Get The App

ડોલર સામે રૂપિયો ઘટયો: ચીનમાં કોવિડનો ઉપદ્રવ વધતાં યુઆન તૂટયો

- ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉછળી ૧૦૭ પોઈન્ટની સપાટી પાર કરી ગયો

Updated: Nov 21st, 2022


Google NewsGoogle News
ડોલર સામે રૂપિયો ઘટયો: ચીનમાં કોવિડનો ઉપદ્રવ વધતાં યુઆન  તૂટયો 1 - image


મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. ઉંચામાં  ડોલરના ભાવ  રૂ.૮૨ નજીક  પહોચ્યા હતા. શેરબજારમાં  રૂપિયા પર નેગેટીવ  અસર જોવા મળી હતી.  દેશમાં  ફોરેક્સ  રિઝર્વ ઘટતાં  તેની અસર  પણ કરન્સી બજાર પર જોવા મળી હતી.  

ડોલરના ભાવ  રૂ.૮૧.૭૦ વાળા  શનિવારે  બંધ બજારે  નીચામાં  રૂ.૮૧.૬૬ થયા હતા તે આજે સવારે  રૂ.૮૧.૮૫ ખુલ્યા  પછી ઉંચામાં  ભાવ રૂ.૮૧.૯૨ તથા નીચામાં  રૂ.૮૧.૬૬  થયા હતા તે આજે સવારે  રૂ.૮૧.૮૫ ખુલ્યા પછી ઉંચામાં  ભાવ રૂ.૮૧.૯૨ તથા નીચામાં  ભાવ રૂ.૮૧.૭૪ થઈ  રૂ.૮૧.૮૪  રહ્યા હતા. 

 રૂપિયો આજે એકંદરે  ૧૪ પૈસા નબળો  પડયો હતો. વિશ્વ બજારમાં  વિવિધ પ્રમુખ કરન્સીઓ  સામે ડોલરનો  ગ્લોબલ ઈન્ડેકસ આજે ઉંચકાઈ  ૧૦૭ની  સપાટી પાર કરી ઉંચામાં  આ ઈન્ડેક્સ  ૧૦૭.૬૦ થઈ ૧૦૭.૫૧  રહ્યાના સમાચાર હતા.

ચીનમાં  કોવિડના કેસો વધતાં  વિશ્વ બજારમાં  ડોલરમાં  ડિફેન્સીવ બાઈંગ વધ્યાના નિર્દેશો હતા. અમેરિકાના ફેડરલ રિઝર્વની તાજેતરમાં  જે મિટિંગ થઈ હતી તેની  મિનિટસ  બુધવારે  રજૂ થવાની છે તથા  આ મિનિટસ  પર વિશ્વ બજારના ખેલાડીઓની  નજર રહી હતી. 

ચીનમાં કોવિડના કારણે ફરી મૃત્યુ પણ થવા માંડયાના સમાચાર હતા.   વિશ્વ બજારમાં  ડોલર સામે  ચીનની કરન્સી યુઆનના  ઓફફ શોર ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.  

દરમિયાન, મુંબઈ બજારમાં  આજે રૂપિયા સામે   બ્રિટીશ પાઉન્ડના  ભાવ ૭૩ પૈસા  તૂટયા હતા.  પાઉન્ડના ભાવ ગબડી  નીચામાં  રૂ.૯૬.૫૯ થઈ રૂ.૯૬.૭૧  રહ્યા હતા.   યુરોપની કરન્સી યુરોના ભાવ  પણ આજે  રૂપિયા સામે ૮૯ પૈસા ગબડયા હતા.  યુરોના  ભાવ  નીચામાં  રૂ.૮૩.૮૩  થઈ  રૂ.૮૩.૯૨  રહ્યા હતા.   

જાપાનની કરન્સી રૂપિયા સામે ૦.૬૩ ટકા  માઈનસ માં  રહી  હતી જ્યારે  ચીનની કરન્સી ૦.૫૧ ટકા નીચી ઉતરી  હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

ફોરેક્સ રેટ (રૂપિયામાં)

ડોલર

+ ૧૪  પૈસા

૮૧.૮૪

પાઉન્ડ

- ૭૩ પૈસા

૯૬.૭૧

યુરો

- ૮૯ પૈસા

૮૩.૯૨

dollar-up

Google NewsGoogle News