સેન્સેક્સમાં 906 પોઇન્ટનો કડાકો : રોકાણકારોના રૂ. 13.47 લાખ કરોડ સાફ

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
સેન્સેક્સમાં 906 પોઇન્ટનો કડાકો : રોકાણકારોના રૂ. 13.47 લાખ કરોડ સાફ 1 - image


- સેબી, રિઝર્વ બેંક તેમજ ઇડીના આકરા પગલાથી બજાર ધરાશાયી

- સેન્સેક્સ 906.07 પોઇન્ટ તૂટી 72762 જ્યારે નિફ્ટી 338 તૂટી 21998 ઉતરી આવ્યા ત્રણ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. 21 લાખ કરોડનું ધોવાણ

- સ્મોલ- મિડકેપ શેરોમાં આજે રૂ. 6.88 લાખ કરોડ ધોવાઈ ગયા

અમદાવાદ : શેરબજારમાં ફાટફાટ થતી તેજીને અંકુશમાં લાવવા માર્કેટ રેગ્યુલેટર સેબી, રિઝર્વ બેંક તેમજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇ.ડી.) દ્વારા ભરવામાં આવેલા આકરા પગલાને કારણે આજે વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોમેરથી નીકળેલી વેચવાલીના ભારે દબાણ પાછળ શેરોની જાતેજાતમાં ગાબડા પડતા આજે સેન્સેક્સે ૭૩,૦૦૦ અને નિફ્ટીએ ૨૨,૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. સેન્સેક્સના કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. ૧૩.૪૮ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું.

સ્મોલ મિડકેપ શેરોમાં તેમજ એસએમઇ શેરોમાં ઉદ્ભવેલી તોફાની તેજીને અંકુશમાં લાવવા સેબી તેમજ રિઝર્વ બેંક દ્વારા આકરા પગલા ભરવાની જાહેરાત પાછળ બજારની તેજીની ચાલ રૃંધાઈ જવા પામી છે. આ ક્ષેત્રના શેરોના ભાવમાં મેનીપ્યુલેશન થયાના અહેવાલો પાછળ નિયામકો દ્વારા નવા કડક નિયમો તેમજ ડિસ્ક્લોઝર્સ સહિતના અન્ય પગલા ભરવાની ચીમકીની શેરબજાર પર પ્રતિકૂળ અસર થવા પામી હતી.

આ અહેવાલો પાછળ આજે મુંબઈ શેરબજાર ખાતે વિદેશી ફંડોની આગેવાની હેઠળ ચોમેરથી આવેલી વેચવાલીના દબાણે એક તબકકે સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ૧,૨૦૦ પોઇન્ટ ગબડયા બાદ કામકાજના અંતે ૯૦૬.૦૭ પોઇન્ટ તૂટીને ૭૨,૭૬૧.૮૯ની તળિયાની સપાટીએ ઉતરી આવ્યો હતો. બીજી તરફ નિફ્ટી પણ ૩૩૮ પોઇન્ટ તૂટીને ૨૧,૯૯૮ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો.

વેચવાલીના ભારે દબાણે આજે બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨,૧૯૦ પોઇન્ટનું અને મિડકેપ ઇન્ડેક્સમાં ૧,૬૪૬ પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું. વેચવાલીના ભારે દબાણે આજે ૩,૮૭૬ ટ્રેડેડ સ્ક્રીપોમાંથી ૩,૫૬૯ શેરોના ભાવ ઘટાડા તરફી રહ્યા હતા. માત્ર ૩૫૦ શેરો પોઝિટિવ બંધ રહ્યા હતા.

સેન્સેક્સમાં બોલેલા કડાકાના પગલે રોકાણકારોની સંપત્તિમાં ૧૩.૪૮ લાખ કરોડનું ધોવાણ થતા કામકાજના અંતે રૂ. ૩૭૨.૧૬ કરોડ રહ્યું હતું. છેલ્લા ત્રણ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં કુલ રૂ. ૨૧ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું છે વેચવાલીના ભારે દબાણે આજે સ્મોલ અને મિડકેપ શેરોમાંથી રૂ. ૬.૮૮ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે સ્મોલકેપ શેરોમાં છેલ્લા ૩થી ૫ માસ દરમિયાન રોકાણકારોએ મેળવેલું વળતર માત્ર ૩થી ૫ દિવસમાં ગુમાવી દીધું છે.

સેન્સેક્સના 1 વર્ષના મોટા કડાકા

તારીખ

કડાકો (પોઇન્ટમાં)

૧૭ જાન્યુ. '૨૪

૧૮૨૭

૨૩ જાન્યુ. '૨૪

૧૦૫૩

૨૨ ફેબુ્ર. '૨૩

૯૨૮

૧૩ માર્ચ '૨૪

૯૦૬

૨૬ ઓક્ટો. '૨૩

૯૦૧

૧૦ માર્ચ '૨૩

૮૯૭


વિવિધ ઇન્ડેક્સના ગાબડા

ઇન્ડેક્સ

ગાબડું (પોઇન્ટમાં)

સ્મોલકેપ

,૧૯૦

મિડકેપ

,૬૪૬

કેપિટલ ગુડ્સ

,૯૪૫

મેટલ

,૬૦૭

કન્ઝ્યુમર ડયુબેરબલ્સ

,૫૫૮

ઓઇલ- ગેસ

,૪૫૦

ઓટો

,૩૦૯

હેલ્થકેર

૭૮૬

એનર્જી

૬૨૧

ઇન્ડસ્ટ્રીયલ

૫૧૫


(તમામ ઇન્ડેક્સ બીએસઇના)


Google NewsGoogle News