Get The App

દેશની સૌથી ધનિક મહિલા સંપત્તિ મામલે અઝીમ પ્રેમજીથી આગળ નીકળી, TOP-5 અમીરોમાં સ્થાન મેળવ્યું

મુકેશ અંબાણી હાલમાં પણ દેશના સૌથી ધનિક વ્યક્તિ

અઝીમ પ્રેમજીની સંપત્તિમાં સતત ચિંતાજનક ઘટાડો

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
દેશની સૌથી ધનિક મહિલા સંપત્તિ મામલે અઝીમ પ્રેમજીથી આગળ નીકળી, TOP-5 અમીરોમાં સ્થાન મેળવ્યું 1 - image


Richest Woman of India: દેશની સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલ હવે વિપ્રોના માલિક અઝીમ પ્રેમજી કરતા પણ વધુ અમીર બની ગયા છે. આ સાથે તેમણે દેશના ટોચના 5 અમીર લોકોની યાદીમાં સ્થાન મેળવી લીધું છે. 

સાવિત્રી જિંદાલની સંપત્તિ કેટલી થઈ? 

હાલમાં જેએસડબલ્યુના ચેરમેન ઈમેરિટસ સાવિત્રી જિંદાલની સંપત્તિ 25 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. છેલ્લા બે વર્ષમાં તેમની સંપત્તિમાં 87 ટકાનો વધારો થયો છે. બીજી તરફ અઝીમ પ્રેમજીની સંપત્તિમાં આ જ સમયગાળામાં 42 ટકા સુધીનો ઘટાડો થયો છે.

બે વર્ષ પહેલા અઝીમ પ્રેમજી દેશમાં કયા સ્થાને હતા? 

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, બે વર્ષ પહેલા પ્રેમજી ભારતના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ હતા. માત્ર મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી તેમનાથી આગળ હતા. વિપ્રો માટે છેલ્લા બે વર્ષ ખૂબ જ ખરાબ રહ્યા છે. જાન્યુઆરી 2022 થી કંપનીના શેરમાં 42 ટકાનો ઘટાડો થયો છે. જેનાથી પ્રેમજીની સંપત્તિમાં પણ 42 ટકાનો ઘટાડો થયો છે. હાલમાં તે દેશના સૌથી અમીર લોકોની યાદીમાં છઠ્ઠા સ્થાને આવી ગયા છે.

આ છે દેશના TOP-10 ધનિકો 

મુકેશ અંબાણી - 92.12  અબજ ડૉલર 

ગૌતમ અદાણી - 85.15 અબજ ડૉલર 

શપૂર પલોનજી મિસ્ત્રી - 33.6 અબજ ડૉલર 

શિવ નાડર - 31.59 અબજ ડૉલર 

સાવિત્રી દેવી જિંદાલ - 24.6 અબજ ડૉલર 

અઝીમ પ્રેમજી - 24 અબજ ડોલર

દિલીપ શાંતિલાલ સંઘવી - 20.39 અબજ ડૉલર 

રાધાકિશન દામાણી - 19.42 અબજ ડૉલર 

લક્ષ્મી મિત્તલ - 18.79 અબજ ડૉલર 

કુમાર બિરલા - 17.19 અબજ ડૉલર 

દેશની સૌથી ધનિક મહિલા સંપત્તિ મામલે અઝીમ પ્રેમજીથી આગળ નીકળી, TOP-5 અમીરોમાં સ્થાન મેળવ્યું 2 - image


Google NewsGoogle News