પાનકાર્ડ વગર સિનિયર સિટીઝન દાખલ કરી શકશે ITR? જાણીલો તમામ ડિટેઈલ્સ

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
પાનકાર્ડ વગર સિનિયર સિટીઝન દાખલ કરી શકશે ITR? જાણીલો તમામ ડિટેઈલ્સ 1 - image

નાણાંકીય કામગીરી અને બેંક સંબંધિત કામગીરી માટે પાન કાર્ડ જરૂરી દસ્તાવેજ છે. પાન કાર્ડનો ઉપયોગ આઈટીઆર ફાઈલ કરવાથી લઈને બેંક ખાતું ખોલાવવા માટે કરાય છે. આ સંજોગોમાં ઘણા લોકોના મનમાં સવાલ થાય છે શું પાન કાર્ડ વગર કોઈ સિનિયર સીટીઝન આઈટી રીટર્ન ભરી શકે છે ? આજે જાણીશું સમગ્ર માહિતી. 

શું સિનિયર સીટીઝન PAN વગર ITR ભરી શકે છે?

જો કોઈ સિનિયર સીટીઝને વિવિધ બેંકોમાં FD જમા રાખી હોય અને ટેક્સ કપાતથી બચવા માટે 15G ફોર્મ પણ સબમિટ કર્યું છે, પરંતુ બેંકે PAN સબમિટ ન કરવાને કારણે 20 ટકા ટેક્સ કાપી નાખ્યો. તેવા સંજોગોમાં ITR ફાઇલ કરીને રિફંડ માટે દાવો કરી શકો છો. આ કારણોસર ફોર્મ 15H સબમિટ કરવું જોઈએ.

ITR ફાઇલ કરી શકાતું નથી

જો તમારી પાસે પાન કાર્ડ ન હોય તો તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકતા નથી. જો બેંક દ્વારા ટેક્સ કાપવામાં આવ્યો હોય અને તમે રિફંડ મેળવવા માંગતા હોવ તો ITR ભરવું ફરજિયાત છે. પાન કાર્ડ વિના તમને ITR ભરવાની મંજૂરી આપવામાં આવતી નથી. આવા સંજોગોમાં તમારી પાસે PAN કાર્ડ ના હોય તો તમારે સૌથી પહેલા PAN માટે અરજી કરવી પડશે.

આધારનો પણ ઉપયોગ કરી શકો 

જો તમારી પાસે PAN નથી અને તમારી પાસે આધાર છે તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. કોઈપણ વરિષ્ઠ નાગરિક પોતાના નામની આગળ PAN અથવા આધાર નંબર લખીને બેંકમાં TDS રિટર્ન અપડેટ કરવાની વિનંતી સબમિટ કરી શકે છે.

નોંધનીય છે કે વ્યક્તિગત કરદાતાઓ માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી, જે સરકારે લંબાવી ન હતી. જો કે, ITR દંડ સાથે 31 ડિસેમ્બર સુધી અપડેટ કરી શકાય છે. જો તમે તમારા ITRમાં કોઈ ભૂલ કરી હોય, તો તમે તેને અપડેટ કરી શકો છો.


Google NewsGoogle News