Get The App

76293 કરોડ ડૂબ્યા સમજો! SEBI એ બતાવી 'લાચારી', કહ્યું - 807 કેસમાં પૈસા વસૂલી ખૂબ મુશ્કેલ

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
DRT Cases


SEBI Unable To Recover of 76 crore Of 807 DRT Cases: માર્કેટ રેગ્યુલેટરી સિક્યુરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા(સેબી)એ વિવિધ કાનૂની મામલાઓમાં અબજો રૂપિયાની વસૂલાત કરવા પ્રત્યે અમસર્થતા બતાવી દીધી છે. સેબીએ માર્ચ 2024ના અંતના ‘‘ડિફિકલ્ટ ટુ રિકવરી - DTR(વસૂલાત કરવી મુશ્કેલ)’’ કેટેગરી હેઠળ રૂ.76,293 કરોડની બાકી સામેલ કરી છે. જેની રિકવરી કરવી મુશ્કેલ હોવાનું સ્પષ્ટ પણે જાહેર કર્યું છે. જે ગત વર્ષ કરતાં ચાર ટકા વધુ રકમ છે. 

DRT હેઠળ સામેલ રકમ ગત વર્ષ કરતાં વધી

સેબીએ વસૂલાત કરવાની અસમર્થતા બતાવેલી રકમમાં મોટો હિસ્સો કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિઓ સમક્ષ પેન્ડિંગ કેસોને કારણે છે. વસૂલાત કરવી મુશ્કેલ એટલે કે ડિફિકલ્ટ ટુ રિકવર (DTR) એ એવી રકમ જેની વસૂલાત માટે તમામ પ્રયાસો-મોડ્‌સ અપનાવ્યા બાદ પણ શક્ય ન હોય. સેબીએ વર્ષ 2023-24 માટેના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું છે કે, આવા DTR બાકી લેણાંને અલગ કરવા એ સંપૂર્ણપણે વહીવટી અધિનિયમ છે અને જ્યારે ડીટીઆરટીના કોઈ પણ પરિણામોમાં ફેરફાર થાય ત્યારે આ રિકવરી અધિકારીઓને ડીટીઆર તરીકે અલગ પાડવામાં આવેલી રકમની વસૂલાત કરી શકાય છે.

આ પણ વાંચોઃ અહો આશ્ચર્યમ... કંપનીઓના પ્રમોટર્સ દ્વારા મોટાપાયે વેચવાલી, 1 લાખ કરોડ રૂપિયા ઉપાડી લીધા

807 કેસોમાં રિકવરી મુશ્કેલ

સેબીએ 31, માર્ચ 2024 મુજબ 807 કેસો ડીટીઆર કેસો તરીકે દર્શાવ્યા છે, જેમાં 807 કેસોમાંથી 36 કેસો રાજયની પીઆઇડી કોર્ટ, નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ (એનસીએલટી), નેશનલ કંપની લો એપેલેટ ટ્રીબ્યુનલ (એનસીએલએટી)માં ચાલી રહેલી કાર્યવાહીના કારણે પેન્ડિંગ છે, જેમાં રૂ.12,199 કરોડ અટવાયેલા છે. આ ઉપરાંત 60 કેસો કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિઓ સમક્ષ પેન્ડિંગ છે, જેમાં રૂ.59,970 કરોડ દાવ પર લાગેલા છે. આ બન્ને કેટેગરીમાં મળીને વસૂલાતની બાકી રહેલી કુલ રકમના 95 ટકા હિસ્સો છે. જ્યારે અનસ્ટ્રેસેબલ એટલે કે ભાળ ન મળી હોય એવી કેટેગરીમાં આવતાં 140 ડીટીઆર સર્ટિફિકેટના સંદર્ભમાં 131 વ્યક્તિ સાથે સંબંધિત છે અને નવ અનુક્રમે રૂ.13.3 કરોડ અને રૂ.15.7 કરોડની રકમ કંપનીઓ સાથે સંબંધિત છે. 

76293 કરોડ ડૂબ્યા સમજો! SEBI એ બતાવી 'લાચારી', કહ્યું - 807 કેસમાં પૈસા વસૂલી ખૂબ મુશ્કેલ 2 - image



Google NewsGoogle News