શેરબજારમાં નવો દોર! SEBIની T+0 વ્યવસ્થા સાથે ઈન્સ્ટન્ટ સેટલમેન્ટ તૈયારી, ક્યારે થશે લોન્ચ?
28 માર્ચ, 2024થી T+0 ટ્રેડ સેટલમેન્ટ સાઈકલ શરૂ કરવા જઈ રહ્યું છે સેબી
SEBI Instant Settlement Update: ચાલુ મહિનાના છેલ્લા અઠવાડિયાથી શેરબજારમાં ટ્રેડિંગ કરતા રોકાણકારો માટે એક નવો તબક્કો શરૂ થઈ રહ્યો છે. સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) 28 માર્ચ, 2024થી T+0 ટ્રેડ સેટલમેન્ટ સાઈકલ શરૂ કરવા જઈ રહ્યું છે, જેને ઈન્સ્ટન્ટ સેટલમેન્ટ તરફના એક મોટા પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. હાલમાં T+0 ટ્રેડ સેટલમેન્ટ વૈકલ્પિક ધોરણે શરૂ કરવામાં આવી રહ્યું છે.
હાલમાં T+1 સેટલમેન્ટની જોગવાઈ હતી
મ્યુચ્યુઅલ ફંડ બોડી એમ્ફીના કાર્યક્રમ દરમિયાન સેબીના ચેરપર્સન માધબી પુરી બુચે જણાવ્યું હતું કે સેબી 28 માર્ચથી વૈકલ્પિક ધોરણે T+0 ટ્રેડ સેટલમેન્ટ સાયકલ શરૂ કરવા જઈ રહી છે. ગત વર્ષે જ સેબીના વડાએ માર્ચ મહિનાથી શેરબજારમાં ટ્રેડના દિવસે જ સેટલમેન્ટ શરૂ કરવાનો સંકેત આપ્યો હતો અને 12 મહિનામાં ત્વરિત સમાધાનની ખાતરી આપી હતી. હાલમાં ભારતીય બજારમાં T+1 ટ્રેડ સેટલમેન્ટની જોગવાઈ લાગુ છે.
સેબીએ કન્સલ્ટન્ટ પેપર બહાર પાડ્યું હતું
સેબીએ ડિસેમ્બર 2023ના ઇન્સ્ટન્ટ સેટલમેન્ટ પર સૂચનો મેળવવા માટે કન્સલ્ટન્ટ પેપર પણ બહાર પાડ્યું હતું. કન્સલ્ટન્ટ પેપર્સમાં સેબીએ કહ્યું હતું કે આજના યુગમાં ભરોસાપાત્ર, ઓછી કિંમત અને ઝડપી વ્યવહારો એવા ફીચર્સ છે જે રોકાણકારોને ખૂબ આકર્ષે છે. આવી સ્થિતિમાં, શેરની ખરીદી અને વેચાણ માટે સેટલમેન્ટનો સમય ઘટાડવાથી રોકાણકારોને આ એસેટ ક્લાસ તરફ આકર્ષવામાં મદદ મળશે.
કેવી રીતે શરૂ કરાશે?
સેબીએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં T+0 સેટલમેન્ટ સાયકલ બપોરે 1.30 વાગ્યા સુધી ટ્રેડ માટે શરૂ કરવામાં આવશે અને ફંડ તથા શેરોની સેટલમેન્ટની પ્રક્રિયા સાંજે 4.30 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. સેબીના કન્સલ્ટન્ટ પેપર મુજબ, બીજા તબક્કામાં વૈકલ્પિક ઇન્સ્ટન્ટ સેટલમેન્ટ વિકલ્પ હશે જેમાં ફંડ અને સિક્યોરિટીઝ બંનેનું ટ્રેડ ટુ ટ્રેડ સેટલમેન્ટ કરવામાં આવશે. બીજા તબક્કાના અમલીકરણ પછી, પ્રથમ તબક્કાના T+0 નો વિકલ્પ બંધ થઈ જશે.
વિશ્વમાં ખૂબ જ ઓછા દેશો પાસે આવી વ્યવસ્થા
ભારતીય શેરબજારમાં હાલમાં T+1 સેટલમેન્ટની જોગવાઈ છે. એટલે કે, જે દિવસે રોકાણકાર કોઈ શેર ખરીદે છે અથવા વેચે છે, બીજા દિવસે શેર ડીમેટ ખાતામાં જમા થાય છે અથવા શેર વેચવા પર રોકાણકારના ખાતામાં પૈસા જમા થાય છે. એકવાર ઇન્સ્ટન્ટ સેટલમેન્ટ ટ્રાન્ઝેક્શન માટેના નિયમો લાગુ થઈ ગયા પછી, સોદાઓ તરત જ સેટલ થઈ જશે. વિશ્વમાં એવા બહુ ઓછા દેશો છે જ્યાં T+1 સેટલમેન્ટનો નિયમ લાગુ છે જેમાં ભારત જોડાવા જઈ રહ્યું છે.