોરન્ટ પાવર તૂટયા
એ ગુ્રપના પ્રમુખ ઘટનાર શેરોમાં વીનસ પાઈપ્સ રૂ.૧૭૮.૦૫ તૂટીને રૂ.૧૬૭૬.૫૫, એસકેએફ ઈન્ડિયા રૂ.૩૬૪.૨૫ તૂટીને રૂ.૪૫૦૭.૭૦, સૂર્યારોશની રૂ.૪૨.૩૦ ઘટીને રૂ.૬૧૧.૭૫, ટેગા રૂ.૧૨૬.૮૦ ઘટીને રૂ.૧૯૨૯.૦૫, રેડટેપ રૂ.૫૧.૩૦ તૂટીને રૂ.૮૨૬.૧૫, ગોકલર્સ રૂ.૬૫ ઘટીને રૂ.૧૦૮૯.૦૫, ટોરન્ટ પાવર રૂ.૮૭.૧૫ ઘટીને રૂ.૧૫૫૮, વોલ્ટેમ્પ રૂ.૪૮૨.૩૦ તૂટીને રૂ.૯૨૪૫.૬૦, બિકાજી રૂ.૩૪.૫૦ તૂટીને રૂ.૭૮૮.૨૦, ચેન્નઈ પેટ્રો રૂ.૨૦.૧૦ ઘટીને રૂ.૫૭૬.૩૫ રહ્યા હતા.
માર્કેટબ્રેડથ સાધારણ પોઝિટીવ : સ્મોલ, મિડ કેપ શેરોમાં સિલેક્ટિવ તેજી : ૨૧૪૫ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘટાડે પસંદગીની ખરીદી થતાં અને એ ગુ્રપના કેટલાક શેરોમાં ઘટાડે ખરીદીએ માર્કેટબ્રેડથ સાધારણ પોઝિટીવ બની હતી. અલબત ઘણાં શેરોમાં સાવચેતીમાં ઈન્વેસ્ટરો વેચવાલ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૪૫ અને ઘટનારની સંખ્યા ૧૮૧૩ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૧.૧૪ લાખ કરોડ વધીને રૂ.૪૩૦.૬૦ લાખ કરોડ
એફએમસીજી શેરોમાં વેચવાલીએ સેન્સેકસ, નિફટી બેઝડ ઘટાડો આગળ વધ્યા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં સિલેક્ટિવ ખરીદી થતાં બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે એક દિવસમાં સાધારણ રૂ.૧.૧૪ લાખ કરોડ વધીને રૂ.૪૩૦.૬૦ લાખ કરોડ રહ્યું હતું.
FPIs/FIIની કેશમાં રૂ.૧૮૫૦ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૪૮૨ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે ગુરૂવારે કેશમાં શેરોમાં વધુ રૂ.૧૮૪૯.૮૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૩,૦૦૩.૦૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૮૫૨.૯૩ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૪૮૧.૮૧ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૦,૨૦૦.૩૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૭૧૮.૫૪ કરોડની વેચવાલી થઈ હતી.