Get The App

સેબીએ લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટાઈઝેશન મામલે નિયમોમાં ફેરફાર કર્યા

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
સેબીએ લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટાઈઝેશન મામલે નિયમોમાં ફેરફાર કર્યા 1 - image


SEBI New Amendments: માર્કેટ રેગ્યુલેટર સેબીએ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીની માર્કેટ કેપિટાઈઝેશન ગણવાની રીતમાં ફેરફાર કર્યો છે. સેબીના નવા સુધારા અનુસાર, તમામ લિસ્ટેડ કંપનીઓ છ માસની એવરેજ માર્કેટ કેપિટાઈઝેશનનો ઉપયોગ કરી શકશે.

માર્કેટ નિષ્ણાતોએ ભલામણ કરી હતી કે, લિસ્ટેડ કંપનીની માર્કેટ કેપ બજારમાં ફેરફારોના કારમે રોજ બદલાતી રહે છે. જો છ માસની એવરેજ માર્કેટ કેપનો ઉપયોગ કરવામાં આવે તો કંપનીની માર્કેટ સાઈઝ વિશે વધુ ચોક્કસ માહિતી મળશે, તેમજ હરિફો વચ્ચે રેન્કિંગ પણ આપી શકાશે.

નવા નિયમો 31 ડિસેમ્બર, 2024ના રોજથી લાગૂ થશે. લિસ્ટેડ કંપનીઓના રેન્કિંગ 1 જૂનથી 31 ડિસેમ્બર દરમિયાનની એવરેજ માર્કેટ કેપના આધારે નક્કી કરવામાં આવશે.

શેરબજારમાં નવી લિસ્ટેડ કંપની પર પણ નવો નિયમ લાગૂ થશે. જેની માર્કેટ કેપની એવરેજ વચગાળાના સમય બાદ થવા 31 ડિસેમ્બર બાદ 3 માસ અથવા તો આગામી નાણાકીય વર્ષે દર્શાવવામાં આવશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની છ માસની એવરેજ કુલ માર્કેટ કેપ રૂ. 16.39 લખ કરોડ છે. જો કે, 29 ડિસેમ્બર, 2023ના દિવસે રિલાયન્સની માર્કેટ કેપ રૂ. 17.49 લાખ કરોડ હતી.

વધુમાં, રેગ્યુલેટરી પડકારોમાં ઘટાડો કરતાં સેબીએ આઈપીઓ માટે નિયમમાં સુધારો કર્યો છે. હવે નોન-પ્રમોટર શેરહોલ્ડર્સ પ્રમોટર તરીકેની ઓળખ આપ્યા વિના યોગદાન આપી શકશે. અગાઉના નિયમ મુજબ, સેબીના મિનિમમ પ્રમોટરનું 20 ટકા શેર હોલ્ડિંગ આઈપીઓના લિસ્ટિંગ બાદ અમુક ચોક્કસ સમયગાળા માટે બ્લોક કરવામાં આવે છે.


Google NewsGoogle News