Get The App

ડૉલર સામે રૂપિયો કડડભૂસ, આજે ફરી રૅકોર્ડ તળિયે, જાણો કોને શું થશે અસર?

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
rupee


Rupee Fall All time Low Against Dollar: ડૉલર સામે ભારતીય રૂપિયો સતત તૂટી રહ્યો છે. આજે ફરી 85.85ના રૅકોર્ડ તળિયે પહોંચ્યો હતો. નોન ડિલિવરેબલ ફોરવર્ડ માર્કેટમાં ડૉલરની મજબૂત માગના કારણે રૂપિયો સહિત અન્ય દેશોની કરન્સી પણ તૂટી છે. ડૉલરની મજબૂતીને જોતાં રૂપિયો ટૂંકસમયમાં 86નું લેવલ ક્રોસ કરી 86.20 સુધી તૂટવાનો અંદાજ કરન્સી નિષ્ણાતો આપી રહ્યા છે.

ડૉલર સામે રૂપિયો 3 ટકા તૂટ્યો

2024માં ડૉલર સામે રૂપિયો 3 ટકા તૂટ્યો છે. છેલ્લા સાત વર્ષથી ડૉલર સામે રૂપિયો સતત નબળો બન્યો છે. તેમાં પણ છેલ્લા બે વર્ષમાં મોટો કડાકો જોવા મળ્યો છે. અમેરિકાના ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દર મામલે આપવામાં આવેલા નિવેદનથી ડૉલર ઇન્ડેક્સ મજબૂત બન્યો છે.

ડૉલરમાં તેજી

ફેડ રિઝર્વે ડિસેમ્બરમાં એક અને આગામી વર્ષે બે વખત વ્યાજના દરો ઘટાડવાની જાહેરાત કરી છે. તેમજ ટ્રમ્પ સત્તા પર આવતાં જ ફુગાવા તરફી નિર્ણયો જાહેર થવાની શક્યતાઓ સાથે ડૉલર ઇન્ડેક્સ મજબૂત બન્યો છે. દેશની રાજકોષીય ખાધ નવેમ્બરમાં 37.8 અબજ ડૉલરની રૅકોર્ડ ટોચે નોંધાયા બાદ ડૉલર સામે રૂપિયો કડડભૂસ થયો છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં કાળા નાણાને વ્હાઈટ કરવાનું 10000 કરોડનું કૌભાંડ! કંપનીના શેર્સ વર્ષમાં 1700% ઉછળ્યાં

અન્ય એશિયન કરન્સી કરતાં ઓછું નુકસાન

ચાલુ નાણકીય વર્ષમાં એપ્રિલ, 2024થી ડૉલર સામે રૂપિયો 1.2 ટકા તૂટ્યો છે. જ્યારે સાઉથ કોરિયન વોન અને બ્રાઝિલિયન રિયલ ડૉલર સામે ક્રમશઃ 2.2 ટકા અને 12.7 ટકા તૂટ્યો છે. જિઓ-પોલિટિકલ ક્રાઇસિસમાં વૃદ્ધિના કારણે ડૉલર જેવી મજબૂત કરન્સી તરફ રોકાણકારો ડાયવર્ટ થયા છે. આજે ડૉલર સામે જાપાનની યેન 0.22 ટકા તૂટ્યો છે. 

નિકાસકારોને થશે લાભ

ડૉલર સામે રૂપિયો નબળો પડતાં નિકાસ કરતાં વેપારીઓના માર્જિનમાં વધારો થશે. તેમાં ડૉલરમાં કમાણી કરતી આઇટી અને ફાર્મા કંપનીઓને સૌથી વધુ લાભ થશે. જો કે, બીજી તરફ આયાતો મોંઘી થશે. 80 ટકા ક્રૂડ પર નિર્ભર ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધશે. 

ડૉલર સામે રૂપિયો કડડભૂસ, આજે ફરી રૅકોર્ડ તળિયે, જાણો કોને શું થશે અસર? 2 - image


Google NewsGoogle News