શેરબજારે રોવડાવ્યા, રોકાણકારોની સંપત્તિમાં લગભગ 3.21 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો
BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ઘટી રૂ.389.60 લાખ કરોડ પર પહોંચ્યું
BSEમાં આજે 616.75નું, જ્યારે NSEમાં આજે 160.90નું ગાબડું
Share Market Today : ભારતીય શેરબજાર માટે આજનો દિવસ ભારે રહ્યો હતો. બીએસઈ-એનએસઈમાં આજે ચારેકોર ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ પર સૌથી વધુ સ્મૉલકેપ શેરોમાં બે ટકાનો ઘટાડો થયો છે. આજે રોકાણકારોને લગભગ 3.21 લાખ કરોડ રૂપિયા ગુમાવવા પડ્યા છે.
BSEમાં 616.75નું, NSEમાં 160.90નું ગાબડું
બીએસઈ પર ફાર્મા કંપનીઓ સિવાય તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ લાલ નિશાન પર જોવા મળી છે. જ્યારે રિયલ એસ્ટેટ, બેન્કિંગ, મેટલ, ટેલિકોમ્યુનિકેશન અને કોમોડિટી શેરોના ઈન્ડેક્સમાં એક ટકાથી વધુનું ગાબડું જોવા મળ્યું છે. કારોબારના અંતે BSE માર્કેટ 616.75ના ઘટાડા સાથે 73,502.64 પર બંધ થયું હતું, તો NSE માર્કેટ 160.90ના ઘટાડા સાથે 22,332.65 પર બંધ થયું હતું.
રોકાણકારોના રૂ.3.21 લાખ કરોડ ડૂબ્યા
બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું ગુરુવારે 7 માર્ચે કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 392.81 લાખ કરોડ રૂપિયા હતું, જે આજે 11 માર્ચે ઘટીને 389.60 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આમ કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 3.21 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. અન્ય શબ્દોમાં કહીએ તો રોકાણકારોની સંપત્તિમાં લગભગ 3.21 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.
BSEના 30માંથી માત્ર 8 શેર લીલા નિશાન પર બંધ થયા