Dollar vs Rupee: ફેડ રિઝર્વના નિર્ણય વચ્ચે ડોલર સામે રૂપિયો ફ્લેટ 83.43ના સ્તરે ટ્રેડ
Dollar vs Rupee: ફોરેક્સ માર્કેટમાં આજે ઓપનિંગ સેશનમાં યુએસ ડોલર સામે રૂપિયો ફ્લેટ 83.43ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરો જાળવી રાખવાના નિર્ણય બાદ મજબૂત ગ્રીનબેક વચ્ચે ડોલર સામે રૂપિયો મજબૂત સ્થિતિમાં આવવાના આશાવાદ છે.
ફોરેક્સ ટ્રેડર્સ જણાવે છે કે, ક્રૂડ ઓઈલ કિંમતોમાં વૃદ્ધિના કારણે ભારતીય રૂપિયો દબાણ હેઠળ છે. જો કે, ફેડના આ નિર્ણયથી વિદેશી રોકાણ પ્રવાહ અને ઈક્વિટી માર્કેટમાં પોઝિટીવ સેન્ટિમેન્ટ રૂપિયાને સપોર્ટ કરી શકે છે. આજે રૂપિયો ડોલર સામે 83.41 પર ખૂલ્યા બાદ તેના ગઈકાલના બંધ 83.43 સામે ઘટ્યો હતો.
મંગળવારે ડોલર સામે રૂપિયો 2 પૈસા વધ્યો
મંગળવારે ડોલર સામે રૂપિયો 2 પૈસા સુધરી 83.43 પર બંધ રહ્યો હતો. જે સોમવારે 7 પૈસા તૂટ્યો હતો. બુધવારે મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે ફોરેક્સ માર્કેટ બંધ રહ્યુ હતું. આજે ડોલર ઈન્ડેક્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો હતો. ડોલર ઈન્ડેક્સ 0.08 ટકા ઘટી 105.67 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ફેડ રિઝર્વનો નિર્ણય
બુધવારે યુએસ ફેડરલ રિઝર્વે બેન્ચમાર્ક ઈન્ટરેસ્ટ રેટ્સ માર્કેટની અપેક્ષાને આધારિત યથાવત રાખવા જાહેરાત કરી હતી. તેમજ આ વર્ષમાં વ્યાજદરોમાં કોઈ ઘટાડો ન કરવાની સંભાવના પણ દર્શાવી છે. રોકાણકારો અને ટ્રેડર્સ હવે શુક્રવારે યુએસના બિનકૃષિ રોજગારીના આંકડાઓ પર નજર રાખશે.
બ્રેન્ટ ક્રૂડ 0.56 ટકા વધ્યુ
બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ આજે સવારના સેશનમમાં 0.56 ટકા વધી 83.91 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો છે. 12.57 વાગ્યે બીએસઈ સેન્સેક્સ 237.18 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 50 74.15 પોઈન્ટ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. મંગળવારે એફઆઈઆઈએ રૂ. 1071.93 કરોડની ખરીદી નોંધાવી હતી.