Get The App

સેન્સેક્સ 1147 પોઈન્ટના ઉછાળા બાદ કામકાજ અંતે 535 પોઈન્ટ વધીને 75901

- નિફટી ૨૩૧૩૮ સુધી ઉછળી અંતે ૧૨૮ પોઈન્ટ વધીને ૨૨૯૫૭ : સ્મોલ, મિડ કેપ શેરોમાં કોર્નરિંગ શરૂ

- ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે મહારથીઓ ફરી તેજીમાં : DIIની કેશમાં રૂ.૬૮૧૪ કરોડની ખરીદી

Updated: Jan 29th, 2025


Google News
Google News
સેન્સેક્સ 1147 પોઈન્ટના ઉછાળા બાદ કામકાજ અંતે 535 પોઈન્ટ વધીને 75901 1 - image


મુંબઈ : અમેરિકી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) કંપનીઓને હંફાવતા અત્યંત સસ્તું એઆઈ એન્જિન ડીપસીક ચાઈનાના સ્ટાર્ટઅપે લોન્ચ કરી વૈશ્વિક બજારોમાં ખાસ અમેરિકી શેર બજારોમાં નાસ્દાકમાં ઐતિહાસિક કડાકો બોલાવી દીધા બાદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આકરાં ટેરિફની ધમકી ઉચ્ચારતાં ચાઈના સહિતના એશીયાના બજારોમાં સાવચેતીથી વિપરીત ભારતીય શેર બજારોમાં આજે તેજીના મહારથીઓ, ફંડો ફરી તેજીમાં આવતાં અનેક શેરોમાં ઉછાળો નોંધાયો હતો. બજારમાં મોટું કરેકશન જાણે કે પૂરું થયું હોય એમ આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે ખેલંદાઓ, ફંડો, મહારથીઓએ મોટું વેલ્યુબાઈંગ શરૂ કરી કોર્નરિંગ કરવા લાગતાં વ્યાપક તેજીનો સંચાર થયો હતો. સેન્સેક્સ, નિફટી બેઝડ મોટા આરંભિક ઉછાળા બાદ ઉછાળે પ્રોફિટ બુકિંગ જોવાયું હતું. સેન્સેક્સ આરંભિક ૧૧૪૬.૭૯ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૭૬૫૧૨.૯૬ સુધી જઈ પાછો ફરી અંતે ૫૩૫.૨૪ પોઈન્ટ વધીને ૭૫૯૦૧.૪૧ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ આરંભમાં  ૩૦૮.૮૦ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૨૩૧૩૭.૯૫ સુધી જઈ પાછો ફરી અંતે ૧૨૮.૧૦ પોઈન્ટ વધીને ૨૨૯૫૭.૨૫ બંધ રહ્યો હતો.

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં તેજી : બેંકેક્સ ૮૧૩ પોઈન્ટ ઉછળ્યો : એક્સિસ બેંક, એચડીએફસી બેંકમાં તેજી

બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીએ આજે બજારનું ધોવાણ અટકી તેજી આવી હતી. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૮૧૩.૦૮ પોઈન્ટ ઉછળી ૫૫૫૧૬.૩૭ બંધ રહ્યો હતો. એક્સિસ બેંક રૂ.૩૬.૨૦ ઉછળી રૂ.૯૮૪.૧૦, એચડીએફસી બેંક રૂ.૪૦.૮૫ વધીને રૂ.૧૬૭૦.૫૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૮.૯૫ વધીને રૂ.૧૨૪૬.૯૫, બેંક ઓફ બરોડા રૂ.૨.૩૫ વધીને રૂ.૨૨૧.૯૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨.૪૫ વધીને રૂ.૭૫૧.૬૫ રહ્યા હતા.

જે એન્ડ કે બેંક, આધાર હાઉસીંગ, સાઉથ ઈન્ડિયન બેંક, બજાજ ફાઈનાન્સ, બીઓઆઈ, એયુ બેંકમાં તેજી

બેંકિંગ, ફાઈનાન્સ અન્ય શેરોમાં જે એન્ડ કે બેંક રૂ.૬.૭૦ ઉછળી રૂ.૯૫.૫૫, આધાર હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૨૫.૩૦ વધીને રૂ.૩૮૯.૮૫, સાઉથ ઈન્ડિયન બેંક રૂ.૧.૫૫ વધીને રૂ.૨૬.૧૫, ચૌલા ફિન રૂ.૬૩.૯૫ વધીને રૂ.૧૨૩૯.૧૫, બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫ વધીને રૂ.૧૧૦.૬૫, યુનિયન બેંક રૂ.૫ વધીને રૂ.૧૧૦.૬૫, બજાજ ફાઈનાન્સ રૂ.૩૧૯.૯૦ વધીને રૂ.૭૬૧૩.૨૦, એયુ બેંક રૂ.૨૪.૨૫ વધીને રૂ.૫૮૮.૫૦, પીએનબી ગિલ્ટ્સ રૂ.૪.૧૦ વધીને રૂ.૧૦૦.૬૦, મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૧૦.૪૦ વધીને રૂ.૨૭૦, પિરામલ એન્ટરપ્રાઈસીઝ રૂ.૩૬.૬૦ વધીને રૂ.૯૫૨.૧૦, બજાજ ફિનસર્વ રૂ.૫૬.૨૦ વધીને રૂ.૧૭૬૭.૯૦ રહ્યા હતા.

ઓટો શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ : ટાટા મોટર્સ, ટીવીએસ મોટર, બાલક્રિષ્ન, અશોક લેલેન્ડમાં મજબૂતી

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ મોટાપાયે ધોવાણ બાદ આજે ઘટાડે ફંડો, મહારથીઓએ પસંદગીના શેરોમાં મોટું વેલ્યુબાઈંગ કર્યું હતું. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૫૭૪.૫૦ પોઈન્ટ વધીને ૫૦૦૪૯.૯૦ બંધ રહ્યો હતો. બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૪૦.૧૫ વધીને રૂ.૨૭૦૭, ટીવીએસ મોટર રૂ.૧૦૭.૯૫ વધીને રૂ.૨૩૩૪.૯૫, અશોક લેલેન્ડ રૂ.૭.૬૦ વધીને રૂ.૨૦૫, ટાટા મોટર્સ રૂ.૧૫.૩૦ વધીને રૂ.૭૨૮.૪૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૫.૭૦ વધીને રૂ.૨૮૬૮.૦૫, એમઆરએફ રૂ.૧૩૬૯.૩૫ વધીને રૂ.૧,૧૩,૫૯૪.૮૫, અપોલો ટાયર રૂ.૫.૦૫ વધીને રૂ.૪૨૪.૪૫, ભારત ફોર્જ રૂ.૧૩.૫૫ વધીને રૂ.૧૨૧૦.૨૦, ઉનો મિન્ડા રૂ.૯.૨૫ વધીને રૂ.૮૮૮.૭૫, મારૂતી સુઝુકી રૂ.૧૦૭.૧૦ વધીને રૂ.૧૨,૦૯૭.૫૫, બજાજ ઓટો રૂ.૪૧.૪૫ વધીને રૂ.૮૪૨૧.૮૦ રહ્યા હતા.

અમેરિકાએ ફંડિંગ બંધ કરતાં ફાર્મા શેરો સોલારા રૂ.૫૫, પોલીમેડ રૂ.૧૫૯, ઓર્ચિડ રૂ.૮૧ તૂટયા

અમેરિકામાં ટ્રમ્પ સરકારે ઘણા દેશોને ફંડિંગ બંધ કરવાનું જાહેર કરતાં ઘણા દેશોને મળતી હેલ્થકેર સંબંધિત નાણા સહાય અટકતાં ફાર્મા કંપનીઓના બિઝનેસને મોટો ફટકો પડવાના અંદાજે ફાર્મા શેરોમાં સતત મોટી વેચવાલી રહી હતી. સોલારા રૂ.૫૪.૬૫ તૂટી રૂ.૫૦૩.૯૦, પોલીમેડ રૂ.૧૫૯.૧૫ તૂટી રૂ.૨૨૬૧.૪૦, સુપ્રિયા લાઈફ રૂ.૩૮.૯૫ તૂટી રૂ.૬૨૪.૫૫, ઓર્ચિડ ફાર્મા રૂ.૮૦.૯૦ ઘટીને રૂ.૧૩૪૦.૩૫, વનશોર્સ રૂ.૮૦.૮૫ ઘટીને રૂ.૧૫૩૬.૬૦, સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭૯.૮૫ ઘટીને રૂ.૧૭૦૫.૯૦, એપીએલ લિ. રૂ.૪૧ ઘટીને રૂ.૮૯૭.૦૫, સિક્વેન્ટ રૂ.૭.૫૫ ઘટીને રૂ.૧૫૫.૭૫, ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયા રૂ.૨૬.૮૦ ઘટીને રૂ.૫૧૭.૧૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૭૮૯.૧૦ પોઈન્ટ ગબડીને ૪૦૨૬૪.૨૨ બંધ રહ્યો હતો.

ડીપસીકે એઆઈ ક્ષેત્રે ક્રાંતિ લાવતાં આઈટી શેરોમાં સતત ધોવાણ : ઈન્ફોબિન, નેટવેબ, ક્વિક હિલ તૂટયા

વિશ્વને સૌથી સસ્તું એઆઈ એન્જિન પૂરું પાડીને ચાઈનીઝ સ્ટાર્ટઅપ ડીપસીકે ટેકનોલોજી વિશ્વમાં ધમાસાન કરતાં  આઈટી-ટેકનોલોજી શેરોમાં વૈશ્વિક બજારોમાં ધોવાણ ચાલુ રહ્યું હતું. ગઈકાલે અમેરિકી બજારોમાં ટેકનોલોજી શેરોમાં મોટું ધોવાણ થયા બાદ આજે પણ વેચવાલી રહી હતી.  ઈમુદ્રા રૂ.૭૩.૭૫ તૂટી રૂ.૮૩૪.૧૫, ન્યુક્લિયસ રૂ.૬૩.૦૫ ઘટીને રૂ.૯૩૯.૯૫, રામકો સિસ્ટમ્સ રૂ.૨૧.૪૫ તૂટીને રૂ.૩૪૪.૭૫, ન્યુજેન રૂ.૬૧.૦૫ તૂટીને રૂ.૯૯૬,  જેનેસિસ રૂ.૪૮.૧૦ તૂટીને રૂ.૮૦૦.૨૦, સાસ્કેન રૂ.૯૮.૫૫ ઘટીને રૂ.૧૭૪૮, ઝેગલ રૂ.૨૨.૧૫ ઘટીને રૂ.૪૨૦.૯૦, મેપમાય ઈન્ડિયા રૂ.૭૦.૨૦ ઘટીને રૂ.૧૫૯૨.૧૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૨૫.૧૮ પોઈન્ટ ગબડીને ૪૦૯૭૬.૧૨ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં ધૂમ વેચવાલી : પાવર ઈન્ડિયા રૂ.૧૩૦૭ તૂટયો : કેઈન્સ, ફિનોલેક્ષ, સિમેન્સ ગબડયા

કેપિટલ ગુડઝ શેરોમાં સતત ધૂમ વેચવાલી રહેતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૬૫.૫૮ પોઈન્ટ તૂટીને ૬૦૧૩૬.૨૭ બંધ રહ્યો હતો. પાવર ઈન્ડિયા રૂ.૧૩૦૭.૭૦ તૂટીને રૂ.૯૬૧૪.૮૫, કેઈન્સ રૂ.૬૦૨.૬૫ તૂટીને રૂ.૪૬૬૬.૩૦, ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૪૦.૬૫ તૂટીને રૂ.૯૭૩.૭૫, સીજી પાવર રૂ.૨૦.૯૫ ઘટીને રૂ.૫૭૪.૮૫, ભેલ રૂ.૬.૭૫ ઘટીને રૂ.૧૮૭.૬૦, આઈનોક્સ વિન્ડ રૂ.૩.૮૦ ઘટીને રૂ.૧૩૪.૮૦, સિમેન્સ રૂ.૧૦૧.૯૫ ઘટીને રૂ.૫૬૮૦.૯૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૮.૬૦ ઘટીને રૂ.૫૨૨.૪૫, જેએસડબલ્યુ એનજીૅ રૂ.૩૦.૬૦ તૂટીને રૂ.૫૦૪, એનએચપીસી રૂ.૧.૬૪ તૂટીને રૂ.૭૩.૦૮, ટાટા પાવર રૂ.૫.૫૫ ઘટીને રૂ.૩૪૬.૩૦ રહ્યા હતા.

મેટલ-માઈનીંગ શેરોમાં વધતું સેલિંગ : હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૮ તૂટયો : નાલ્કો, હિન્દાલ્કો, એપીએલ ઘટયા

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની આજે વ્યાપક વેચવાલી રહી હતી. હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૭.૮૦ ઘટીને રૂ.૪૩૩.૪૦, નાલ્કો રૂ.૭.૭૦ ઘટીને રૂ.૧૮૯.૫૫, હિન્દાલ્કો રૂ.૧૧ ઘટીને રૂ.૫૭૫.૫૦, એપીએલ અપોલો રૂ.૨૨.૭૫ ઘટીને રૂ.૧૪૯૩.૮૦, કોલ ઈન્ડિયા રૂ.૪.૪૫ ઘટીને રૂ.૩૭૦.૯૫ રહ્યા હતા.

કડાકા બાદ ગભરાટમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોનું કોર્નરિંગ શરૂ છતાં ૨૬૬૬ શેરો નેગેટીવ બંધ

પાછલા ઘણા દિવસોથી સ્મોલ, મિડ કેપ શેરોમાં બોલાઈ રહેલા સતત કડાકામાં ગઈકાલે મોટાપાયે ગાબડાં પડયા બાદ આજે પણ મોટું ધોવાણ બતાવીને ઘટાડે તેજીના મહારથીઓ, ફંડો, ખેલંદાઓ ફરી મેદાનમાં આવીને સારા શેરોમાં  કોર્નરિંગ શરૂ કર્યું હતું. અલબત પેનીક-ગભરાટને લઈ આજે પણ ઘણા શેરોના ભાવો તૂટતાં માર્કેટબ્રેડથ નબળી રહી હતી.  બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૪  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૩૦૮  અને ઘટનારની સંખ્યા ૨૬૬૬ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૪૯૨૦ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૬૮૧૪ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે  મંગળવારે કેશમાં રૂ.૪૯૨૦.૬૯  કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૧,૧૬૫.૮૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૦૮૬.૫૫ કરોડની વેચવાલી થઈ હતી.  જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૬૮૧૪.૩૩ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૦,૭૩૫.૨૮  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૯૨૦.૯૫ કરોડની વેચવાલી થઈ હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૩૧ લાખ કરોડ ધોવાઈ રૂ.૪૦૯ લાખ કરોડ

શેરોમાં હજુ મોટાપાયે કડાકા બોલાવાનું ચાલુ રહ્યા સામે સેન્સેક્સ, નિફટી બેઝડ રિકવરી સાથે એ ગુ્રપ અને પસંદગીના સ્મોલ, મિડ કેપ શેરોમાં વેલ્યુબાઈંગ થવા છતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૩૧ લાખ કરોડ ઘટીને રૂ.૪૦૯ લાખ કરોડ રહી ગયું હતું.


Tags :
Sensex

Google News
Google News