Get The App

શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યા બાદ ઉછળ્યા, સેન્સેક્સ 400 પોઈન્ટ અપ, 257 શેર્સમાં અપર સર્કિટ

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
Sensex Nifty50


Stock Market Today: ભારતીય શેરબજારમાં ગઈકાલે નોંધાયેલા મોટા કડાકા બાદ આજે રેડ ઝોનમાં શરૂઆત કરી હતી. જો કે, બાદમાં સેન્સેક્સ 400 પોઈન્ટ અને નિફ્ટી 94 પોઈન્ટ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. 11.00 વાગ્યે સેન્સેક્સ 381.29 પોઈન્ટ 82878.39 પર અને નિફ્ટી 93.45 પોઈન્ટ ઉછાળી 25343.55 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકિલ ક્રાઈસિસ, પ્રોફિટ બુકિંગના કારણે શેરબજારમાં વોલેટિલિટી વધી છે. માર્કેટ નિષ્ણાતોએ રોકાણકારોને થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવા અપીલ કરી રહ્યા છે. એશિયન બજારો પણ રેડઝોનમાં ખૂલ્યા બાદ પોઝિટિવ ટ્રેડ થઈ રહ્યા છે. અમેરિકી બજારમાં ગઈકાલે કોઈ ખાસ મોટો કડાકો જોવા મળ્યો નથી.

આ પણ વાંચોઃ ઇઝરાયેલ સાથે સંકળાયેલી 14 લિસ્ટેડ કંપનીઓના શેર પર પ્રતિકૂળ અસર

બીએસઈ ખાતે સમાચાર લખાયા ત્યાં સુધીમાં ટ્રેડેડ 3824 શેર્સ પૈકી 1992 શેર્સ સુધારા તરફી અને 1660 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. 153 શેર્સ વર્ષની ટોચે અને 38 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. 237 શેર્સમાં અપર સર્કિટ અને 199 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી.

આઈટી-ટેક્નો શેર્સમાં તેજી

રોકાણકારો દ્વારા આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં લેવાલી વધી છે. ટેક્નોલોજી ઈન્ડેક્સ 0.96 ટકા અને આઈટી ઈન્ડેક્સ 1.44 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે રિયાલ્ટી શેર્સમાં આજે પણ મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવા મળતાં ઈન્ડેક્સ 1.81 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. 

વૈશ્વિક સ્તરે ઈરાન-ઈઝરાયલ યુદ્ધ સહિતના જિયો-પોલિટિકલ ક્રાઈસિસના કારણે વિદેશી રોકાણકારો દ્વારા મોટાપાયે રોકાણ પાછુ ખેંચાઈ રહ્યું છે. ગઈકાલે એફઆઈઆઈએ 15243.27 કરોડની વેચવાલી નોંધાવી હતી, જેની સામે ડીઆઈઆઈએ રૂ. 12913.96 કરોડની ખરીદી કરી હતી.

Nifty50 ખાતે ટ્રેડેડ ટોપ ગેનર અને લૂઝર

શેરછેલ્લો ભાવઉછાળો
ONGC298.52.21
INFY19301.93
TECHM1634.81.92
WIPRO540.21.9
TATAMOTORS938.41.37
શેરછેલ્લો ભાવઘટાડો
SHRIRAMFIN3347.5-1.82
M&M3077.2-1.68
HEROMOTOCO5579.05-1.48
CIPLA1632.1-1.48
BAJFINANCE7326.65-1.44

શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યા બાદ ઉછળ્યા, સેન્સેક્સ 400 પોઈન્ટ અપ, 257 શેર્સમાં અપર સર્કિટ 2 - image


Google NewsGoogle News