Get The App

IPO મંજૂરીની પ્રક્રિયાને ઝડપી બનાવવા સેબીની કવાયત, DRHPમાં આ જાહેરાતો કરવાની રહેશે

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
IPO મંજૂરીની પ્રક્રિયાને ઝડપી બનાવવા સેબીની કવાયત, DRHPમાં આ જાહેરાતો કરવાની રહેશે 1 - image


IPO DRHP Approval: આઈપીઓ મંજૂરીની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે, માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ લીડ મેનેજરોને ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ ફાઈલ કરતી વખતે વધારાની વિગતો આપવા જણાવ્યું છે. માર્કેટ રેગ્યુલેટરે ગયા અઠવાડિયે બે ડઝનથી વધુ નવા ડિસ્ક્લોઝર નિયમો અંગે બેન્કરોને પત્ર મોકલ્યો હતો.

આઈપીઓ DRHP મંજૂર થતાં 89 દિવસ

DRHP એ એક દસ્તાવેજ છે જે આઈપીઓ લોન્ચ કરતી કંપનીઓએ માર્કેટ રેગ્યુલેટરને સબમિટ કરવાનું હોય છે. પ્રાઈમ ડેટાબેઝના ડેટા દર્શાવે છે કે સેબીને આઈપીઓને મંજૂરી આપવામાં 2022માં સરેરાશ 126 દિવસ અને 2023માં 108 દિવસનો સમય લાગ્યો હતો. ડેટા અનુસાર, ૧ જાન્યુઆરી, 2024 પછી સબમિટ કરાયેલી 45થી વધુ અરજીઓમાંથી માત્ર 9 જ મંજૂર કરવામાં આવી હતી. જેને મંજૂરી આપવામાં સરેરાશ 89 દિવસ થયા હતા. જો કે, આમાંથી લગભગ અડધો ડઝન અરજીઓ ખેંચી લેવામાં આવી હતી અથવા રદ કરવામાં આવી હતી.

14 આઈપીઓ મંજૂરી પ્રક્રિયા હેઠળ

સેબી 14 કંપનીઓના આઈપીઓ DRHP મંજૂરી આપવા મામલે અભ્યાસ કરી રહી છે. સેબીની નોટિફિકેશન અનુસાર, 14 આઈપીઓ મંજૂરીની પ્રક્રિયા હેઠળ છે. જ્યારે 19 આઈપીઓના DRHP મામલે લીડ મેનેજર્સ પાસેથી સ્પષ્ટતા અથવા લીડ મેનજર્સની સ્પષ્ટતા પર સેબીની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે.

ઝડપી મંજૂરી માટે DRHPમાં આ વિગતો જણાવવી પડશે

સેબી દ્વારા માંગવામાં આવેલા વધારાના ડિસ્ક્લોઝર્સમાં પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટની વિગતો, શેરધારકોની વિગતો, અગાઉના કરારો, ESOP ફાળવણીની વિગતો સહિત અન્ય વધારાની માહિતીઓનો સમાવેશ થાય છે. કાનૂની વિશ્લેષકે જણાવ્યું હતું કે, આ વધારાની જાહેરાતો આઈપીઓ અરજીઓની મંજૂરી માટે લાગતો સમય ઘટાડી શકે છે, પરંતુ માંગવામાં આવેલ વિગતોનું સ્તર DRHP ફાઇલ કરતા પહેલા મર્ચન્ટ બેંકર્સ દ્વારા કરવામાંઆવેલા કામમાં વધારો કરી શકે છે. નવી માર્ગદર્શિકા મુજબ, લીડ મેનેજરોએ એ વાતની પુષ્ટિ કરવી પડશે કે ESOP હેઠળના ફાળવણી કરનારાઓ માત્ર કર્મચારી છે, પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટના કિસ્સામાં ફાળવણીના દિવસે શેરધારકનું નામ અને કિંમત અને સપ્લાયર્સ અથવા ગ્રાહકોના નામ જાહેર કરવા પડશે.

 IPO મંજૂરીની પ્રક્રિયાને ઝડપી બનાવવા સેબીની કવાયત, DRHPમાં આ જાહેરાતો કરવાની રહેશે 2 - image


Google NewsGoogle News