વર્ષ 2050 સુધીમાં 4 માંથી 1 વ્યક્તિ હશે વૃદ્ધ, સારસંભાળ માટે નાણાકીય સશક્તિકરણ માટે નીતિ આયોગે આપ્યા સૂચન
Senior Citizen Update : હાલના સમયમાં તો 35 વર્ષથી ઓછી ઉંમરની 65 ટકા વસ્તીને લઈને તાલ આપવામાં આવે છે. પરંતુ આ સ્થિતિ લાંબા સમય સુધી નહીં રહે. એવી પરિસ્થિતિમાં ભવિષ્યને લઈને ચિંતા ઉત્પન્ન થઈ રહી છે. હાલના સમયમાં ભારતમાં 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોની વસ્તી દેશની કુલ વસ્તીના 10 ટકા છે જે અંદાજિત 104 મિલિયન એટલે 10.04 કરોડ બને છે.
2050માં 4 માંથી 1 નાગરિક હશે સીનિયર સિટિઝન
યૂનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના અનુમાન અનુસાર, 2025 સુધીમાં વરિષ્ઠ નાગરિકોની વસ્તી વધીને દેશમાં 158 મિલિયન એટલે 15.8 કરોડ થઈ જશે. 2050 સુધી ભારતની કુલ વસ્તીમાં 19.5 ટકા વસ્તી, 319 મિલિયન 31.5 કરોડ વસ્તી વરિષ્ઠ નાગરિકોની હશે. 2050માં ભારતમાં દરેક ચોથો વ્યક્તિ સિનિયર સિટિઝન હશે.
સારસંભાળ માટે ટેક AIનો થાય ઉપયોગ
નીતિ આયોગે ભારતમાં સીનિયર કેર રિફોર્મ્સ : રિઈમૈજનિંગ ધ સીનિયર કેર પેરાડિગ્મને લઈને પેપર જાહેર કર્યું છે. આ પેપરમાં વરિષ્ઠ નાગરિકોની સારસંભાળ માટે ટેક્નોલોજીના ઉપયોગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સના ઉપયોગને પ્રાથમિકતા આપવાની વાત કહેવામાં આવી છે. રિપોર્ટમાં સીનિયર સિટિઝન્સની સારસંભાળ રાખવા માટે મેડિકલ અને સામાજિક વાતો સિવાય કેટલીક ખાસ અને સ્પેશિયલ વાતો પર ધ્યાન આપવાની જરૂર છે. નીતિ આયોગના સભ્ય (હેલ્થ) વી.કે. પોલે કહ્યું કે, 'અમે સીનિયર સિટિઝન્સના સામાજિક સુરક્ષાની સાથે તેની સારસંભાળ રાખવા અને સ્વાસ્થ્યને લઈને ગંભીરતાની સાથે વિચારવું પડશે.'
હેલ્થકેર ફાઈનાન્સિંગના સાધન છે મર્યાદિત
નીતિ આયોગના રિપોર્ટમાં કહેવાયું છે કે, એવા વૃદ્ધોની સંખ્યામાં ભારે વધારો થવાનો છે, જેમને જેમને સારસંભાળની સાથે નાણાકીય સુરક્ષાની જરૂરિયાત હશે. વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થકેર ફાઈનાન્સિંગ ખુબ મર્યાદિત છે. રિપોર્ટ અનુસાર, 60 વર્ષથી વધુ ઉંમરના માત્ર 18 ટકા વરિષ્ઠ નાગરિક છે, જેમની પાસે હેલ્થ ઈન્શ્યોરન્સની સુવિધા છે. સરકાર પોતાની યોજનાઓ દ્વારા વરિષ્ઠ નાગરિકોની સબસિડી ઉપલબ્ધ કરાવે છે પરંતુ તેનું કવરેજ મર્યાદિત છે. આયુષ્માન ભારત યોજના મર્યાદિત આવકવાળા તમામ વરિષ્ઠ નાગરિકોને કવર કરે છે પરંતુ તેનો ઉપયોગ ખુબ મર્યાદિત છે. પ્રાઈવેટ સેક્ટરમાં વરિષ્ઠ નાગરિકોનો ઈન્શ્યોરન્સ કવર ખુબ જ ખરાબ છે.
હોમ બેઝ્ડ કેરથી ઘટી શકે છે સારવારનો ખર્ચ
રિપોર્ટના અનુસાર, 75 ટકાથી વધુ વરિષ્ઠ નાગરિક બીમારીથી પીડિત છે. તેવામાં ભારતમાં હોમ બેઝ્ડ કેર માર્કેટની ખુબ સંભાવનાઓ છે. 2020માં હોમકેર માર્કેટ 50,840 કરોડ રૂપિયાનું હતું, તે 2027માં વધીને 1.74 લાખ કરોડ રૂપિયા થવાની શક્યતા છે. હોમ હેલ્થકેર માર્કેટથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓપરેશનલ કોસ્ટના મામલે હોસ્પિટલોમાં તેની બીમારીની સારવાર પર થનારા ખર્ચની સરખામણીમાં 15 થી 30 ટકા સુધીનો ઘટાડો આવી શકે છે. કોવિડ 19 બાદ હોમ બેઝ્ડ કેર માર્કેટની સંભાવનાઓ વધી છે.
વૃદ્ધો માટે લોન્ચ કરવામાં આવે સ્પેશિયલ સેવિંગ પ્લાન
રિપોર્ટના અનુસાર, સીનિયર સિટિઝન્સના નાણાકીય સશક્તિકરણની સાથે તેમના રિસ્કિલિંગ માટે પગલા ઉઠાવવા જરૂરી છે. તેમના માટે પબ્લિક ફંડથી વધુ કવરેજની સાથે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિવાય અફોર્ડિંગ સેગમેન્ટ માટે મેનડેટરી સેવિંગ પ્લાન લોન્ચ કરવાની જરૂરિયાત છે. સીનિયર સિટિઝન્સની વધુ રોકડ ઉપલબ્ધ કરાવવા માટે રિવર્સ મોર્ટગેજ મેજેનિઝ્મની સુવિધા કરવી જોઈએ. સાથે જ સિનિયર સિટિઝન્સપર નાણાકીય બોઝને ઓછો કરવા માટે સીનિયર કેર પ્રોડક્ટ્સના વધુ ઉપયોગ માટે ટેક્સ અને જીએસટી રિફોર્મ્સ અપનાવવા જોઈએ. રિપોર્ટમાં સીનિયર સિટિઝન્સને ફાઈન્સિયલ ફ્રોડથી બચાવવા માટે તેમણે જાગૃત કરવાની સાથે સાક્ષર કરવાની પણ વાત કહેવામાં આવી છે.