Sensex 70000, Nifty 21000ની સપાટી કૂદાવી બંનેએ રચ્યો ઈતિહાસ, શેરબજારમાં બુલ રન, નવા ઓલટાઈમ હાઈ

ભારતીય શેરબજારમાં (Stock Market) તેજીનો માહોલ યથાવત્

આજે પણ બજારમાં સત્રની શરૂઆત હરિયાળી થઈ હતી

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News
Sensex 70000, Nifty 21000ની સપાટી કૂદાવી બંનેએ રચ્યો ઈતિહાસ, શેરબજારમાં બુલ રન, નવા ઓલટાઈમ હાઈ 1 - image


Sensex and Nifty All time High | ભારતીય શેરબજારમાં (Stock Market) તેજીનો માહોલ યથાવત્ છે. બજારના બંને ઈન્ડેક્સ સતત રેકોર્ડ સર્જી રહ્યા છે. અઠવાડિયાના પ્રથમ કારોબારી દિવસ સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ના 30 શેર ધરાવતા ઈન્ડેક્સ સેન્સેક્સ (Sensex) એ નવો ઈતિહાસ રચી દીધો છે. આજે તેણે 70000ની સપાટી વટાવી દીધી હતી. બજારમાં વેપાર સત્રની શરૂઆત થતાં જ થોડીક જ મિનિટોમાં સેન્સેક્સ 70,048.90 ના ઓલ ટાઈમ હાઈના લેવલને સ્પર્શી ગયું હતું. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જની (NSE) વાત કરીએ તો નિફ્ટી-50 (Nifty-50) પણ નવા રેકોર્ડ સ્તરે સ્પર્શી ગઈ હતી. 

સોમવારે પણ બજારમાં હરિયાળી છવાઈ

સોમવારે પણ બજારમાં હરિયાળી છવાઈ ગઇ હતી અને શરૂઆત જ ગ્રીન સિગ્નલ સાથે થઈ હતી. સોમવારે બીએસઈ સેન્સેક્સ (BSE Sensex) 85.93 પોઇન્ટ એટલે કે 0.12% ચઢીને 69,911.53 ના લેવલ પર ખૂલ્યો હતો. જ્યારે થોડીક જ મિનિટમાં તેણે 70000ની સપાટીને વટાવતાં 70,048.90ના ઓલ ટાઈમ હાઈનો રેકોર્ડ બનાવ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ 69,825.60ના લેવલ પર બંધ થયો હતો. 

Nifty એ પણ બનાવ્યો રેકોર્ડ 

સેન્સેક્સની જેમ નિફ્ટીએ પણ નવા રેકોર્ડ સર્જ્યા છે. સોમવારે નિફ્ટી-50 પણ ગ્રીન નિશાન પર ખુલી હતી. સોમવારે તે 10.70 પોઈન્ટના ઉછાળા સાથે 20,980.10 ના લેવલ પર ખુલી હતી અને પછી 40 પોઈન્ટના ગેઈન સાથે 21,019.80 ના લેવલને સ્પર્શી હતી. તેણે પણ ઓલટાઈમ હાઈનો રેકોર્ડ બનાવી દીધો હતો. 

Sensex 70000, Nifty 21000ની સપાટી કૂદાવી બંનેએ રચ્યો ઈતિહાસ, શેરબજારમાં બુલ રન, નવા ઓલટાઈમ હાઈ 2 - image


Google NewsGoogle News