Dollar vs Rupee: ડોલર સામે રૂપિયામાં કડાકો અટકશે, આરબીઆઈએ કરન્સીને મજબૂત બનાવવા આ પગલા ઉઠાવ્યા

Updated: May 17th, 2024


Google NewsGoogle News
Dollar vs Rupee: ડોલર સામે રૂપિયામાં કડાકો અટકશે, આરબીઆઈએ કરન્સીને મજબૂત બનાવવા આ પગલા ઉઠાવ્યા 1 - image


Dollar vs Rupee: અમેરિકી ડોલર સામે છેલ્લા કેટલાક સમયથી રૂપિયો ડગમગી રહ્યો છે. ડોલર ઈન્ડેક્સ મજબૂત બનતાં રૂપિયો નબળો પડ્યો છે. જો કે, આરબીઆઈ રૂપિયામાં ઘટાડો અટકાવવા સતત દરમિયાનગીરી કરી રહી છે. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, આરબીઆઈ રૂપિયા પર પ્રેશર ઘટાડવા માટે મોટાપાયે અમેરિકી ડોલર વેચી રહી છે. જેથી રૂપિયો 85.00થી 85.60ની રેન્જમાં સ્થિર થયો છે.

આજે ડોલર સામે રૂપિયો ફ્લેટ

અમેરિકી ડોલર નબળો પડવાની શક્યતા વચ્ચે આજે રૂપિયો ડોલર સામે ફ્લેટ ટ્રેડ થઈ રહ્યો છે. કોમોડિટીના ઉંચા ભાવો અને વિદેશી ફંડ્સની વેચવાલીના પગલે રૂપિયો સહિત એશિયન કરન્સીમાં પ્રેશર સર્જાયું છે. આજે રૂપિયો ડોલર સામે 83.50ના લેવલે ખૂલ્યો હતો. જે ઘટી 83.49 થયો હતો. ગત શુક્રવારે ડોલર સામે રૂપિયો મજબૂત 83.48ના સ્તરે ખૂલ્યા બાદ ગઈકાલે 83.50ના લેવલે બંધ રહ્યો હતો.

સ્થાનિક ખરીદી વધી

સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ઈક્વિટી બજારમાં ટેકો આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ડોલર ઈન્ડેક્સ રેકોર્ડ સ્તરે આગળ વધી રહ્યો હતો. જેના લીધે રૂપિયા પર દબાણ વધ્યું હતું. જો કે, અમેરિકી ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની શક્યતા વચ્ચે હવે આરબીઆઈ સહિત ફોરેક્સ ટ્રેડર્સ દ્વારા ડોલરની વેચવાલી વધી છે. જે રૂપિયાને મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થશે.

ફોરેન એક્સચેન્જ ટ્રેડર્સે જણાવ્યું હતું કે, આરબીઆઈએ સરકારી બેન્કોના માધ્યમથી 83.50ના સ્તરે ડોલર વેચી રહ્યા છે. જેથી રૂપિયામાં હાલ કોઈ મોટો ઘટાડો જોવા મળશે નહીં. પરંતુ તેને ઘટતો જરૂરથી અટકાવી શકાશે.

  Dollar vs Rupee: ડોલર સામે રૂપિયામાં કડાકો અટકશે, આરબીઆઈએ કરન્સીને મજબૂત બનાવવા આ પગલા ઉઠાવ્યા 2 - image


Google NewsGoogle News