Get The App

માર્કેટમાં ગરબડ કરનારા લોકો ચેતી જજો, SEBIએ જાહેર કર્યા નવા નિયમ, થશે આકરી કાર્યવાહી

Updated: May 11th, 2024


Google NewsGoogle News
માર્કેટમાં ગરબડ કરનારા લોકો ચેતી જજો, SEBIએ જાહેર કર્યા નવા નિયમ, થશે આકરી કાર્યવાહી 1 - image


Stock Market New Rule: શેરબજારમાં રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. જેની સાથે ગેરરીતિઓ અને છેતરપિંડી કરનારાઓની સંખ્યા પણ વધી છે. આ સમસ્યાને ધ્યાનમાં લેતાં સેબીએ આકરૂ વલણ દર્શાવી નવા નિયમો જારી કર્યા છે. જેમાં તે તેના કર્મચારીઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી શકે છે.

માર્કેટ રેગ્યુલેટર સેબીએ પોતાના કર્મચારીઓની સેવાઓને નિયંત્રિત કરતાં નિયમોમાં સંશોધન કર્યું છે. જેમાં આર્થિક નુકસાનની ભરપાઈ માટે કર્મચારીઓ પાસેથી મોટી પેનલ્ટી પણ વસૂલી શકે છે. આ વસૂલાત કર્મચારીઓને મળતા પગાર અને અન્ય રકમમાંથી કરશે.

કર્મચારી દ્વારા સત્તાનો દુરૂપયોગ

સેબી આ નિયમ અંતર્ગત તેના કોઈ કર્મચારી દ્વારા પોતાની સત્તાનો દુરૂપયોગ કરવામાં આવે અથવા તો કોઈ કર્મચારી કથિત રૂપે અયોગ્ય લક્ષ્યો માટે ફ્રોડ કરે તો તેની વિરૂદ્ધ કાર્યવાહી કરી આર્થિક નુકસાન પેટે પેનલ્ટી પણ વસૂલવામાં આવશે.

રિટાયર્ડ કર્મચારીઓ પર પણ લગામ

સેબીના રિટાયર્ડ કર્મચારીઓને પણ આ નવા નિયમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. સેબીએ 6 મેના રોજ એક નોટિફિકેશન જારી કરી જણાવ્યું હતું કે, નવી વ્યવસ્થા તેવા કર્મચારીઓ પર લાગૂ થશે, જેઓએ રાજીનામુ આપી દીધુ છે અથવા તો રિટાયર થઈ ગયા છે. જો તેઓ માર્કેટ સંબંધિત કોઈ ખોટી જાહેરાતો કે ગેરરીતિ આચરતાં હશે તો તેમની વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરાશે. તેમની ગ્રેજ્યુઅટી અટકાવી દેવામાં આવશે.

ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર માટે પણ નિયમ

ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર માટે પણ નિયમો જારી કર્યા છે. હવે ઈન્વેસ્ટમેન્ટ એઢવાઈઝર્સે વર્ષમાં બે વખત સોશિયલ મીડિયા પર પોતાની ઉપસ્થિતિ વિશે માહિતી રજૂ કરવાની રહેશે. આ માહિતી તેઓએ એક સુપરવાઈઝરી સંસ્થાને આપવાની રહેશે. જેની નિમણૂક સેબી કરે છે. જેનાથી ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ પર સરળતાથી દેખરેખ રાખી શકાશે, અને છેતરપિંડી અટકાવાશે.

  માર્કેટમાં ગરબડ કરનારા લોકો ચેતી જજો, SEBIએ જાહેર કર્યા નવા નિયમ, થશે આકરી કાર્યવાહી 2 - image


Google NewsGoogle News