શેરબજારમાં વેચવાલીનો માહોલ, સેન્સેક્સમાં 500 પોઈન્ટનું ગાબડું,મેટલ-ઓઈલ-ગેસમાં પ્રોફિટ બુકિંગ
Stock Market Today: શેરબજારમાં વેચવાલીના માહોલ વચ્ચે સાપ્તાહિક શરૂઆત નેગેટિવ રહી છે. સેન્સેક્સ 500 પોઈન્ટ સુધી તૂટ્યો છે. ઓઈલ એન્ડ ગેસ ઉપરાંત મેટલ શેર્સમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. જો કે, માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહી છે.
371 શેર્સમાં અપર સર્કિટ
સમાચાર લખાયા ત્યાં સુધીમાં બીએસઈ ખાતે 370 શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. જ્યારે 252 શેર્સ વર્ષની ટોચે પહોંચ્યા હતા. 11.15 વાગ્યે કુલ 4022 શેર્સ પૈકી 2291 શેર્સમાં સુધારો અને 1588 શેર્સ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતાં. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ દર્શાવે છે.
આ પણ વાંચોઃ UPIનો દબદબો વધ્યો, ટ્રાન્જેક્શને સર્જ્યો નવો રેકોર્ડ, નાણા મંત્રાલયે આંકડા જાહેર કર્યા
સેન્સેક્સમાં કડાકો, નિફ્ટી પણ ડાઉન
સેન્સેક્સ અને નિફ્ટી મોર્નિંગ સેશનમાં વેચવાલીના પગલે ડાઉન થયા હતા. સેન્સેક્સ 532.82 પોઈન્ટ તૂટી 81600.30 થયો હતો. જે 11.20 વાગ્યે 450.70 પોઈન્ટ કડાકે ટ્રેડેડ હતો. સેન્સેક્સ પેકમાં ઈન્ડસઈન્ડ બેન્ક અને બજાજ ફાઈનાન્સ સિવાય તમામ 28 શેર્સમાં 2 ટકા સુધીનો કડાકો જોવા મળ્યો હતો. બીજી તરફ નિફ્ટી તેની મહત્ત્વની 24600ની ટેકાની સપાટી જાળવવા પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. જે 11.20 વાગ્યે 126.15 પોઈન્ટના કડાકે ટ્રેડેડ થઈ રહ્યો હતો.
સ્મોલકેપ મીડકેપમાં રોકાણકારોને આજે કમાણી
સ્મોલકેપ અને મીડકેપ સેગમેન્ટમાં આજે પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળતાં રોકાણકારોને કમાણી થઈ રહી છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 147.39 અને મીડકેપ ઈન્ડેક્સ 141.33 પોઈન્ટના સુધારા સાથે કારોબાર થઈ રહ્યો હતો. સ્મોલકેપની ઘણી સ્ક્રિપ્સમાં 20 ટકા સુધી અપર સર્કિટ વાગી હતી.