દિગ્ગજ ક્રિકેટર MS ધોનીને SBIએ બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર, જાણો શું હશે જવાબદારી

ધોનીને એસબીઆઈ સાથે જોડવાથી અમારી બ્રાન્ડને એક નવો અવતાર મળશે: અધ્યક્ષ

SBIના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે MS Dhoni માર્કેટિંગ અને એડની ભૂમિકા નિભાવશે

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
દિગ્ગજ ક્રિકેટર MS ધોનીને SBIએ બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર, જાણો શું હશે જવાબદારી 1 - image
Image Twtter 

તા. 29 ઓક્ટોબર 2023, રવિવાર

દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે દિવાળી પહેલા ઈન્ડિયન ક્રિકેટર અને પુર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. પબ્લિક સેક્ટરની સૌથી મોટી બેંકે આજે રવિવારના રોજ મહેન્દ્ર સિંહ ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી હતી. SBIના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એેમ એસ ધોની માર્કેટિંગ અને એડની ભૂમિકા નિભાવશે. 

ધોનીને એસબીઆઈ સાથે જોડવાથી અમારી બ્રાન્ડને એક નવો અવતાર મળશે: અધ્યક્ષ

SBIની અધ્યક્ષ દિનેશ ખારાએ કહ્યું કે, અમે MS Dhoniને SBIનાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવી ઘણા ખુશ છીએ. તેમણે વધુમાં કહ્યું કે, ધોનીને એસબીઆઈ સાથે જોડવાથી અમારી બ્રાન્ડને એક નવો અવતાર મળશે. આ નિર્ણય ભાગીદારી, અમારુ લક્ષ્ય વિશ્વાસ, અખંડિતતા અને અતુટ સમર્પણની સાથે રાષ્ટ્ર અને અમારા ગ્રાહકોની સેવા કરવા માટે પ્રતિબદ્ધતાને મજબુતી આપે છે. 

દેશની સૌથી મોટી ધિરાણ કર્તા બેંક પણ છે

ભારતીય સ્ટેટ બેંક પ્રોપર્ટી, ડિપોઝિટ, શાખાઓ, ગ્રાહકો અને કર્મચારીઓના મામલે સૌથી મોટી કોમર્શિયલ બેંક છે. આ દેશની સૌથી મોટી ધિરાણ કર્તા બેંક પણ છે. જેમા અત્યાર સુધી 30 લાખથી વધુ ભારતીય પરિવારોના ઘર ખરીદવાના સપના આ બેંક થકી પૂરા કર્યા છે. બેંકના હોમ લોન પોર્ટફોલિયો 6.53 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ચુક્યો છે.


Google NewsGoogle News