એસબીઆઈના ગ્રાહકોને ઝટકો, હોમ અને કાર લોન મોંઘી થશે, MCLR રેટમાં વધારાથી EMI વધશે
SBI Loan Rates Hike: આરબીઆઈએ સતત આઠ વખત રેપો રેટ જાળવી રાખ્યા હોવા છતાં દેશની ટોચની બેન્ક એસબીઆઈએ એમસીએલઆર રેટમાં વધારો કર્યો છે. જેનાથી તેના કરોડો ગ્રાહકોના ખિસ્સા પર બોજો વધશે. એસબીઆઈએ એમસીએલઆર રેટમાં 0.10 ટકા સુધી વધારો કરતાં હોમ લોન અને કાર લોન હવે મોંઘી થશે. વ્યાજના નવા દરો 15 જુલાઈથી લાગૂ થશે.
એસબીઆઈના બેઝ લેન્ડિંગ રેટ એમસીએલઆર હવે 8.10થી 9 ટકા સુધી છે. ઓવરનાઈટ એમસીએલઆર રેટ 8.20 ટકા કર્યો છે. એસબીઆઈએ એમસીએલઆરમાં 0.05 ટકાથી વધારી 0.10 ટકા સુધી રેટ વધારો કર્યો છે. જેની સીધી અશર હોમ લોન અને કાર લોનના ઈએમઆઈ પર થશે. એમસીએલઆર રેટ વધતાં નવી લોન મોંઘી થશે.
30 લાખની લોન પર કેટલો બોજો વધશે
જો કોઈ વ્યક્તિએ રૂ. 30 લાખની લોન 20 વર્ષની મુદ્દત માટે લીધી હોય તો તેણે નવા વ્યાજદર અનુસાર, 9 ટકા વ્યાજદર ચૂકવવુ પડશે. જેથી આગામી મહિનાથી ઈએમઆઈ રૂ. 26992 પ્રતિ માસ થશે. જે અગાઉ રૂ. 26799 પ્રતિ માસ હતો. દર મહિને રૂ. 193 વધુ અર્થાત વર્ષમાં રૂ. 2316 વધુ ચૂકવવા પડશે. અને લોન પૂર્ણ થવા પર રૂ. 47 હજારનો બોજો વધશે.
એસબીઆઈની લોન માટેના નવા વ્યાજદર