Get The App

શેર માર્કેટમાં રોકાણ કરતાં લોકો ચેતજો! SEBIએ આપી ચેતવણી, આ ભૂલ કરી તો થશે મોટું નુકસાન

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
શેર માર્કેટમાં રોકાણ કરતાં લોકો ચેતજો! SEBIએ આપી ચેતવણી, આ ભૂલ કરી તો થશે મોટું નુકસાન 1 - image


SEBI Guidelines: માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા(SEBI)એ શેરબજારમાં રોકાણ કરનારાઓને ચેતવણી આપી છે. સેબીએ કહ્યું કે, રોકાણકારોએ નૉન-રજિસ્ટર્ડ ઓનલાઇન પ્લેટફૉર્મથી બચવું જોઈએ, જે અનલિસ્ટેડ ડેટ સિક્યોરિટીઝ ઑફર કરી રહ્યું છે. સેબીએ રોકાણકારોને આ પ્લેટફૉર્મના જોખમો વિશે સાવચેત કરતાં એક જાહેરનામું બહાર પાડ્યું છે. 

સેબીએ કહ્યું છે કે, આવા પ્લેટફૉર્મ કોઈ રેગ્યુલેટરી કે દેખરેખ હેઠળ આવતા નથી. તેમની પાસે રોકાણકારોને મૂળભૂત સુરક્ષા અથવા રોકાણકારોની ફરિયાદોને ઉકેલવા માટેના મેકેનિઝ્મનો અભાવ હોય છે. તેથી, રોકાણકારોએ આવા નૉન-રજિસ્ટર્ડ પ્લેટફૉર્મ પર વ્યવહાર કરવાનું ટાળવું જોઈએ. રોકાણકારોને સલાહ આપવામાં આવી કે, ફક્ત બોમ્બે સ્ટૉક ઍક્સચેન્જ (BSE) અથવા નેશનલ સ્ટોક ઍક્સચેન્જ (NSE) દ્વારા સત્તાવાર ઓનલાઇન બોન્ડ પ્લેટફૉર્મ સંચાલિત કરનાર સેબી-રજિસ્ટર્ડ સ્ટોક બ્રોકર્સ દ્વારા જ વ્યવહાર કરવાની સલાહ આપવામાં આવી છે. 

આ પણ વાંચોઃ લિક્વિડિટીમાં વધારો કરવા CRRમાં ઘટાડો

નિયમોનું ઉલ્લંઘન

સેબીએ કહ્યું કે, નૉન-રજિસ્ટર્ડ પ્લેટફૉર્મ્સ પર ટ્રાન્ઝેક્શન સંબંધિત વિવાદોમાં રોકાણકારોને પૂરતી મદદ કરવી પણ મુશ્કેલ થઈ જશે. આવા પ્લેટફૉર્મ ઘણાં કાયદાનું ઉલ્લંઘન કરે છે, જેમાં કંપની ઍક્ટ, 2013 અને નોન-કન્વર્ટિબલ સિક્યોરિટીઝ અને બજાર પ્રથાઓ પર સેબીના નિયમ સામેલે છે. 

આ પણ વાંચોઃ ડોલર પ્રવાહ વધારવા એફસીએનઆર થાપણ પર વ્યાજ દર મર્યાદા વધારાઈ

SEBIની ચિંતા

  • નિયમનકારી દેખરેખનો અભાવઃ આવા પ્લેટફૉર્મ સેબીના નિયમનકારી દેખરેખને આધીન નથી, જેનાથી રોકાણકારોને ગંભીર નુકસાન થઈ શકે છે.
  • રોકાણકાર સુરક્ષાનો અભાવઃ આ પ્લેટફૉર્મ સાથે જોડાયેલા રોકાણકારોને રજિસ્ટર્ડ પ્લેટફૉર્મના માધ્યમથી રોકાણ કરનારને સમાન સ્તરની સુરક્ષા નહીં મળી શકે. 

રોકાણકારોને સલાહ

  • સાવચેતી રાખોઃ રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે, નૉન-રજિસ્ટર્ડ ઓનલાઇન પ્લેટફૉર્મ દ્વારા અનલિસ્ટેડ ડેટ સિક્યોરિટીઝમાં રોકાણ કરવાથી બચવું.
  • રજિસ્ટર્જ પ્લેટફૉર્મનો ઉપયોગ કરોઃ રોકાણકારોએ BSE અથવા NSE દ્વારા અધિકૃત SEBI રજિસ્ટર્ડ સ્ટોક બ્રોકર્સ દ્વારા સંચાલિત ઓનલાઇન બોન્ડ પ્લેટફૉર્મનો ઉપયોગ કરવો જોઈએ.
  • શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ કરો: જો રોકાણકારોને કંઈપણ શંકાસ્પદ જણાય, તો તેમણે તરત જ બજાર નિયમનકારને તેની જાણ કરવી જોઈએ.

Google NewsGoogle News