Get The App

ડોલરનો આઉટફલો વધવા સાથે રૂપિયો 85.29ના નવા નીચા તળિયે પટકાયો

- કામકાજના અંતે રૂપિયો ૮૫.૨૬ના મથાળે : જો કે રૂપિયા સામે પાઉન્ડ તૂટી રૂ.૧૦૭ની અંદર

- વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં ઉદ્ભવેલ તેજીની અસર

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
ડોલરનો આઉટફલો વધવા સાથે રૂપિયો 85.29ના નવા નીચા તળિયે પટકાયો 1 - image


મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં  આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી વણથંભી આગળ વધતાં  રૂપિયામાં નવો કડાકો બોલાઈ ગયો હતો. ડોલરમાં ઈંમ્પોર્ટરોની ખરીદી વધ્યાની ચર્ચા હતી. ડોસરના ભાવ રૂ.૮૫.૨૧ વાળા આજે સવારે  રૂ.૮૫.૨૨ ખુલી ઊંચામાં ભાવ રૂ.૮૫.૨૯ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૫.૨૬ રહ્યા હતા.

રૂપિયો ડોલર સામે વધુ ૦.૦૬ ટકા ગબડયો હતો. ડોલરનો આઉટફલો વધતાં તથા વેપાર ખાધ વધવા ઉપરાંત તાજેતરમાં ફોરેક્સ રિઝર્વમાં પણ પીછેહટ થતાં કરન્સી બજારમાં રૂપિયા પર દબાણઅ વધ્યાની ચર્ચા બજારમાં સંભળાતી હતી. જો કે ડોલરમાં ઉછાળે સરકારી બેન્કોની વેચવાલી આવતી રહી છે અને તેના કારણે રૂપિયામાં પીછેહટ તેટલા પ્રમાણમાં મર્યાદિત રહી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.

વૈશ્વિક સ્તરે અમેરિકાના બોન્ડની યીલ્ડ વધતાં રૂપિયા સહિત એશિયાની વિવિધ કરન્સીઓ પર નેગેટીવ અસર દેખાઈ હતી. નવા વર્ષમાં અમેરિકામાં વ્યાજના દરમાં ઘટાડાની ગતી ધીમી પડશે એવી શક્યતા ચર્ચાતી થતાં તેના કારણે પણ એશિયાની કરન્સીઓ સામે ડોલર મજબૂત બની રહ્યાના નિર્દેશો મળ્યા હતા. 

રૂપિયા સામે ડોલરના ભાવ આગળ ઉપર રૂ.૮૫.૫૦ સુધી પહોંચવાની શક્યતા જાણકારોબતાવી રહ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે નીચામાં ૧૦૮.૧૧ તથા ઉંચામાં ૧૦૮.૨૫ થઈ ૧૦૮.૧૮ આસપાસ રહ્યો હતો.

દરમિયાન, મુંબઈ બજારમાં રૂપિયા સામને બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ૨૦ પૈસા તૂટયા હતા. પાઉન્ડના ભાવ નીચામાં રૂ.૧૦૬.૭૯ થઈ છેલ્લે રૂ.૧૦૬.૮૪ રહ્યા હતા. જોકે યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે આજે ૧૨ પૈસા વધ્યા હતા. યુરોના ભાવ ઉંચામાં ૮૮.૭૩ થઈ છેલ્લે રૂ.૮૮.૬૮ રહ્યા હતા.  દરમિયાન, રૂપિયા સામે જાપાનની કરન્સી આજે ૦.૧૫ ટકા ઘટાડા પર રહી હતી જ્યારે ચીનની કરન્સી ૦.૦૬ ટકા ઉંચકાઈ હતી. 

દરમિયાન, મુંબઈ શેરબજારમાં આજે સાંકડી વધઘટ વચ્ચે સ્થિર માહોલ દેખાયો હતો જ્યારે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં તેજી જોવા મળતાં તેની અસર ઘરઆંગણે રૂપિયાના ભાવ પર નબળાઈની જોવા મળી હતી એવું બજારના  જાણકારોએ જણાવ્યું હતું.

ફોરેક્સ ભાવ

ડોલર

રૃ ૮૫.૨૬

પાઉન્ડ

રૃ ૧૦૬.૮૪

યુરો

રૃ ૮૮.૬૮

યેન

રૃ ૦.૫૪


Google NewsGoogle News