ત્રણ મહિનાની મુદત, SEBIએ કહ્યું હવે 31 ડિસેમ્બર સુધી કરી શકશો આ જરુરી કામ

SEBIએ નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર થી વધારીને 31 ડિસેમ્બર 2023 કરી

આ પહેલા નોમિનેશનની પ્રક્રિયાને પુરી કરવા માટે સેબી તરફથી 30 સપ્ટેમ્બર 2023ની ડેડલાઈન નક્કી કરવામાં આવી હતી

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
ત્રણ મહિનાની મુદત, SEBIએ કહ્યું હવે 31 ડિસેમ્બર સુધી કરી શકશો આ જરુરી કામ 1 - image
Image Twitter 

તા. 27 સપ્ટેમ્બર 2023, બુધવાર 

સપ્ટેમ્બર (September)નો મહિનો પુરો થવા આવ્યો છે અને આ મહિનામાં કેટલાક ફાઈનાન્શિયલ કામ (Financial Works) કરવા જરુરી છે. એટલે કે  આ મહિનાની 30 સપ્ટેમ્બર કેટલાક કામોની ડેડલાઈન (deadline) છે. તેમાથી એક જરુરી કામ ડીમેટ એકાઉન્ટ  (Demat Account Nominee)સાથે નોમિનીનું નામ જોડવાનું હતું, જો કે તેના પર માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) એ મોટી રાહત આપી છે. 

SEBIએ નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર થી વધારીને 31 ડિસેમ્બર 2023 કરી દીધી છે. એટલે કે આ જરુરી કામ કરવા માટે હવે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

ડીમેટ એકાઉન્ટમાં નોમિનીનું નામ દાખલ કરવું કેમ જરુરી

Demat-Mutual Fund એકાઉન્ટમાં નોમિનેશનની પ્રક્રિયાને પુરી કરવા માટે સેબી તરફથી 30 સપ્ટેમ્બર 2023ની ડેડલાઈન નક્કી કરવામાં આવી હતી,જેને વધારવામાં આવી છે. જો આ જરુરી કામ ચોક્કસ તારીખમાં સુધી નહી કરવામાં આવે તો એકાઉન્ટ ધારકનું એકાઉન્ટ ફ્રીજ કરી દેવામાં આવશે. માર્કેટ રેગ્યુલેટર ( SEBI)એ ડિમેટ એકાઉન્ટમાં નોમિનેશનનું નામ દાખલ કરવું ફરજીયાત કરી દીધું છે. રોકાણકારો પોતાની સંપત્તિને સુરક્ષિત રાખવા અને તેના કાયદાકીય ઉત્તરાધિકારીઓને સોપવામાં મદદ કરવા માટે આ નિયમને ફરજીયાત કરવામાં આવ્યો છે. 



Google NewsGoogle News