Get The App

રૂપિયો તીવ્ર કડાકા વચ્ચે 84.29 નવા તળિયે : મોંઘવારી વધવાની ભીતિ

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
રૂપિયો તીવ્ર કડાકા વચ્ચે 84.29 નવા તળિયે : મોંઘવારી વધવાની ભીતિ 1 - image


- ડોલરમાં માર્ચ 2023 પછીનો સૌથી મોટો ઉછાળો

- બ્રિટીશ પાઉન્ડ તથા યુરોના ભાવ તૂટયા: હવે અમેરિકન ફેડરલ રિઝર્વની  મિટિંગ પર બજારના ખેેલાડીઓની નજર

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી ઉછળતાં ડોલર સામે રૂપિયો તળિયે ઉતરી ગયો હતો.  અમેરિકાના પ્રમુખપદે ટ્રમ્પ ફરી આવી રહ્યાના સંકેતો વચ્ચે વિશ્વ બજારમાં વિવિધ કરન્સીઓ સામે ડોલરના ભાવ ઉછળતાં ઘરઆંગણે પણ આજે ડોલરમાં ખાસ્સી તેજી જોવા મળી હતી જેના પગલે રૂપિયો ૮૪.૨૯ની નવી નીચી સપાટીએ ઉતરી આવ્યો હતો. 

મુંબઈ બજારમાં ડોલરના ભાવ રૂ.૮૪.૧૧ વાળા આજે સવારે રૂ.૮૪.૧૬ ખુલ્યા પછી ઉંચામાં ભાવ રૂ. ૮૪.૨૯  થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૪.૨૮ રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ આજે ૧૦૩.૪૨ વાળો ઉછળી ઉંચામાં ૧૦૫.૩૧ થઈ ૧૦૪.૮૪ રહ્યાના સમાચાર મળ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ટ્રમ્પ વિજયના  સંકેતો વચ્ચે આશરે દોઢ ટકા વધી ગયાનું બજારના સૂત્રોએ જણાવ્યું  હતું. ઘરઆંગણે રૂપિયો તૂટતાં આયાતી ચીજો મોંધી થશે તથા મોંઘવારી અને ફુગાવો વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. ટ્રમ્પની પોલીસી ફુગાવા પ્રરેક હશે એવી ગણતરીએ વિશ્વ બજારમાં ડોલર ઉછળતાં વૈશ્વિક વિવિધ કરન્સીઓના ભાવ આજે દબાણ હેઠળ આવ્યા હતા. ડોલર ઈન્ડેક્સ વધી ચાર મહિનાની ટોચે પહોંચ્યો હતો. વિશ્વ બજારમાં અમેરિકન બોન્ડના યીલ્ડ વધી ૪.૪૫ ટકાના મથાળે પહોંચી ગયા  હતા. ટ્રમ્પ આવતાં અમેરિકામાં સરકારી સ્પેન્ડીંગ વધવાનો અંદાજ બતાવાતો હતો. 

હવે અમેરિકામાં ટૂંકમાં મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગ પર બજારની નજર રહી હતી. દરમિયાન, મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૪૭ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૧૦૮.૨૨ થઈ છેલ્લે ભાવ રૂ.૧૦૮.૭૩ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૯૮ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૯૦.૧૬ થઈ છેલ્લે રૂ.૯૦.૬૪ રહ્યા હતા. 

જાપાનની કરન્સી રૂપિયા સામે ૧.૧૪ ટકા ગબડી હતી જ્યારે ચીનની કરન્સી ૦.૫૬ ટકા માઈનસમાં ટ્રેડ થતી જોવા મળી હતી. જો કે મુંબઈ શેરબજાર ઝડપી ઉંચકાતાં તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચા મથાળેથી ઘટાડા પર રહેતાં કરન્સી બજારમાં રૂપિયામાં ઘટાડો તેટલા પ્રમાણમાં સિમિત રહ્યો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.


Google NewsGoogle News