માધબી પુરી બુચ પર કોંગ્રેસનો વધુ પ્રહારઃ એડવાઈઝરી એજન્સીમાંં 99 ટકા હિસ્સાનો દાવો

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
Madhabi Puri Buch


Madhabi Puri Buch has 99% stake In Agora Pvt. LTd:  માધબી પુરી બુચ પર એક પછી એક આરોપો મૂકવામાં આવી રહ્યા છે. વિપક્ષે ફરી પાછા નવા આરોપો સામે માધબી પુરીને ઘેર્યા છે. કોંગ્રેસે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના વડા માધાબી પુરી બુચના તેની માલિકીની એડવાઈઝરી સર્વિસ પ્રોવાઈડર અગોરા પ્રાઈવેટ લિમિટેડ સેબીમાં પદ  સંભાળ્યા પછી નિષ્ક્રિય રહી હોવાનો દાવાનો વિરોધ કર્યો છે.

કોંગ્રેસે 10 સપ્ટેમ્બરના રોજ નવા આક્ષેપોમાં જણાવ્યું હતું કે માર્કેટ રેગ્યુલેટરના ટોપ બોસ અને તેના પતિ ધવલ બુચ હજી પણ એડવાઈઝરી ફર્મમાંથી હજી પણ કમાણી કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષના મીડિયા અને પ્રચાર વિભાગના ચેરમેન પવન ખેડાએ જણાવ્યું છે કે, "હિન્ડનબર્ગના અહેવાલમાં અગોરા એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનું નામ બહાર આવ્યું છે, જે 7 મે, 2013ના રોજ રજીસ્ટર્ડ થઈ હતી. આ કંપની માધબી પુરી બુચ અને તેમના પતિની છે, પરંતુ હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ માધબીજીએ તેનો ઇનકાર કર્યો હતો કે, તે સેબીમાં ગઈ ત્યારથી આ કંપની નિષ્ક્રિય છે પરંતુ માધબીજી પાસે હજુ પણ આ કંપનીમાં 99% હિસ્સો છે.

આ પણ વાંચોઃ 'માધબી બુચે એકસાથે 3 જગ્યાએથી પગાર લીધો...', SEBI વડાના કથિત કૌભાંડો મુદ્દે કોંગ્રેસના PM મોદીને સવાલ

અગાઉ પણ પવન ખેડેએ આરોપ મૂક્યો હતો કે, માધબી પુરી બુચ સેબીની ચેરપર્સન હોવા છતાં ત્રણ-ત્રણ કંપનીમાંથી પગાર લઈ રહી છે. આઈસીઆઈસી બેન્ક પાસેથી નિયમિત ધોરણે પગાર અને ESOPના લાભો લઈ રહી છે.

માધબી પુરી બુચ પર કોંગ્રેસનો વધુ પ્રહારઃ એડવાઈઝરી એજન્સીમાંં 99 ટકા હિસ્સાનો દાવો 2 - image


Google NewsGoogle News