રિટેલ રોકાણકારો હવે ડિમેટ એકાઉન્ટમાં રૂ. 10 લાખ સુધીની સિક્યુરિટીઝ જમા કરાવી શકશે, સેબી આપી શકે છે મંજૂરી

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
રિટેલ રોકાણકારો હવે ડિમેટ એકાઉન્ટમાં રૂ. 10 લાખ સુધીની સિક્યુરિટીઝ જમા કરાવી શકશે, સેબી આપી શકે છે મંજૂરી 1 - image


Basic Services Demat Account: માર્કેટ રેગ્યુલેટર સામાન્ય (રિટેલ) રોકાણકારના ડિમેટ એકાઉન્ટમાં સિક્યુરિટીઝની વેલ્યૂ લિમિટ વધારવાની યોજના બનાવી રહી છે. જે હેઠળ રિટેલ રોકાણકારના ડિમેટ એકાઉન્ટમાં 10 લાખ સુધીની સિક્યુરિટી જમા કરાવવા મંજૂરી મળી શકે છે.  

નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે BSDA (બેઝિક સર્વિસિઝ ડિમેટ એકાઉન્ટ)ની શરૂઆત 2012માં કરવામાં આવી હતી. હાલમાં, નિયમ છે કે 2 લાખ રૂપિયા સુધીની ડેટ સિક્યોરિટીઝ BSDAમાં રાખી શકાય છે. આ સિવાય 2 લાખ રૂપિયાની અન્ય સિક્યોરિટીઝ (ડેટ સિક્યોરિટી સિવાય) પણ આ ખાતામાં રાખી શકાય છે. હવે માર્કેટ રેગ્યુલેટરે આ મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા કરવાની યોજના બનાવી છે.

બેઝિક ડિમેટ એકાઉન્ટ વિશે

બેઝિસ સર્વિસિઝ ડિમેટ એકાઉન્ટ એવા રિટેલ રોકાણકારો માટે છે કે, જેઓ સ્ટોક, બોન્ડ, ઇટીએફ, મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં નિયમિતપણે રોકાણ કરતાં નથી. આ ખાતાનો જાળવણી ખર્ચ ઓછો છે. SEBIએ 5 જૂને બેઝિક સર્વિસિઝ ડીમેટ એકાઉન્ટ (BSDA)માં સિક્યોરિટીઝની વેલ્યૂ લિમિટ વધારવા અંગે કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું છે. જેમાં સિક્યુરિટીઝ લિમિટ વધારી 10 લાખ કરવા ઉફરાંત ડેટ અને નોન-ડેટ સિક્યોરિટીઝ માટે સમાન મર્યાદા રાખવા કે પછી બંને કેટેગરી માટે અલગ-અલગ મર્યાદા નક્કી કરવી વધુ સારું રહેશે? તેના વિશે પણ ભલામણ લેવામાં આવી હતી.

ભલામણમાં જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા એક દાયકામાં બેન્ચમાર્ક ઈન્ડેક્સનો ગ્રોથ અને સિક્યુરિટીઝ માર્કેટમાં રિટેલ રોકાણકારોની સંખ્યામાં વધારો કરવા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સેબી આ એકાઉન્ટ પર જાળવણી ખર્ચ મામલે પણ વિચારણા કરી રહી છે. હાલ આ એકાઉન્ટમાં રૂ. 1 લાખ સુધીની ડેટ સિક્યુરિટીઝ અને રૂ. 50 હજાર સુધીની નોન ડેટ સિક્યુરિટીઝ પર કોઈ ચાર્જ વસૂલાતો નથી. આ લિમિટ વધારી રૂ. 4 લાખ કરવાનો પ્રસ્તાવ છે.

  રિટેલ રોકાણકારો હવે ડિમેટ એકાઉન્ટમાં રૂ. 10 લાખ સુધીની સિક્યુરિટીઝ જમા કરાવી શકશે, સેબી આપી શકે છે મંજૂરી 2 - image


Google NewsGoogle News