Get The App

વરિષ્ઠ નાગરિકોને 7.60 ટકા વ્યાજ આપતી એફડીમાં આ તારીખ સુધી જ રોકાણ કરી શકાશે

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News

SBI Amrit Kalash Scheme: બેન્ક એફડી મારફત વધુ વ્યાજ મેળવવા માગતા રોકાણકારો સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની આ ખાસ યોજનામાં રોકાણ કરી શકે છે. એસબીઆઈની સ્પેશિયલ ફિક્સ ડિપોઝિટ સ્કીમ અમૃત કળશમાં રોકાણ કરવાની તક 30 સપ્ટેમ્બર સુધી મળશે. જેમાં વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 7.60 ટકા અને અન્યને 7.10 ટકા વ્યાજ મળવાપાત્ર છે. આ ફિક્સ ડિપોઝિટ સ્કીમમાં 400 દિવસ માટે રોકાણ કરવાનું રહે છે. મોટાભાગે વરિષ્ઠ નાગરિકો સુરક્ષિત અને નિશ્ચિત આવકનાા હેતુ સાથે બેન્ક એફડીમાં રોકાણ કરવાનું પસંદ કરતાં હોય છે. બેન્ક એફડી સૌથી સુરક્ષિત રોકાણ માધ્યમ છે.

સ્પેશિયલ ટર્મ ડિપોઝિટ

અમૃત કળશ એ એક સ્પેશિયલ રિટેલ ટર્મ ડિપોઝિટ છે, જેમાં વરિષ્ઠ નાગરિકોને 7.60 ટકા અને સામાન્ય નાગરિકોને 7.10 ટકાના દરે વ્યાજ મળે છે. મહત્તમ રૂ. 2 કરોડ સુધીની એફડી કરાવી શકો છો. અમૃત કળશ યોજના હેઠળ વ્યાજની ચૂકવણી માસિક, ત્રિમાસિક અને છ માસિક કરવામાં આવે છે. જેમાં સુવિધા અનુસાર, એફડીના વ્યાજની ચૂકવણીનો સમય નક્કી કરી શકો છો.

આ સ્કીમ પર લોન લઈ શકાય

આ યોજનામાં રોકાણ કરવા માટે તમે બેન્કની બ્રાન્ચમાં જઈ રોકાણ કરી શકો છો. નેટ બેન્કિંગ અને એસબીઆઈ યોનો મારફત પણ તેમાં રોકાણ કરી શકાય છે. અમૃત કળશ યોજના પર લોન લેવાની સુવિધા પણ મળે છે.

એસબીઆઈ વીકેર સ્કીમ

એસબીઆઈની એક અન્ય સ્પેશિયલ ટર્મ ડિપોઝિટ સ્કીમ વીકેરમાં પણ પાંચ વર્ષ કે તેથી વધુ મુદ્દત માટે રોકાણ કરવા પર 50 બેઝિસ પોઈન્ટનું એક્સ્ટ્રા વ્યાજ મળશે. વરિષ્ઠ નાગરિકો 5 વર્ષ કે તેથી ઓછી મુદ્દતની રિટેલ ટર્મ ડિપોઝિટ પર અન્યની તુલનાએ 0.50 ટકા વધુ વ્યાજ મેળવી શકે છે. વીકેર ડિપોઝિટ સ્કીમમાં પાંચ કે તેથી વધુ વર્ષની એફડી પર 1 ટકા વ્યાજ વધુ મળશે. મેચ્યોરિટી પહેલા ઉપાડ પર આ વ્યાજદર લાગૂ થશે નહિં. તેમાં પણ 31 સપ્ટેમ્બર, 2024 સુધી રોકાણ કરી શકાશે.


Google NewsGoogle News