Get The App

ડોલર સામે રશિયાની કરન્સી ગબડી 16 મહિનાના તળિયે

- યુદ્ધના પગલે રશિયાનો વિદેશ વેપાર ખોરવાયો: રૂપિયા સામે ડોલરમાં બેતરફી સાંકડી વધઘટ

- રશિયાનો ફોરેનની બેન્કોમાં વધુ થાપણો મુકતા થયા

Updated: Aug 10th, 2023

GS TEAM


Google News
Google News
ડોલર સામે રશિયાની કરન્સી ગબડી 16 મહિનાના તળિયે 1 - image


મુંબઈ : મુંબઈ  કરન્સી બજારમાં  આજે રૂપિયા સામે ડોલરના ભાવ બેતરફી વધઘટના અંતે  ધીમા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. ડોલરના ભાવ રૂ.૮૨.૮૪ વાળા આજે સવારે રૂ.૮૨.૮૨ ખુલી ઉંચામાં ભાવ રૂ.૮૨.૮૫ તથા નીચામાં ભાવ રૂ.૮૨.૭૯ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૨.૮૨ રહ્યા હતા.

 ડોલર સામે રૂપિયો આજે ૦.૦૨ ટકા પ્લસમાં રહ્યો હતો.  શેરબજાર ઉંચકાતાં કરન્સી બજારમાં રૂપિયા પર  પોઝીટીવ અસર દેખાઈ હતી.દરમિયાન રિઝર્વ બેંક દ્વારા ગુરૂવારે આજે નક્કી થનારા વ્યાજના પર બજારની નજર રહી હતી. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ૦.૧૫ ટકા ઘટયો હતો. ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ નીચામાં ૧૦૨.૨૯ થઈ ૧૦૨.૩૭ રહ્યાના નિર્દેશો હતા.

દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૦.૦૧ ટકા વધ્યા હતા. પાઉન્ડના ભાવ  ઉંચામાં રૂ.૧૦૫.૮૫ થયા પછી છેલ્લે બંધ ભાવ રૂ.૧૦૫.૪૬ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સાથે ૦.૦૯ ટકા વધ્યા હતા. યુરોના ભાવ ઉંચામાં રૂ.૯૧ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૯૦.૯૫ રહ્યા હતા.

જાપાનની કરન્સીના ભાવ રૂપિયા સામે ૦.૦૫ ટકા પ્લસમાં રહ્યા હતા જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૦૬ ટકા ઉંચકાઈ હતી. દરમિયાન, વિશ્વ બજારમાં અમેરિકન ડોલર સામે રશિયાની કરન્સી રૂબલના ભાવમાં ઝડપી કડાકો બોલાયાના નિર્દેશો મળ્યા હતા.

ડોલર દીઠ રુબલના ભાવ ગબડી ૯૭ના મથાળે પહોંચી ગયા હતા તથા ભાવ ટૂંકમાં ૧૦૦ સુધી પહોંચી જવાની શક્યતા વિશ્વ બજારના જાણકારો બતાવી રહ્યા હતા.  અમેરિકન ડોલર સામે રશિયાની કરન્સી રશિયન રુબલના ભાવ ગબડી ૧૬ મહિનાના નવા નીચા તળિયે ઉતરી ગયાના નિર્દેશો હતા. 

યુક્રેન સાથેના યુદ્ધના પગલે રશિયાના વિદેશ વેપારને ફટકો પડયો છે તથા આ વર્ષે રશિયાની કરન્સી આશરે ૨૫ ટકા જટેલી ગબડી છે. રશિયાના નાગરિકો વિદેશી બેન્કોમાં થાપણો વધુ મુક્તા થયાના વાવડ પણ મળ્યા હતા.

Tags :