Get The App

રિઝર્વ બેંકે રાહત આપી હોવા છતાં SBIનો ઝટકો, વ્યાજદરોમાં વધારો ઝીંકી લોન મોંઘી કરી

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
SBI MCLR Rate Hike

Image: IANS


SBI Lending Rate: આરબીઆઇએ સતત નવમી વખત રેપો રેટ 6.5 ટકા પર જાળવી રાખ્યો હોવા છતાં દેશની ટોચની સરકારી બૅન્ક સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. એસબીઆઇએ પોતાની જુદી-જુદી મુદ્દત માટે માર્જિનલ કોસ્ટ ઑફ લેન્ડિંગ રેટ્સ(એમસીએલઆર)માં 10 બેઝિસ પોઇન્ટનો વધારો કરવાની જાહેરાત કરી છે. નવા દરો 15 ઑગસ્ટથી લાગુ થઈ ચૂક્યા છે. એસબીઆઇ દ્વારા એમસીએલઆરમાં સતત ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે.

આ છે નવા દર

એસબીઆઇના સુધારા બાદ 3 વર્ષની મુદ્દત માટે નવો એમસીએલઆર રેટ 9 ટકાથી વધી 9.10 ટકા થયો છે. જ્યારે ઓવરનાઇટ એમસીએલઆર 8.10 ટકાથી વધારી 8.20 કર્યો છે.

આ પણ વાંચોઃ સ્માર્ટફોન માર્કેટમાં H1માં 7.2%નો વધારો,શિપમેન્ટમાં 6.9 કરોડની વૃદ્ધિ

નવા દરો

ત્રણ વર્ષની મુદ્દત માટે એસબીઆઇનો નવો એમસીએલઆર રેટ હવે 9 ટકાથી વધારી 9.10 થયો છે. જ્યારે ઓવરનાઇટ એમસીએલઆર 8.10 ટકાથી વધારી 8.20 ટકા કર્યો છે.

નવા વ્યાજદરો

વિગતજૂના દરનવા દર
ઓવરનાઇટ8.10 ટકા8.20 ટકા
એક માસ8.35 ટકા8.45 ટકા
3 માસ8.40 ટકા8.50 ટકા
છ માસ8.75 ટકા8.85 ટકા
એક વર્ષ8.85 ટકા8.95 ટકા
2 વર્ષ8.95 ટકા9.05 ટકા
3 વર્ષ9.00 ટકા9.10 ટકા


સતત ત્રીજા મહિને વધારો

એસબીઆઇએ જૂન, 2024થી થોડા દિવસ માટે એમસીએલઆરમાં 30 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો છે. એમસીએલઆર મીનિમમ વ્યાજદર છે. જેનાથી નીચે કોઈ પણ બૅન્ક લોન આપી શકે નહીં. જો કે, અમુક કિસ્સામાં છૂટ આપવામાં આવી છે. એમસીએલઆર રેટમાં વધારો થવાથી ગ્રાહકોની હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન મોંઘી બને છે. 

રિઝર્વ બેંકે રાહત આપી હોવા છતાં SBIનો ઝટકો, વ્યાજદરોમાં વધારો ઝીંકી લોન મોંઘી કરી 2 - image


Google NewsGoogle News