Get The App

સેન્સેક્સમાં ઐતિહાસિક તેજી, પહેલીવાર 80000ની સપાટી કૂદાવી, નિફ્ટીમાં પણ મોટો ઉછાળો

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
Stock market file pic


Sensex Crosses 80000 Mark: શેરબજાર (Stock Market) ઈતિહાસ બનાવી દીધો છે. સેન્સેક્સે બુધવારે બજારની શરૂઆત થતાં જ પહેલીવાર 80000નો આંકડો વટાવ્યો હતો. વિશ્વ સ્તરે પોઝિટિવ સંકેતો વચ્ચે ભારતીય ઈન્ડેક્સમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને નિફ્ટી ઈન્ડેક્સ પણ આ સાથે 24250ની સપાટીને સ્પર્શી ગઈ હતી. બેન્કોના સ્ટોક્સમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે.

બુધવારે કેવી રીતે શરૂઆત રહી? 

બુધવારે શેરબજારમાં તોફાની શરૂઆત રહી. સેન્સેક્સમાં એકસાથે 481.44 પોઈન્ટ એટલે કે 0.61%નો ઉછાળો આવ્યો હતો. તે 79992.89 પર ઓપન થયું અને અમુક જ મિનિટોમાં 597.77 પોઈન્ટના ઉછાળા સાથે 80000ને પાર થઇ ગયું. તે છેલ્લે 80039.22 ના લેવલને સ્પર્શી ગયું હતું. મંગળવારે ક્લોઝિંગ વખતે સેન્સેક્સ 0.04% ગગડી 79441.66 ના લેવલે બંધ થયું હતું. જ્યારે નિફ્ટીમાં પણ 0.07%નો ઘટાડો થયો હતો અને તે 24123.85ના લેવલ પર બંધ થયું હતું.

આ પણ વાંચો : હિન્ડેનબર્ગનો અદાણી સ્ટોક્સ સામે નવો આરોપ

કઈ કઈ બેન્કોના શેરોમાં આવ્યો ઉછાળો? 

માહિતી અનુસાર અત્યાર સુધીમાં એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ તથા નેસલે ટોપ ગેનરમાં રહ્યા હતા.

સેન્સેક્સમાં ઐતિહાસિક તેજી, પહેલીવાર 80000ની સપાટી કૂદાવી, નિફ્ટીમાં પણ મોટો ઉછાળો 2 - image


Google NewsGoogle News