Get The App

શેરબજારમાં ભારે ઉથલપાથલ, સેન્સેક્સમાં 500થી વધુ પોઇન્ટનો કડાકો, રોકાણકારોએ 3.28 લાખ કરોડ ગુમાવ્યા

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
Stock Market Today


Stock Market Today: શેરબજારમાં વોલેટિલિટી સતત વધી રહી છે. આજે સેન્સેક્સ વધુ 567 પોઇન્ટ તૂટી 77631.33 થયો હતો. નિફ્ટી પણ 23500ની સાયકોલૉજિકલ ટેકાની સપાટી જાળવવા મથામણ કરતો જોવા મળ્યો છે. 11.12 વાગ્યે નિફ્ટી 131.70 પોઇન્ટ અને સેન્સેક્સ 453.53 પોઇન્ટના કડાકે કારોબાર થઈ રહ્યો હતો. અકંદરે માર્કેટમાં ઘટાડાના માહોલ વચ્ચે રોકાણકારોએ અત્યારસુધીમાં રૂ. 3.28 લાખ કરોડ ગુમાવ્યા છે.

230 શેર્સમાં લોઅર સર્કિટ

બીએસઈ ખાતે ટ્રેડેડ 230 શેરમાં લોઅર સર્કિટ વાગી છે. જ્યારે 73 શેર વર્ષના તળિયે પહોંચ્યા છે. કુલ ટ્રેડેડ 3818 પૈકી 2461 શેર ઘટાડા તરફી જ્યારે 1222 શેર સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. બીજી તરફ 119 શેર 52 વીક હાઇ થયા છે. 154 શેરમાં અપર સર્કિટ વાગી છે. 

બૅન્કિંગ-ફાઇનાન્સ શેર્સમાં ગાબડું

બૅન્કિંગ અને ફાઇનાન્સ શેર્સમાં વેચવાલી સતત વધી છે. બીએસઈ બેન્કેક્સ ખાતે ટ્રેડેડ તમામ 10 સ્ક્રીપ ઘટાડા તરફી ટ્રેડ થવા સાથે ઇન્ડેક્સમાં 570 પોઇન્ટનો કડાકો નોંધાયો હતો. ફેડરલ બૅન્ક 2 ટકા, યસ બૅન્ક 1.58 ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક 1.48 ટકા અને એસબીઆઇ શેર 1.44 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય મેટલ, પાવર, રિયાલ્ટી શેર્સમાં પણ પ્રોફિટ બુકિંગ વધ્યું છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ પહેલાં શેરબજારમાં વોલેટિલિટી વધી છે. આઇટી અને ટૅક્નોલૉજી શેર્સમાં પણ મોટાપાયે વેચવાલી નોંધાઈ છે.

શેરબજારમાં ભારે ઉથલપાથલ, સેન્સેક્સમાં 500થી વધુ પોઇન્ટનો કડાકો, રોકાણકારોએ 3.28 લાખ કરોડ ગુમાવ્યા 2 - image


Google NewsGoogle News