શેરબજારમાં કડાકાના પગલે રૂપિયો વધુ ગબડયોઃ રૂ.85.82 સુધી તૂટયો
મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં રૂપિયો નવા નીચા તળીયે જઈને બેઠો હતો. કોરોના જેવા નવા વાઈરસનો ફેલાવો વધવાની ભીતી વચ્ચે શેરબજાર ગબડતાં કરન્સી બજારમાં રૂપિયા પર પણ દબાણ વધ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. ડોલરના ભાવ રૂ.૮૫.૭૯ વાળા આજે સવારેરૂ.૮૫.૭૮ ખુલ્યા પછી ઝડપી ઉછળી ઉંચામાં રૂ.૮૫.૮૫ સુધી પહોંચી છેલ્લે બંધ ભાવ રૂ.૮૫.૮૨ રહ્યા હતા. ઈન્ટ્રા-ડે હાઈ ભાવના સંદર્ભમાં તેમજ કલોઝીંગ ભાવના સંદર્ભમાં રૂપિયામાં આજે નવા તળીયે દેખાયા હતા. ડોલરનો આઉટફલો વધ્યો હતો.
જોકે આજે ડોલરમાં ઉંચા મથાળે રિઝર્વ બેન્ડની કહેવાતી સુચનાથી અમુક સરકારી બેન્કો ડોલર વેચતી થયાના સમાચાર પણ મળ્યા હતા. ૨૦મી જાન્યુઆરીએ અમેરિકાના નવા પ્રમુખ ટ્રમ્પ પર ગ્રહણ કરશે ત્યાં સુધીમાં રૂપિયો વધુ તૂટી નીચામાં રૂ.૮૬ સુધી ઉતરી જવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા.
ફોરેક્સ ભાવ
ડોલર |
રૂ ૮૫.૮૨ |
પાઉન્ડ |
રૂ ૧૦૭.૦૭ |
યુરો |
રૂ ૮૮.૮૮ |
યેન |
રૂ ૦.૫૪ |