OpenAIમાંથી હકાલપટ્ટી બાદ સેમ ઓલ્ટમેન માઈક્રોસોફ્ટમાં જોડાયા, CEO સત્યા નડેલાએ કર્યું એલાન
માઇક્રોસોફ્ટે OpenAI માં અબજો ડોલરનું રોકાણ કર્યું છે
Sam Altman To Join Microsoft : OpenAIમાંથી CEO સેમ ઓલ્ટમેનને પદ પરથી હટાવવામાં આવ્યા બાદ હવે તેને લઇ એક મોટા સમાચાર આવી રહ્યા છે. OpenAIમાંથી હાકલપટ્ટી બાદ સેમ ઓલ્ટમેન માઈક્રોસોફ્ટ સાથે જોડાયા છે. માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલાએ આ અંગે જાણકારી આપી હતી. સેમ ઓલ્ટમેન સિવાય ગ્રેગ બ્રોકમેન નવી અદ્યતન AI રીસર્ચ ટીમનું નેતૃત્વ કરવા માટે માઇક્રોસોફ્ટની રીસર્ચ ટીમમાં પણ જોડાશે.
સત્યા નડેલાએ ટ્વીટ કરી આપી જાણકારી
ઓલ્ટમેનની નિમણુંકની જાહેરાત કરતા માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલાએ પોસ્ટ કર્યું કે, અમે OpenAI સાથેની અમારી ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ અને અમારી પ્રોડક્ટના રોડમેપ પર વિશ્વાસ ધરાવીએ છીએ, અમે Microsoft Ignite પર જે પણ જાહેરાત કરી છે તેની સાથે નવીનતા લાવવાની અમારી ક્ષમતા અને ગ્રાહકો તેમજ ભાગીદારોને સમર્થન આપવા પર વિશ્વાસ છે.
OpenAI માં માઇક્રોસોફ્ટનું અબજો ડોલરનું રોકાણ
અમે એમ્મેટ શીયર અને OAI ની નવી લીડરશીપ ટીમને જાણવા અને તેની સાથે કામ કરવા માટે ઉત્સુક છીએ, અને અમે આ સમાચાર શેર કરવા માટે અત્યંત ઉત્સાહિત છીએ કે સેમ ઓલ્ટમેન અને ગ્રેગ બ્રોકમેનના સાથીદારો સાથે, માઈક્રોસોફ્ટની નવી અદ્યતન AI સંશોધન ટીમનું નેતૃત્વ કરશે. અમે તેમની સફળતા માટે જરૂરી સંસાધનો પ્રદાન કરવા માટે ઝડપથી આગળ વધવા માટે આતુર છીએ. માઇક્રોસોફ્ટે OpenAI માં અબજો ડોલરનું રોકાણ કર્યું છે અને Bing સહિતની તેની ઓફરિંગમાં કંપનીની ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે.
રાજીનામા બાદ ઓલ્ટમેન કહ્યું.....
બોર્ડને હવે ઓલ્ટમેનની ક્ષમતાઓ પર વિશ્વાસ નથી, આ કારણે ઓલ્ટમેને તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું. OpenAIએ આ માહિતી આપી હતી. પૂર્વ CEO ઓલ્ટમેને સોશ્યલ મીડિયામાં માહિતી આપતા લખ્યું હતું કે, OpenAIમાં વિતાવેલો સમય મને ગમ્યો અને મને કંપનીમાં પ્રતિભાશાળી લોકો સાથે કામ કરવાનો સૌથી વધુ આનંદ આવ્યો છે. રાજીનામું એ પરિવર્તનકારી નિર્ણય હતો અને હવે હું શું કરીશ, શું થશે તે હું તમને પછી જણાવીશ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર મીરા મુરતી હાલના સમય માટે વચગાળાના CEO તરીકેનો ચાર્જ સંભાળશે. આ ઉપરાંત કંપની કાયમી CEOની શોધ પણ ચાલુ રાખશે. આ સિવાય OpenAIના પ્રમુખ ગ્રેગ બ્રોકમેન બોર્ડના અધ્યક્ષ પદેથી રાજીનામું આપશે.